Friday, June 4, 2021

ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો જીત મેળવીને સત્તા પણ મેળવી લીધી પરંતુ “ સરકારી કર્મચારીઓને ચૂંટણી ભથ્થા નથી ચુકવાયા “



      ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો જીત મેળવીને સત્તા પણ મેળવી લીધી પરંતુ      “ સરકારી કર્મચારીઓને ચૂંટણી ભથ્થા નથી ચુકવાયા “
  સરકારી કર્મચારીઓ કે જેઓએ નવસારી-વિજલપોર નગર પાલિકા વોર્ડ નંબર  ૧ થી ૧૩ ની સામાન્ય ચૂંટણી સને-૨૦૨૧ માટે સરકારી કર્મચારીઓને પ્રમુખ અધિકારી અને મતદાન અધિકારીઓ ને કામગીરી સોંપતા કર્મચારીઓએ “ દિલ ઔર જાન “ થી માનસિક તનાવ વેઠીને પણ ચૂંટણી કામગીરીમાં કોઇ પણ પ્રકારનાં થતા ગુનાને અટકાવી સંતોષકારક કામગીરી તા.૨૮/૦૨/૨૦૨૧ નાં રોજ પૂર્ણ કરાવેલ હતી. 
ઉમેદવારોએ ચૂંટણીમાં જીત હાસલ કરી સત્તાઓ પણ મેળવી લીધી પરંતુ, ચૂંટણીની કામગીરી પૂર્ણ કરાવનારા કેટલાક કર્મચારીઓને આજ દિન સુધી તેમના ચૂંટણી ભથ્થા ચુકવવામાં વહીવટી તંત્ર નિષ્ફળ નિવડેલ હોવાની બુમો ઉઠવા પામેલ છે. નવસારી નગર પાલિકા દ્વારા ચૂંટણી ભથ્થાની ઘણો સમય વિતવા છતા પણ ચુકવણી નહી કરતા કર્મચારીઓમાં ભારે નારાજગી જોવા મળેલ છે. તો આ બાબતે વહીવટી તંત્રએ ધ્યાન આપી કર્મચારીઓને “પડતર ચૂંટણી ભથ્થાની” તાત્કાલિક ચુંકવણી થાય તેવી કર્મચારીઓની માંગણી ઉઠવા પામેલ છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...