Sunday, November 28, 2021

ગુજરાત અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતો ગરીબો ના અનાજ માં ડકૈતી દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક - ડો.મિશ્રા RTI માં માહિતી કે જવાબ આપવા ગુનો સમજતા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગુજરાત સરકારના પારદર્શક સર્વાંગી વિકાસ માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક..!





ગુજરાત રાજ્ય આજે ભારત વર્ષમાં સોથી સમૃદ્ધ વિકસિત પારદર્શક સર્વાંગી વિકાસ કરતો એક વિકસિત પ્રદેશ છે. ગુજરાત રાજ્યનો વખાણ આજે દેશના સર્વોચ્ચ સૌથી મોટી પાર્ટી ભાજપા સરકાર નો શીર્ષ નેતાઓ સંપૂર્ણ વિશ્વમાં કરી રહ્યા છે. પરંતુ જમીની હકીકત માં આજે હાલત બદથી બદતર જોવા મળી રહી છે. સરકારના જ નેતાઓ અને અધિકારીઓ આજે સરકારને બદનામ કરવા કમર કસી છે. શાસન માં સંવિધાન મુજબ કોઈ ડિગ્રીની જરૂર હોતી નથી. જેના કારણે પ્રશાસનની જરૂર હોય છે. પરંતુ આજે પ્રશાસન માં સરકારના જિલ્લા કક્ષાનો અધિકારીઓ પાસે ડિગ્રી કે કાયદા વિશે કોઈ નોલેજ હશે કે કેમ એ સમજવુ અઘરુ છે. સરકાર મુખ્યમંત્રી શ્રી સાથે તમામ નવો ચહેરો નવા નામે નિમણૂંક કરી ભ્રષ્ટાચાર દૂર કરવા સર્વોચ્ચ પ્રયત્ન આજે નકામો સાબિત થઈ રહ્યો છે. નેતાઓ પાસે એકાઉન્ટ કે નાણાં કીય લેન દેન માટે કોઈ વિશેષ સત્તા હોતી નથી. જેથી નેતાઓને ખોટી રીતે બદનામ કરવામાં આવે છે. ખરેખર મોટા ભાગે અધિકારીઓ દ્વારા જ ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. અધિકારીઓની મરજી વગર એક રૂપિયાના ભ્રષ્ટાચાર કરવો મુશ્કેલ છે. સરકાર દ્વારા આજે નવા નવા કાયદાઓ ઘડવામાં આવે છે. નવા નવા કાયદાઓ ઘડવાની જરૂર કેમ પડે છે ? એ પણ સાબિત કરે છે કે પહેલા બનાવેલ કાયદો અધૂરો કે એના થી ભ્રષ્ટાચાર રોકવામાં સરકાર નિષ્ફળ રહી છે. અને સરકાર ગમે એટલા કાયદો ઘડે એની અમલવારી જ કાયદેસર ન થતી હોય ત્યારે નવા નવા કાયદાઓ શું કરી શકે?. સરકાર આજે ભયંકર તંગી માં પસાર થઇ રહી છે. પરંતુ ગરીબો મજુરો આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગ માટે દર માસે અનાજ વિના મુલ્યે આપવા માટે કરોડો રૂપિયા ખર્ચે છે. અને એ બધું દરેકે દરેક જરૂરિયાત મંદોને મળી જાય એના માટે અસંખ્ય કાયદાઓ બનાવી છે. અને એની તપાસ માટે જિલ્લા થી ગામ સુધી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ થી સુસજ્જિત એક મોટી ફોજ નિમણૂંક કરી છે. પરંતુ આજે દર રોજ સરકારી અનાજ માં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી રહી છે. અને એનો મુખ્ય કારણ મોટા ભાગના અધિકારીઓ અને તપાસ કરનાર એની ટીમ છે. લોક ચર્ચા મુજબ પુરવઠા વિભાગના મોટા ભાગના અધિકારીઓ પોતે જ પરવાનેદારો દ્વારા આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવે છે. એનો પુરાવો સ્વરૂપે સરકાર દ્વારા તપાસ કરવાની રીત અને અધિકારીઓ દ્વારા કરેલ તપાસ રિપોર્ટ માં જોઈ શકાય છે.


નવસારી જિલ્લા ટ્રાઈબલ જિલ્લા છે. મોટા ભાગના નાગરિકો પાસે આજે રોજગાર નથી. આવક માટે અહિં મોટા ઉદ્યોગો નથી. અને જે હતા એ વર્ષો પહેલા બંધ થઈ ગયા. નવસારી જિલ્લામાં મોટા ભાગના ફેકટરીઓ પોતે જોબ વર્ક કરે છે. જેથી આમ નાગરિકો પાસે સરકારી અનાજ અમૃતતુલ્ય છે. સરકાર દ્વારા તપાસ કરવા માટે વર્ષ ૧૯૯૬થી લઘુત્તમ માસિક તપાસણી ફરજીયાત છે. છતા આજે અધિકારીઓ મોટા ભાગે પરવાનેદારોની તપાસ જ કરતા નથી. તપાસ કરવા માટે સરકારી અધિકારીઓ લોક ચર્ચા મુજબ એની જ તપાસ કરે છે આરતી પૂજા પાઠ યજ્ઞ હવન માં સહભાગી થતો નથી. નવસારી જિલ્લા માં કેટલાક અધિકારીઓ ને હવે તપાસ કરવાની જરૂર પડતી જ નથી. તપાસ કરવા વગર જ એનો પ્રસાદ વિગેરેનો કામ પુરુ કરવામાં આવી જાય છે.


