DGVCL કંપની RPAD રૂપિયા ૨૫/-ના બદલે રૂપિયા ૫/- ટિકિટ લગાવી ગુમરાહ કરવા પ્રયત્ન ....!
DGVCL કંપની માં ગેરકાયદેસર એરકન્ડીશનની RTI થી હડકંપ ..!
તાઉતે બાવાજોડા માં નુકસાનની ભરપાઈ માટે જવાબદાર કોણ...?
અધિકારીઓ માં અફરાતફરી...!
નવસારી જિલ્લામાં DGVCL કંપની માં કરોડો રૂપિયા વીજવાયર અંડરગ્રાઉન્ડ કરવા માટે સરકાર મંજૂરી આપી છે.પરંતુ ગેરકાયદેસર એરકન્ડીશન માં અધિકારીઓ ફક્ત ટાઇમપાસ કરતા હોવાથી આજે સુધી વીજવાયર અંડરગ્રાઉન્ડ કરવા માં નિષ્ફળ ગયા છે.અને ઠેર ઠેર નવસારી શહેર માં દારૂ શરાબ નો અડ્ડોની જેમ વાયરો નજરે પડી રહ્યા છે.જેમા જાનવરો અને નાગરિકોની મોત ના સમાચાર મળી રહ્યો છે.અને પોતાના થાંભલાઓ કાઢવા બદલે જીવનમાં અતિ જરૂરી ઝાડો કાપવા માં આવી રહ્યો છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. સદર કંપનીના અધિકારીઓને વિભાગીય અધિકારીઓ વર્ગ એક માં કોઈ પણ જાતની શૈક્ષણિક લાયકાત વગર આવે છે.અને વર્ગ એકની તમામ સુવિધાઓ પણ મેળવી રહ્યા છે. સરકાર ના નિયમોનો અહિં કાયદેસર ઉલંઘન કરવામાં આવે છે.મુખ્ય કચેરી ની નજીક રહેવા માટે સરકાર નો હુકમ અહિં મુખ્ય અધિકારીઓ જ અમલ કરતા નથી. ગરીબો , મજુરો , સિક્યોરિટી ગાર્ડ, કર્મચારીઓ ને કે ફિક્સ પગાર ધારકો ને લઘુત્તમ માસિક વેતન કે ઇએસઆઇસી ની સુવિધાઓ અપાવાની જવાબદારી મુખ્ય અધિકારીઓની છે.પરંતુ અહિં સદર કંપનીના અધિકારીઓ અને વિભાગીય અધિકારીઓ ને ફક્ત બેન્ક બેલેન્સ વધારવા માં વધુ પ્રમાણમાં દિલચસ્પી છે.જેથી એનકેનપ્રકારેણ ફક્ત અધિકારીઓ મિલીભગત કરી શોષણ કરી રહ્યા છે.ગરીબ મધ્યમવર્ગના નાગરિકો વીજ બિલ ભરવા મા ચુકી જાય ત્યારે આતંકવાદી ને પકડતા હોય એવી રીતે આખી ટીમ મોકલવા માં આવે છે પરંતુ લાખો કરોડો ની રકમ ઉદ્યોગપતીઓ કે સરકારી કચેરીઓ માં વર્ષોથી બાકી છે ત્યારે અધિકારીઓ બિલ વસૂલાત કરવા બદલે મિઠાઈ અને હાફુસનો બોક્સ લઈ દરબારી બની હાજીરી લગાડે છે. સરકાર શ્રીના હુકમ મુજબ ફક્ત આગ્રહ સચિવ કે એમના સમકક્ષ સિવાય કોઈ ને એરકન્ડીશન ની સુવિધાનો પાત્ર નથી.અને કોઈ પણ અધિકારી ની કચેરી માં કે વાહનમાં એરકન્ડીશન નજરે પડશે ત્યારે એના વેતનથી વસૂલ કરવામાં આવશે.સરકારના વર્ષ ૨૦૧૯મા એક પરિપત્ર માં એવા કામો ને સરકારી તિજોરી માં કાયદેસર ડકૈતી ગણવામાં આવેલ છે.અને એવા અધિકારીઓ ઉપર એફઆઈઆર સરકાર પોતે ફાડવશે.હવે નવસારી જિલ્લામાં સદર કંપનીના અધિકારીઓ સરકાર નો હુકમ ની ઐસી તૈસી કરી રહ્યા છે. નવસારી શહેરી વિભાગની મુખ્ય કચેરી સાથે વિભાગીય અધિકારીઓ વર્ગ એકનો વેતન ભોગવી રહ્યા છે.અને માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ , લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮,ESIC વગેરે કાયદા કાનૂનની અમલીકરણ કરવામાં નિષ્ફળ ગયા છે.સરકાર શ્રીની તિજોરી સાથે માનવ અધિકારનો ઉલંઘન કરી રહ્યા છે. દરેકે દરેક માનવીને સરકાર શ્રી નો પરિપત્ર મુજબ કાયદેસર મહેનત કરવા છતાં બે વખત રોટલો ન મળે એ ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. અધિકારીઓ ને આજે વર્ષોથી વર્ગ એકમાં વેતન મળે છે.પરંતુ સરકાર ના કાયદા નો ઉલંઘન કરી રહ્યા છે.ત્યારે આજે બેરોજગારી ચરમસીમાએ પહોંચી છે. બેરોજગારી ખતમ કરવા માટે એવા અધિકારીઓ પાસે સ્વૈચ્છિક રાજીનામું મેળવી અન્યોને નિમણૂંક કરવા શિવાય હાલ કોઈ વિકલ્પ નથી. હવે સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરશે કે સદર કંપનીને ખાનગી ઉદ્યોગપતિઓ ના હવાલે કરવા સરકાર ને મજબૂર કરશે એ જોવાનું બાકી રહ્યું.
નવસારી જિલ્લામાં ગેરકાયદેસર એરકન્ડીશન ગરીબો મજુરો સિક્યોરિટી ગાર્ડ કર્મચારીઓ વગેરે ને કાયદેસર વેતન સાથે તમામ સુવિધાઓ અપાવવા મા અધિકારીઓ ઉપર ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા બાબત આજે લોકચર્ચા મુજબ ટુંક સમયમાં સરકાર પોતે તપાસ કરશે એવી ચર્ચા આજે ચાલી રહી છે.
No comments:
Post a Comment