નવસારી જિલ્લામાં સરકારી સ્વાસ્થ્ય સેવાઓ માટે એક માત્ર દાનમાં મળેલી નવસારી સિવિલ હોસ્પિટલ માં સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે.પરંતુ એક સામાન્ય વહીવટનો અભાવ હોવાથી આજે દર્દીઓને કાયદેસર સારવાર જ નહીં તબીબો હાજર હોય છતા જોવા રાજી નથી.અને ઈમરજન્સી સેવા માં પણ તમામ સ્ટાફ એક સાથે દર્દીઓને રામ ભરોસે છોડી ગાયબ થઈ જાય છે. પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા દ્વારા અચાનક નવસારી જિલ્લાની સિવિલ હોસ્પિટલ માં એક મુલાકાતમાં એક પણ સ્ટાફ નજરે પડ્યા ન હતા. અને એક સીનિયર તબીબ પોતાની ખુરશી ગરીબ દર્દીઓને આદિવાસી મજુરો આર્થિક પછાત વર્ગના હોય એવા પાછળ કોઈ રાજકીય પક્ષ પણ ન હોય હાલાકિ સરકાર ને સૌથી વધુ પ્રમાણમાં મત એવા વર્ગથી મળતો હોય છે. પરંતુ એ ફક્ત મતદાન દિવસ પૂરતો હોય છે. આજે એવા દૃશ્યો ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. અગાઉ પણ તબીબોની બેદરકારી થી સૌથી વધુ મોત નવસારી સિવિલ માં રેકોર્ડ છે. નવસારી જિલ્લામાં એક માહિતી મુજબ આદિવાસીઓ ગરીબો આર્થિક પછાત માટે ફક્ત ફાઇલો માં જ દરેક સુવિધાઓ ઉપલબ્ધ છે.જમીની હકીકત માં એ જમીન ઉપર નથી. નવસારીની સૌથી વધુ આદિવાસીઓ પછાત વર્ગના નાગરિકો વાંસદા ખેરગામ તાલુકામાં વસવાટ કરે છે.આજે ૨૧વી સદી માં ઝાડો નીચે દર્દીઓને જમીન ઉપર પથારી માં સારવાર કરવામાં આવે છે. કોરોના જેવી મહામારી માં કોઈ તપાસ કરવા ટીમ ન હોવાથી રૂપિયા પચાસ લાખ થી વધુ કોરોનાના દર્દીઓ ન હોવા છતા સરકાર એક સામાન્ય હોસ્પિટલને ચુકવણી કરી. હવે એ નાણાં માં ખરેખર કાયદેસર એક સારી હોસ્પિટલ બનાવી શકાય.નવસારી જિલ્લામાં આજે વર્ષોથી કાયદેસર એક જિલ્લા આરોગ્ય અધિકારી ન હોય જેથી આજે નવસારી જિલ્લા માં સ્વાસ્થ્ય સેવાઓ નદારદ છે. અને જિલ્લા માં કાયદેસર એના ઉપરના અધિકારીઓ પ્રમોશન કે બાપુ દર્શન કે સેટિંગ ડોટ કોમ થી ભરતી થયેલ હોય જેથી આરોગ્ય વિષય કે અન્ય વિભાગો સાથે અધિકારીઓ કામ ન કરે ત્યારે એના અધિકારીઓ ને કશું ફરક વેતન સુવિધાઓ માં પડતી નથી.જેથી નવસારી જિલ્લા ના સામાન્ય પ્રાથમિક સ્વાસ્થ્ય સેવાઓ પણ આજે એક સામાન્ય વહીવટ માટે નદારદ છે. અને દર્દીઓ રામ ભરોસે છે.
નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ આજે વર્ષોથી સેટિંગ ડોટ કોમ થી ચાલી રહ્યુ છે.કલેકટર ડીડીઓ હોય કે ડીએસપી ફક્ત ત્રણ વર્ષ માં બદલી કરવાનો કાયદો એમને જ લાગુ થતો છે.અને આ ત્રણની ગણતરી કરવા માટે સરકાર છે.બાકી ને વેતન પાડોશી દેશ આપે છે કે કેમ .એ સમજવો અઘરુ છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ માં આજે એવા કાયદા ની અમલીકરણ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ને કરવાની જરૂર છે. એક માહિતી મુજબ નવસારી જિલ્લા પંચાયત માં આજે ૧૫ થી વધુ વર્ષ થી એક જ સ્થળે કર્મચારીઓ અધિકારીઓ કામ કરી રહ્યા છે. સરકાર ના કાયદા મુજબ વર્ગ એક થી ચાર દરેકને ત્રણ વર્ષ થી વઘુ એક સ્થળે રાખી શકાય નહીં.પરંતુ નવસારી જિલ્લામાં જિલ્લા પંચાયત માં ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યા છે.હવે આજે મોંઘવારી બેરોજગારી ની સાથે ભ્રષ્ટાચાર થી સરકારની તિજોરી ખાલી કરવામાં આવી રહી છે. આરટીઆઇ થી દરેક વિભાગનો ભ્રષ્ટાચાર સાબિત થઈ રહ્યો છે. છતા નવસારી જિલ્લા માં આરોગ્ય વિભાગની બેદરકારી થી હજારોની મોત પણ નવસારી જિલ્લામાં છુપાવવી એ આજે વહીવટ માટે દુર્ભાગ્યપૂર્ણ છે.
No comments:
Post a Comment