નવસારી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી માં તારીખ 27/10/2021 ના રોજ ઉપરોક્ત બાબતે મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ ભ્રષ્ટાચારના અહેવાલો કાયમી ધોરણે પ્રસિદ્ધ થતા જન હિત માટે અને ખરેખર સત્યતા શું છે? એ જાણવા માટે કોમ્પ્યુટર થી ટાઈપ કરાવી ગુજરાતી ભાષા માં દરેકને સ્પષ્ટ વંચાય એવી સરલ અને સુવાચ્ય શબ્દો માં એક માહિતી માંગવામાં આવી . મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ મહત્તમ ૩૦ દિવસ માં સંપૂર્ણ માહિતી આપવાની હોય છે.અને ન આપવા માટે પણ મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ સ્પષ્ટ ઉલ્લેખ છે. પરંતુ નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી જન હિત અને ભ્રષ્ટાચાર ઉજાગર કરતી માહિતી માં જવાબ આપવા ગુનો સમજતા હોય એવો નજરે પડી રહ્યો છે. એનો મુખ્ય કારણ ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર સાથે જિલ્લા કલેકટર શ્રી કાયદેસર જવાબદાર છે. સંવિધાનના કાયદા મુજબ કાયદાનો પાલન કરાવવાની જવાબદારી રાજ્ય ખાતે માહિતી અધિકારના કાયદા માં માહિતી આયોગ કમિશનર અને જિલ્લા ખાતે કલેકટર શ્રીનો હોય છે. આજે ગુજરાત રાજ્યના માહિતી આયોગ કમિશનર શ્રી માહિતી અધિકારીઓ ને કાયદેસર દંડ કરવા સાથે માહિતી અધિકારીઓને નોકરી થી બરતરફ કરવા અનિવાર્ય હોવા છતા દંડ ન કરવા બદલે અરજદારોને સુપ્રીમ કોર્ટના કાયદાઓ બતાવી અરજીઓ દફતરે કરવામાં વધુ રસ ધરાવતા નજરે પડે છે. અને મોટા ભાગના આયોગ કમિશનર શ્રીઓ કરાર આધારિત છે. હવે પોતે જ કરાર આધારિત હોય ત્યારે એ અઢી થી ત્રણ લાખ વેતન કાયદેસર કાર્યવાહી કરી જતો ન કરી શકે. બાકી કલેક્ટર શ્રી હવે માહિતી અધિકાર અધિનિયમ થી પોતે બાકાત થઈ ગયા છે. અને કલેક્ટર કચેરી પોતે જ સદર કાયદાઓ નો પાલન કરવા નિષ્ફળ જતી હોય ત્યારે અન્યો ને હુકમ ન કરી શકે છે.

નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અને જિલ્લા પુરવઠાની ટીમ , નવસારી પ્રાંત અધિકારી,ચિખલી અને વાંસદા પ્રાન્ત અધિકારી અને પ્રાન્ત અધિકારીની ટીમ સાથે જલાલપોર તાલુકાના મામલતદાર, નવસારી,ચિખલી, નવસારી ગ્રામ્ય, નવસારી શહેર, ખેરગામ, ગણદેવી, વાંસદા તાલુકાના મામલતદાર શ્રી અને સાત તાલુકાના સાત નાયબ મામલતદાર પુરવઠા, સર્કલ ઓફીસરશ્રીઓ એવા બઘાજ મેજીસ્ટ્રેટ તમામના તપાસ અધિકારી શ્રી છે.અને એટલા જ ગાંધીનગર થી તપાસવાના અધિકારીઓ છે. અને છતાં એક સામાન્ય પરવાનેદાર જે ફક્ત કમીશન આધારિત છે. અને એ કેવી રીતે ભ્રષ્ટાચાર કરી શકે છે. એ ભ્રષ્ટાચાર કરતા નથી એમની પાસે કરાવવામાં આવે છે. એ સનાતન સત્ય છે. સરકાર અને પુરવઠા વિભાગના મંત્રીઓ મોટા ભાગના પોતાના વક્તવ્યમાં કહે છે કે ભ્રષ્ટાચાર કરતા પકડાતા કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં. ડિજિટલ ઇન્ડિયા માં અંગુઠા વગર અનાજ મેળવવા મુશ્કેલ છે. આજે ડિજિટલ ઇન્ડિયા માં એક એક કિલો અનાજનો હિસાબ રાખવાનો કાયદા છે. પરંતુ અહીં મોટા ભાગના અધિકારીઓ ભ્રષ્ટાચાર ની ફરિયાદ મળવા પછી પણ કાયદેસર કાર્યવાહી કરવા બદલે ફક્ત નોટિસ કે સામાન્ય તપાસ કરી મુક્તિ મેળવી રહ્યા છે. નવસારી જિલ્લામાં સદર કચેરીઓ દ્વારા તપાસ કાયદેસર ન કરવા થી આજે ગુજરાત રાજ્ય સરકાર બદનામ થઈ રહી છે. નવસારી જિલ્લા ના ધારાસભ્ય શ્રી મંગુભાઇ પટેલ સાહેબ જે આજે મધ્યપ્રદેશ જેવા રાજ્યના રાજ્યપાલ છે પોતે ઘણી વખત મોટી મોટી સરકારી સભાઓ માં સરકારી અનાજ માં થતો ભ્રષ્ટાચાર બાબતે વક્તવ્ય આપ્યું છે.
નવસારી જિલ્લા પુરવઠા અધિકારી પાસે માહિતી અધિકાર અધિનિયમ 2005 મુજબ તારીખ 27/10/2011 ના રોજ વિશાળ જન હિત માટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ માહિતી અધિકાર અધિનિયમની કલમ 24 હેઠળ માહિતી માંગવામાં આવી. ઉપરોક્ત બાબત માટે માહિતી અધિકારી પોતે જિલ્લા પુરવઠા અધિકારી છે. આજે 16 વર્ષ પૂર્ણ થતા માહિતી અધિકાર અધિનિયમ મુજબ 30 દિવસ માં માહિતી આપવા ફરજીયાત છે. હવે 30 દિવસ તારીખ 25/11/2021ના રોજ પૂર્ણ થતા હોય છતા સદર માહિતી અધિકારી શ્રીને 30 સુધીની આંકડાકીય અંકગણિતનો ખબર નથી એ સમજવો અઘરૂં છે. સદર બાબતે માહિતી માં કોઈ પ્રત્યુત્તર ન મળતા તારીખ 25/11/2021ના રોજ પ્રથમ અપીલ કરવામાં આવી. પ્રથમ અપીલ અધિકારી શ્રી નવસારી જિલ્લાના અધિક કલેકટર શ્રી છે.જે આજે ટુંક સમયમાં જ પોતાના કાયદાકીય કાર્યવાહી થી આજે મોટા ભાગના અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કે ફરજ માં બેદરકારી કરતા હોય એવા અધિકારીઓ સામે કાર્યવાહી કરતા હોય છે. જેથી ઈમાનદાર અને કર્તવ્યનિષ્ઠ છબી ધરાવતા નવસારી જિલ્લા અધિક કલેકટર સમક્ષ ખોટા જવાબ કે કોઈ પણ સંજોગોમાં છટકબારી ન ચાલે જેથી તારીખ 26/10/2021ના રોજ રજીસ્ટર પોસ્ટ થી જવાબ આપેલ છે. ભારતીય ડાકતાર વિભાગ માં રજીસ્ટર પોસ્ટ માં સ્પષ્ટ તારીખ અને રજીસ્ટર નં. ડિજિટલ ઇન્ડિયા તહદ ખોટી તારીખનો પર્દાફાશ પોતેજ થતો હોય છે. આજે ગુજરાત સરકાર ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં ચલાવી શકે નહીં જેથી નવસારી જિલ્લા પુરવઠા અધિકારી અરજદાર ને ધમકીઓ આપી રહ્યા છે. અને કદાચ સદર અધિકારી શ્રી ને અરજદાર વિશે વધુ જાણકારી નથી જેથી માહિતી માંગનાર ને બ્લેકમેઇલ કરનાર સાબિત કરતા એમના મોબાઇલ ફોન થી વાટસપ વાઈસકોલ અને મેસેજ કરી રહ્યા છે. ગુજરાત રાજ્ય ના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વાટસપ ઉપર મેસેજ ને એવીડેન્સ માટે એક હુકમ કર્યો છે. અને આજે વાટસપ ડિજિટલ ઇન્ડિયા માં એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સદર માહિતી માં ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તમામ પરિપત્રો મુજબ માહિતી માંગવામાં આવેલ છે. ગુજરાત સરકારના નાણાં મંત્રાલયના પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય કોઈ ને પણ કચેરી કે વાહનો માં એરકન્ડીશન સુવિધા ઉપલબ્ધ નથી. હવે સદર નવસારી જિલ્લા પુરવઠા અધિકારી અગ્ર સચિવ કે સમકક્ષ સાથે કોઈ સંબંધ નથી. મુખ્ય અધિકારી હોવાથી ત્રણ થી પાંચ કિલોમીટરની ત્રૃજયા માં રહેવો ફરજીયાત સાથે રજાના દિવસે પણ જિલ્લા વહાર જવા માટે પરવાનગી લેવા ફરજીયાત છે. જેમાં હજુ સુધી સદર કાયદાઓના પાલન કરેલ નથી. જે એમના દફતરે થી સ્પષ્ટ જાણી શકાય છે. ગુજરાત સરકાર દ્વારા તમામ પુરવઠા ને લઘુત્તમ માસિક તપાસણી કાર્યક્રમ દરેક જિલ્લા થી તાલુકા સુધી તમામ સંબંધિત અધિકારીઓ ને હોદ્દા સાથે સ્પષ્ટ પરિપત્ર છે. જે આજે દર મહિને તપાસ કરવા અને જિલ્લા પુરવઠા કચેરી સાથે રાજ્ય કચેરી માં મોકલવાનો હોય છે.અને એની સંપૂર્ણ જવાબદારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી નવસારીની છે. આરટીઆઇ એકટ હોય કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ , ભ્રષ્ટાચાર અધિનિયમ 1986 હોય કે લઘુત્તમ માસિક વેતન ધારો 1948 , કર્મચારી રાજ્ય બીમા નિગમ હોય સેવા વર્તણૂક નિયમો 1971 આજે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પોતે અમલવારી માટે કાયદાકીય રીતે નિમણૂંક થયેલ છે. આજે નવસારી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પાસે ઉપરોક્ત બાબતે માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતીઓ માંગવામાં આવેલ છે. જેથી ફરજમાં બેદરકારી સરકારના કાયદાઓનો પાલન ન કરી ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાર્યવાહી ન કરી સરકારને કાયદેસર બદનામ કરી રહ્યા છે. જેથી સરકાર શ્રી આજે દર મહિને કરોડો રૂપિયા ગરીબોને પોષણ આપતો અનાજ માં થતો ભ્રષ્ટાચારનો મુખ્ય જવાબદાર અધિકારી તરીકે ગણી કાયદેસર તત્કાલ અસરથી કાર્યવાહી કરવો ફરજીયાત છે. હવે સમાચારની ગંભીરતા થી નોંધ લઈ સરકારના સંબંધિત અધિકારીઓ કાર્યવાહી કરશે કે નવસારી જિલ્લા પુરવઠા અધિકારીની જેમ અરજદારની ડિગ્રી અને પ્રેસનો રજીસ્ટ્રેશન નં માંગી પોતાના નોલેજ આમ નાગરિકોને આપવા માટે અરજદારોને અન્ય રીતે ટેલીફોનીક પુછપરછ ધમકી વિગેરે માં સમય બરબાદ કરશે એ જોવાનું બાકી રહ્યું..

