Tuesday, June 8, 2021

નવસારી વિજલપોર નગરપાલિકાની ઐતિહાસિક પ્રશંસનીય કામગીરી ....! દસ માળની બહુમાળી બિલ્ડીંગો સામે ત્રણ માળ સુધી જ ફાયર ફાઈટર ....!



નવસારી જિલ્લામાં નવસારી વિજલપોર નગરપાલિકાને અગાઉ સ્વચ્છ પારદર્શક વહીવટનો એવોર્ડ મળ્યો છે. ઠેર ઠેર દારૂનો અડ્ડોની જેમ આજે સ્વચ્છતા અભિયાન અંતર્ગત નવસારી વિજલપોર નગરપાલિકામાં યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન અંતર્ગત ઘર ઘરથી દરરોજ કચરો લેવામાં આવે છે.નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે પહેલીવાર શૈક્ષણિક લાયકાત ધરાવતા અને અનુભવી શાસન પ્રશાસન કાર્યરત છે.દરેક દરેક નાગરિકોની ફરિયાદ કાયદેસર સાંભળવા માટે એક સારી વ્યવસ્થા છે.અને તત્કાલ એના નિકાલ પણ કરવામાં આવે છે.કોરોના જેવી મહામારી જેમાં ફક્ત ગુજરાત જ નહીં ભારત સાથે વિશ્વના અનેક દેશો આર્થિક તંગી માં પસાર થઈ રહ્યો છે. બે વખત પેટના ખાડો કેમ પુરવો એ એક મહત્વપૂર્ણ સવાલનો છે ? ગરીબ મધ્યમ વર્ગના કરોડો નાગરિકો પગપાળા થી પોતાના વતન જવા મજબુર થતાં નજરે પડ્યા હતા.એવા કઠિન સમયે પણ નવસારી વિજલપોર નગરપાલિકામાં વેરા ઉઘરાણી કરવા માટે કાયદેસર ટીમ બનાવી સૌથી વધુ વેરાની ઉઘરાણી કરી છે. પાણીના વેરા ઉઘરાણી કરી છતા આજે કરોડો રૂપિયા અંબિકા ડિવીઝન માં બાકી છે.નવસારી વિજલપોર નગરપાલિકા પોતાના સ્વભંડોળ વધારો કરવા માટે તત્કાલીન કલેકટર શ્રીનો ગેરકાયદેસર બિલ્ડીંગની આકારણી રદ્ કરવામાં સફળ ભૂમિકા ભજવી છે.અંતે રદ્દ કરી ગેરકાયદેસર બિન અધિકૃત બિલ્ડીંગની આકારણી કરી લાખો કરોડો રૂપિયાની આકારણી પણ કરી છે. નવસારી વિજલપોર પાલિકામાં બીજી વખત અને સૌથી વધુ સમય રાજાશાહી જેવી નોકરી કરતા વર્ગ એકના અધિકારીની વહીવટની ભૂમિકા ખરેખર કાબિલે તારીફ છે.
નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં આત્મનિર્ભર ભારત સ્વરોજગાર યોજના અંતરગત આજે ઠેર ઠેર દારૂનો અડ્ડો હજારો નાગરિકો ને રોજગાર આપી રહ્યો છે.
નવસારી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં દસ દસ માળની બિલ્ડિંગોની પરવાનગી આપવામાં આવેલ છે. પરંતુ જમીની હકીકત માં બહુમાળી બિલ્ડિંગોમાં આગ ઓલવવા માટે મોટા ભાગની બિલ્ડિંગો માં ફાયર સેફ્ટીનો કાયદેસર આધુનિક સાઘનો નથી.અને સૌથી વધુ વેરા ઉઘરાવતી નવસારી વિજલપોર નગરપાલિકા પાસે પણ બહુમાળી બિલ્ડિંગો માટે ત્રણ માળ સુધી જ આગ ઓલવવા માટે ફાયર ફાઈટર છે.બાકી ઉપરના માળો માટે રહેતા રહીશો રામ ભરોસે ચાલી રહ્યુ છે.ત્રણ માળ ઉપર નવસારી નગરપાલિકા પાસે ફકત રિટાયર કરાર આધારિત અધિકારીઓ અને રાજનીતિ છે. આજે નવસારી નગરપાલિકા સેવા સદન માં જ ફાયર સેફ્ટી નથી.પરંતુ એ શાસન પ્રશાસનની કાબીલેતારીફ કામગીરી કહેવાય. ફરિયાદ કરનાર કે સાચુ લખનાર સામે આજે દેશ માં કાયદેસર દેશ દ્રોહના ગુનો મુકવામાં આવે છે. જેથી આજે તારીફ કાબીલેતારીફ કામગીરી લખવો એ મજબૂરી છે. અહિં મોટા ભાગના શાસન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ મોટા ભાગના કામો માં ભાગીદારી હોય છે.પુરાવા સ્વરૂપે તત્કાલીન ચિફ ઓફિસર આજે રિટાયર પછી આજે રાજનેતા છે. જેથી તપાસ કે અન્ય ફકત શોભાના ગાંઠીયા સમાન જ છે.અન્યાય એટલે અન્ય તરીકેની આય છે. જેથી અધિકારીની તપાસ કરાવવા માટે અરજદારો અરજી કરે છે સરકાર એમની પાસે તપાસ કરવાનો હુકમ કરે છે. એનો પુરાવા આજે હાલ માં કાર્યરત ચિફ ઓફિસરશ્રીનો પણ લઈ શકાય છે. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી અને વિઝિલેંસ કમિશ્નર શ્રી પાસે ફરિયાદ કરતા છેલ્લે તપાસ એમની પાસે જ આવી છે. છેલ્લે ઢાક કે તીન પાત..


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...