Friday, November 26, 2021

નવસારી જિલ્લામાં આમ આદમી પાર્ટીના જન સંપર્ક અભિયાન પુરજોશમાં





       આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રદેશ અધ્યક્ષ શ્રી ગોપાલ ઇટાલીયા આજના પાર્ટીના નવમા સ્થાપના દિવસે ગુજરાતની જનતા વચ્ચે આમ આદમી પાર્ટીને જ આવકાર મળ્યો છે તે બદલ ગુજરાતની જનતાનો આભાર માન્યો આવનારા સમયમાં ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સત્તા સ્થપાય અને ગુજરાતની જનતાનો આશીર્વાદ મળશે જ તેવા વિશ્વાસ સાથે આજના દિવસની ઉજવણી કાર્યકર્તાઓ સાથે કરી અને આજથી "જનમત સર્વે" તેમજ "જનસંપર્ક અભિયાન "ની શરૂઆત કરવામાં આવી છે , જન મત સર્વે એટલે કે જનતાની વચ્ચે જઈ જનતા દ્વારા જનતા એ આપેલા સૂચનો પાર્ટી માટે કઈ રીતે ગુજરાત ખાતે પાર્ટીની આગળ વધારવી જનતા ને લગતા પ્રશ્નો જનતાને પડતી મુશ્કેલીઓ ગુજરાતની જનતાને રોજગારી ના મુદ્દે પડતી મુશ્કેલીઓ આમ દરેક ક્ષેત્રમાં ગુજરાતની જનતાને પડતી મુશ્કેલીઓ બાબતે સર્વે કરવામાં આવશે અને તે સર્વે ને આધીન આમ આદમી પાર્ટી કયા આંદોલન થકી ગુજરાતના જનતાની ન્યાય અપાવી શકાય તે માટે જનમતસર્વે કાર્યક્રમ આજ રોજ થી શરૂ કરવામાં આવ્યો અને તેની સાથે સાથે જનસંપર્ક અભિયાન એટલે કે એક વ્યક્તિ સો વ્યક્તિને પાર્ટી મેં વિચારધારા સાથે જોડવા ફોર્મ ના માધ્યમ થકી તેમજ ઓનલાઇન માધ્યમ થકી પાર્ટીને વિચારધારા સાથે જોડાવા માટે જાહેર જનતાને આવકારીએ છીએ જેથી ગુજરાતની જનતા યુવાનો દરેક ક્ષેત્રના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાય તે માટે આજના રોજ આજના પાર્ટીના સ્થાપના દિવસે આ બે અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે અને તે અભિયાન થકી પાર્ટી તેમજ પાર્ટીના કાર્યકર્તાઓ માં એક નવો જોમ અને જુસ્સો જોવા મળશે તેઓ એક વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે જેથી આવનારા સમયમાં જન જન સુધી ગુજરાતના દરેક ખૂણાની સુધી શાળાના દરેક માનવી સુધી આમ આદમી પાર્ટી પહોંચી શકે તેવા શુભ આશય સાથે આ જન્મ સર્વે અને જનસંપર્ક અભિયાન આજના દિવસ શરૂ કરવામાં આવ્યા છે જે દરેક જિલ્લા તાલુકા શહેરોમાં અને ગામડાઓમાં જઈ લોકોને આ અભિયાન થકી જાગૃત કરી વર્ષ સુધી ગુજરાત માં ભાજપ અને કોંગ્રેસને મત આપી એકબીજાની મિલી સરકાર બનાવી પ્રજાને છેતરામણી કરનારી કોંગ્રેસ અને ભાજપ ને મત ન આપવા તેમજ આમ આદમી પાર્ટીને 2022માં ગુજરાતની સત્તાનું સુકાન સોંપવામાં આવે તેની સમજણ ગુજરાતના દરેક જન જન સુધી પહોંચાડવામાં આવશે આ અભિયાન ગુજરાતના વિધાનસભા ચુંટણી 2022 આમ આદમી પાર્ટી માટે નવો સૂર્યોદય થશે એવી આશા વ્યક્ત કરવામાં આવી. આમ આદમી પાર્ટી જિલ્લા પ્રવક્તા નવસારી એડવોકેટ અમિતભાઈ કચવે દ્વારા આપવામાં આવેલ છે.


Wednesday, November 24, 2021

नवसारी जिला पंचायत में विकास चरमसीमा पर ...! न्याय और कानून के नाम पर तारीख पर तारीख और अंत में एक नई तारीख




नवसारी जिला कलेक्टर श्री की नोटिस सिर्फ हवा हवाई 

नवसारी जिले में विन अधिकृत बिल्डिंगों ने जमकर मचाई लूट ..!
नवसारी जिले में भ्रष्टाचार ही भ्रष्टाचार
जवाबदेही के नाम पर सिर्फ और सिर्फ तारीख पर तारीख और अंत में एक नई तारीख




गैरकानूनी बिल्डिंग निर्माताओं और विकास अधिकारियों के भ्रष्टाचार के सामने गुजरात में दारु शराब के ठेकेदार और सुरक्षा विभाग के
अधिकारियों का भ्रष्टाचार के मामले में कद हुआ बौना ..!



बहुमंजिला इमारते गैरकानूनी होने के बावजूद धड़ल्ले से बिक रही है और इनके जवाबदार प्रशासनिक अधिकारी शासन और सरकार के ज्ञान का
फायदा उठाने में हुए सक्षम
       नवसारी जिले में आज दारु शराब बंदी होने पर मोहल्ले और गली गली में धूम मचाई है। आज कोरोना जैसी महामारी में पूरा देश कंगाल हो गया है। परंतु ऐसे विपरीत परिस्थितियों में भी दारु शराब आज जमकर कमाई किया। और इससे हर जिले में हजारों परिवारों को अवैध होने के बावजूद जमकर कमाई करवाई। हकीकत में दारु शराब आज अवैध होने के बावजूद भी संबंधित अधिकारियों के साथ जुड़े सभी को संभाल कर रखा। सरकार की नीतियों योजनाओं का भरपूर इस्तेमाल आज सिर्फ चंद नौकरशाह ही कर पा रहे हैं।


            नवसारी जिले में बहुमंजिला इमारतों ने आज जमकर कमाई कर भी रही है। और चंद नौकरशाहों को करवा भी रही है। और प्रशासनिक अधिकारी आज या तो बदली  और सरकार के नेताओं के डर से कार्यवाही करने में कतराते हैं या इनके ही साथ होकर अपनी जरूरतो को पूरा करते हैं। और दिलचस्प समाचार यह है कि नवसारी जिले में जिला पंचायत में सीधे विकास अधिकारी के नाम पर सरकार सर्वोच्च डिग्री धारकों को आज वर्षों से हर महीने करोड़ों रुपए खर्च करके पूरी फौज लाखो रूपये वेतन के साथ सभी को राजाशाही सुविधाएं मुहैया करवाने में कोई करकसर नहीं छोड़ती है। नवसारी जिला पंचायत में सीधे सीधे जिला विकास अधिकारी के साथ दो नायब जिला विकास अधिकारी छ तालुका विकास अधिकारी को नियुक्त किया गया है। और यही बात नहीं रुकती , यहां सभी गांवों में तलाटी कम मंत्री पाये जाते हैं। जो तलाटी से ज्यादा अपने आप को किसी बड़े मंत्री से कभी कम नहीं समझते हैं। इसी के साथ सभी कामों के लिए जैसे सिंचाई हेतु एक कायदे सर एक सिर्फ हिसाब और सेटिंग के लिए जिला सिंचाई अधिकारी इसी क्रम में सभी तालुका में एक एक तालुका सिंचाई अधिकारी , मार्ग और मकान विभाग में सात अधिकारी जिन्हें सिर्फ और सिर्फ सेटिंग डोंट कोम से रोड बनाने के लिए जिसमें एक भी रोड में सरकार द्वारा करोड़ों रुपए खर्च किए जाने के बावजूद एक भी रोड एग्रीमेंट के हिसाब से नहीं टिकता, और सरकार बदनाम होती है। सबसे ज्यादा यहां बहुमंजिला इमारतों और मकान में आज दिल खोलकर भ्रष्टाचार किया जाता है। और जिला विकास अधिकारी से लेकर तलाटी कम मंत्री जिसे हम लेखपाल भी कह सकते हैं। यहां पूरे जिले में बहुमंजिला इमारतों में किसी की जवाबदेही तय नहीं है। सबसे बड़ी चुनौती यहां आज सिर्फ और सिर्फ जिले के कलेक्टर श्री को ही दी जाती है। और जिले में कलेक्टर श्री आज तक फिलहाल नवसारी जिले में कार्यवाही के नाम पर कई वर्षों से एक नोटिस जारी करने का प्रावधान है वह भी बेनामी । आज तक नवसारी जिले में  भ्रष्टाचार के मामलों में कोई कार्रवाई न होने की वजह से बहुमंजिला इमारतें धड़ल्ले से बनाई जाती है। और जवाबदेही किसी भी अधिकारी की नहीं होती है। फिलहाल भले मौजूदा सरकार एनकेन प्रकारेण पूरी तरह से आंकड़ों के मायाजाल से वारंवार सत्ता में आती रहे । परंतु जमीनी हकीकत में शासन प्रशासन यहां जमकर भ्रष्टाचार करने में कामयाब है। इसे भले विकास की संज्ञा दी जाये परंतु सत्यता को झुठलाना मुश्किल है।


 

Sunday, November 21, 2021

નવસારી વિજલપોર નગરપાલિકા માં સીસી બીયુસી ફાયર એનઓસી કે કોઈ પણ સરકારી અધિકારીઓની તપાસ વગર ગેરકાયદેસર બાંધકામો ઉપર કાર્યવાહી કરવા માટે એક બીજાને ખો આપતા અધિકારીઓ ...!



                                   


                         નવસારી જિલ્લા માં આજે નવસારી નગરપાલિકા વર્ષો થી ભ્રષ્ટાચાર માં સર્વોચ્ચ ટોપટેન માં પહેલા ક્રમે આવવા માટે રાત દિવસ મહેનત મસક્કત કરી રહી છે. અને અહિં શાસન પ્રશાસનની ખરી મહેનત આજે દરેક જગ્યા નજરે પડે છે.વિકાસના નામે ફકત અને ફકત ભ્રષ્ટાચાર જ નજરે પડે છે.
                  નવસારી વિજલપોર નગરપાલિકામાં પીવાલાયક પાણીના ઠેર ઠેર ગેરકાયદેસર કારખાનાઓ એનો જીવન્ત પુરાવો સાબિત કરે છે. કે અહીં નાગરિકોને પીવા લાયક ચોખ્ખુ પાણી આપવામાં નથી આવતુ. ગરીબ થી ગરીબ નાગરિકો પીવાના પાણી ખરીદી કરવા મજબૂર છે. મોટા ભાગના અધિકારીઓ અને નેતાઓ ફક્ત ફોટો પડાવવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો આજે પુરજોશમાં ચાલી રહ્યો છે. અને નવસારી વિજલપોર નગરપાલિકામાં હજુ સુધી તપાસ કરવા માટે એક અધિકારી નથી. માહિતી અધિકાર અધિનિયમ મુજબ મળેલ માહિતી માં ગેરકાયદેસર બાંધકામો માં અધિકારીઓ એક તપાસ કરેલ નથી. અને એનો જવાબદાર અધિકારીઓ નિમણૂંક કરવામાં આવેલ નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો માં અધિકારીઓની ભુમિકા ખરેખર કાબિલે તારીફ છે. પહેલા ગેરકાયદેસર બાંધકામો કરવા માટે આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવે છે. પછી એક નોટિસ આપી આહુતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એ વધુ નવસારી વિજલપોર નગરપાલિકામાં વર્ષો થી ચાલી આવતી પરંપરા છે. 


                            ગુજરાત રાજ્યની નગરપાલિકાઓ માં ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ માટે પહેલા સરકાર દરેક જિલ્લાઓ માં જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર નિમણુંક કરી પરંતુ ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ કે ઓછુ થવા બદલે વધી ગયુ. હવે ગુજરાત સરકાર નગરપાલિકાઓ માં થતો દરેક વિભાગ માં ભ્રષ્ટાચાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે ભારત દેશના સૌથી સર્વોચ્ચ ડિગ્રી ધારકો આઈ એ એસ ને નિમણુંક કરી ઝોન માં વિભાજન કરી છે.અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ઝોન તરીકે નિમણુંક કરી છે. જેમા દક્ષિણ ગુજરાત માં ૧૯ નગરપાલિકાઓ ઉપર એક પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સુરત માં ફકત તપાસ કરવા માટે એક ટીમ ની રચના કરી છે. પરંતુ જમીની હકીકત માં આજે જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર તરીકે કાયદેસર કાર્યવાહી થતી હતી અને નગરપાલિકાઓ માં થોડી રાહત નજરે પડતી હતી. એ હવે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સુરત કચેરી  અદૃશ્ય થઈ છે.અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ આજે શોભાના ગાઠીયા સમાન છે. હજુ સુધી એક પણ ફરિયાદ કે તપાસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત કરેલ નથી. અને મુખ્યમંત્રી શ્રીની કચેરીની જેમ ફકત બેનામી નોટિસો આપી રહ્યા છે. હવે લોક ચર્ચા મુજબ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરતને સરકાર શા માટે વેતન અને સુવિધાઓ આપી રહી છે ? એ સમજવો આજે અઘરૂ નથી. પહેલા તપાસ માટે નાગરિકો કલેક્ટર શ્રીને અરજીઓ લખતા હતા. અને કાયદેસર કાર્યવાહી પણ થતી હતી.આજે કલેક્ટર નવસારીશ્રી નવસારી વિજલપોર નગરપાલિકાની ફરિયાદ અરજી  પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરતને આપે છે.તદુપરાંત એ ફરિયાદ /અરજી કલેક્ટર શ્રી નવસારીને ફરી થી મોકલી આપે છે. એક બીજા ને હુકમ કરે છે.અને ફરીથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત નવસારી કલેક્ટર શ્રીને આપી પોતાની શાંતિ અનુભવી રહ્યા છે.
 
 
                        આજે છેલ્લા એક વર્ષ થી એવી રીતે એક બીજાને તબ્દીલ કરી  અરજદારો કે ફરિયાદ કરનાર નાગરિકોને ખો આપી રહ્યા છે. અને નવસારી વિજલપોર નગરપાલિકા માં અધિકારીઓ આજે ભ્રષ્ટાચાર કાયદેસર કરી રહ્યા છે. હાલત બદ થી બદતર થવા પામી છે. ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધના બદલે ખુબ જ પ્રમાણ માં વધી ગયુ છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકા માં કર્મચારીઓ અને અધિકારીની કચેરીના બદલે નગરસેવકોના કબ્જો છે. અને નાગરિકો ધક્કા ખાવા મજબૂર થઈ ગયા છે. વિજલપોર નગરપાલિકા એક સ્વતંત્ર નગરપાલિકા હતી અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સાતમાં પગાર ધોરણ માટે રાત દિવસ મહેનત મસક્કત કરી સાતમા પગાર ધોરણની દરેક જરૂરિયાત પૂરી કરી અને ગુજરાત સરકાર દ્વારા એ ગાઈડલાઈન તપાસ કરી વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ થી આવતા મજુરોને સાતમા પગાર ધોરણ આપવા માટે હુકમ પણ કરી છે. પરંતુ હજુ સુધી નવસારી વિજલપોર નગરપાલિકાના સંબધિત અધિકારીઓ વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ થી આવતા મજુરોને સાતમા પગાર ધોરણ આપવા માટે કાર્યવાહી કરી આપવા માટે દર રોજ છટકબારી કરી રહ્યા છે. અહિં મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ અને સેંટિંગ ડોટ કોમ થી નિમણુંક થયેલ હોવા થી પોતાના માલિક સમજી રહ્યા છે. આજે એ જાણવુ જરૂરી છે કે એમને મળતો વેતન અને ચાલવા માટે મુખ્ય મંત્રી શ્રીની જેમ એરકંડીશન વાહનો અને એરકંડીશન કચેરી બધુ જ ગેરકાયદેસર છે.અને મળતો વેતન અને સુવિધાઓ માટે સરકારશ્રી પાસે નોટ છાપવાની મશીન નથી. એ બધુ રાત દિવસ મહેનત મસક્કત કરતા આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગથી આવતા નાગરિકોના ખૂન પસીનાની કમાણીના  છે.



लकवा डायाबीटीस डायालिसीस किडनी का संपूर्ण चिकित्सा


         आज २१ वी सदी के वैज्ञानिक टेक्नोलॉजी युग में जैसे जैसे मानवजीवन आधुनिक सुविधाओं से सुसज्जित हो रहा है। वैसे वैसे ही शारीरिक मानसिक मेहनत कम होती जाती है ।
आज सबसे सुरक्षित होने की जगह कमजोर होता जा रहा है। आज नई नई बीमारियों का अंबार लगा हुआ है। और ए आधुनिक वैज्ञानिक चिकित्सा पद्धति की समझ से बाहर है। एक सामान्य वायरस जिसके की प्रमाण हमारे प्राचीन ग्रंथों में वर्णित किया गया है। परंतु आधुनिक वैज्ञानिक शोधों में अभी भी यह कोसो दूर है। शायद हम भटक तो नहीं गए हैं। जिसे हमारे ऋषियों ने हजारों वर्षों से पहले ध्यान में जाकर बता दिया है उसे समझने के लिए हमारे वैज्ञानिक अभी भी भटक रहे हैं। शायद वह प्राचीन ऋषियों मुनियों की आध्यात्मिक चिकित्सा पद्धति ज्यादा कारगर है। हम सबको उसके बारे में आज सोचने की जरूरत है। जिसे हमारे वैद्य नाड़ी पकड़ कर बताते थे, और हम आज उन्हें अशिक्षित समझ रहे हैं। आज उसे हम लाखों रुपए खर्च करने के बावजूद पकड़ नहीं पा रहे हैं। जिस बीमारी को हमारे ऋषियों ने मिट्टी जल हवा अग्नि वायु के द्वारा मानव जीवन से मुक्ति दिलाने में सक्षम है। आज लाखों रुपए खर्च करने के बावजूद भी हम उसे पहचान तक नहीं पा रहे हैं। आज भी कई ऐसे स्थान हैं जहां आधुनिक वैज्ञानिक चिकित्सा पद्धति के बिना सिर्फ और सिर्फ प्राकृतिक चिकित्सा पद्धति से लोग सैकड़ों वर्ष तक स्वस्थ जीवन जी रहे हैं।और आज सरकार भी स्वदेशी यानी प्राकृतिक चिकित्सा पद्धति पर जोर दिया है। आज एक बार हम सबको इस दिशा में समझने की जरूरत है। आइये हम सभी जहां भी है वहीं इस कुदरती उपचार पद्धति से अपना और अपनों को स्वस्थ रखने में मददगार बने ...
अधिक जानकारी हेतु संपर्क करे
डा आर आर मिश्रा
लोकरक्षक हेल्थ केयर नवसारी गुजरात
संपर्क सूत्र- 9898630756
9227850786




Friday, November 19, 2021

નવસારી વિજલપોર નગરપાલિકા કરોડો રૂપિયા ના કોભાંડ ..? જવાબદાર અધિકારીઓ ફક્ત અમીરોની સેવામાં ..!










નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ કરોડો રૂપિયાના સંપત્તિ છોડી હજારો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરી સ્વભંડોળ માં ફાયદો બતાવી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીના કમિશનર ગાંધીનગરને અંગુઠા છાપ સાબિત કરવા કૃત્ય થશે મોંઘા


    નવસારી જિલ્લામાં આજે ઠેર-ઠેર દારૂ-શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો જોવા મળે છે. અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કમિશનર, એડમિનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત, કલેકટર શ્રી નવસારી, પ્રાન્ત અધિકારી શ્રી નવસારી, ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા માં છેલ્લા એક વર્ષથી ફરિયાદ કરવામાં આવી રહી છે.પરંતુ શાસન પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આજે ગેરકાયદેસર બિલ્ડીંગો માં જીવનના દરેક ક્ષેત્રમાં કરકસર થી રાત દિવસ મહેનત મસકકત કરી ખરીદી કરી નાગરિકોના નાણાં અને જીવ બન્ને જોખમી બન્યો છે. આજ સુધી એક પણ બહુમાળી બિલ્ડીંગ માં ખરેખર એનો પાયો મજબૂત છે કે કેમ ? એ આજે કોઈ પણ તપાસ કે પુરાવો વગર ભગવાન ભરોસે છે. અને નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દ્વારા ગેરકાયદેસર બાંધકામોની આકારણી માં ગુજરાત સરકારની સંબંધિત કચેરી માં આપવામાં આવેલ અહેવાલ મુજબ આકારણી ફક્ત સ્વભંડોળ માટે કરવામાં આવે છે.આકારણી કરવા થી એ કોઈ પણ સંજોગોમાં કાયદેસર ગણાય નહીં. એક બાજુ સદર તમામ બિલ્ડીંગોની મજબૂતી માટે સરકારી અધિકારીઓ દ્વારા મજબૂતી સ્ટેબીલીટી સર્ટિફિકેટ આપવામાં આવેલ નથી. બીજી તરફ સરકાર શ્રી ના કાયદા મુજબ એ બધી ગેરકાયદેસર છે. હવે સરકારના કાયદાઓ મુજબ એ બધી જ ગેરકાયદેસર બાંધકામો ડિમોલીશન કરવાની હોય છે. હવે એવી તમામ બહુમાળી બિલ્ડીંગ જેમાં કોઈ પણ જાતની મજબૂતાઇ કે કાયદેસર હોય એની સરકારી બાંહેધરી નથી.ત્યારે એમાં રહેતા નાગરિકોનો જીવ અને નાણાં બધાજ જોખમી છે. અને શાસન પ્રશાસન દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા બદલે એક બીજાને તબદીલ કરી ખો આપવામાં આવી રહ્યો છે. હવે નવસારી જિલ્લામાં બહુમાળી બિલ્ડીંગ અને એમાં રહેતા નાગરિકોનો ભવિષ્ય જાયેં તો જાયે કહાં જેવી હાલત સર્જાઇ છે.


નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી કરોડો રૂપિયાની મિલકત ધૂળ ખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી થી કરોડો રૂપિયાના શોપિંગ સેન્ટર વપરાશ વગર છેલ્લી શ્વાસ લેવા મજબૂર છે. કરોડો રૂપિયાની જમીન સુપર વીઆઇપી એરિયા માં લકવાગ્રસ્ત છે. અને નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે નગરસેવકો અધિકારીઓ કર્મચારીઓની કચેરી માં કબ્જો કરી લીધો છે.ગુજરાતરાજ્યના નગરપાલિકાઓના ઇતિહાસમાં પહેલીવાર નવસારી વિજલપોર નગરપાલિકા માં અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ માં નેતાઓ માટે એરકન્ડીશન જેની સંપૂર્ણ ખર્ચ નગરપાલિકા અને એ સરકાર થી અને સરકાર એ તમામ ખર્ચ નાગરિકો પાસે વિકાસના નામે દરેકના ભાવો માં ભરખમ વધારો કરી મેળવી રહી છે. ગુજરાત રાજ્ય સરકારના નાણાં મંત્રાલયના એક પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય કોઈને પણ એરકન્ડીશનની સુવિધા ઉપલબ્ધ નથી. છતા કરોડો રૂપિયા આજે નાગરિકોના પીવાના પાણીના બિલ બાકી હોય અને બિન અધિકૃત એરકન્ડીશન માં વીજળી બિલ ભરવામાં આવી રહી છે. અને એ પણ સેવાના નામે નગરપાલિકામાં નગરસેવકો અને અધિકારીઓ વાપરી રહ્યા છે. અને એનો લાભ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લેવામાં આવે છે. નગર સેવા સદન થી જિલ્લા સેેવાસદન સુધી સરકારના કાયદાઓ મુજબ ફક્ત આમ નાગરિકો ની અલગ અલગ સેવાઓ માટે છે.પછી કોમર્શિયલ વિજ જોડાણ અને કોમર્શિયલ વીજ બિલ કેવી રીતે ભરવા મા આવે છે. પરંતુ આજે સરકાર માં મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ કે સેટિંગ ડોટ કોમ અથવા નેતાઓની ઓળખ થી નિમણૂંક કરવામાં આવે છે. જેથી કાયદા કાનૂનની એસી કી તૈસી કરી નિમણૂંક થયેલ અધિકારીઓ આજે ફક્ત અને ફક્ત છટકબારી શોધવા મા અને સ્વહિત માટે કામો કરતા હોય છે. અને આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં કાયદેસર કાર્યવાહી કરવા માટે એક પણ અધિકારી મળવો મુશ્કેલ છે. વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ મજુરો ને સરકાર દ્વારા સાતમા પગાર ધોરણ મંજૂર કરી પરંતુ જમીની હકીકત માં જવાબદાર અધિકારીઓને હિટલરશાહી માં મજા આવતી હોય એવા પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓ માટે ઉપયોગી કચેરી ઉપર નેેતાઓ કબ્જો કર્યો છે. અને જવાબદાર અધિકારીઓ એમની સામે મજબૂર નજરે પડી રહ્યા છે. હવે સમાાચાર વાાંચતા અધિકારીઓ અને મિત્રો ઉપરોક્ત બાબતે પોતાના વક્તવ્ય આપવા વિનંતી..












Thursday, November 18, 2021

નવસારી જિલ્લામાં ચિખલી ખાતે આદિવાસી ખેડૂતોને ફરી થી સરકારી સહાય..! વારંવાર સહાય છતા કુપોષણ બેરોજગારી સૌથી વધુ ...!




ચીખલી ખાતે આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત ખેડૂતોને
મંજૂરીપત્ર અને ચેક વિતરણ કરતાં આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલ



નવસારી જિલ્લામાં રૂ.૮૨૩.૯૯ લાખના ખર્ચે કુલ ૧૬૩૯૯ લાભાર્થીઓને કિટ વિતરણ ઃ

નવસારી- ગુજરાત સરકારશ્રીની આદિવાસી કલ્યાણની વિવિધ યોજનાઓ અંતર્ગત આદિવાસી વિસ્તારોમાં ખેડૂતોને ખેતીલક્ષી યોજનાની કીટ, દુધાળા પશુ સહાય, મંજૂરીપત્ર અને ચેક વિતરણ કાર્યક્રમ રાજયના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં જ્ઞાનકિરણ ધોડિયા સમાજની વાડી સુરખાઇ, ચીખલી ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્ય સરકાર તમામ લોકોની ચિંતા કરી વ્યકિતગત લાભો તેના ઘર સુધી પહોચે તે માટે પ્રયત્નશીલ છે. જેમાં ખાસ કરીને આદિજાતિના લોકોને માળખાકીય સુવિધા, સારા રસ્તા, પાણી, વિજળી, આરોગ્ય જેવી પાયાની સુવિધાઓ આપી રહી છે. આદિજાતિના દરેક લાભાર્થીઓને લાભ મળવો જ જોઇઍ. મંત્રીશ્રીઍ આદિજાતિ વિભાગ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગની તમામ યોજનાઓ વિશે સવિસ્તાર જાણકારી આપી તેનો લાભ લેવા જણાવ્યું હતું.
મંત્રીશ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે સ્વાસ્થ્યલક્ષી અભિયાનનો પ્રારંભ કર્યો છે. જેમાં સ્કિનીંગ લઇને સારવાર સુધીની સેવા આપવામાં આવશે. જેમાં ૩૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને લાભ થશે. રાજય સરકારની અનેકવિધ પ્રજાલક્ષી યોજનાનો લાભ લેવા ઉપસ્થિત તમામને જણાવ્યું હતું.
નવસારી જિલ્લામાં રૂ.૮૨૩.૯૯ લાખના ખર્ચે કુલ ૧૬૩૯૯ લાભાર્થીઓને કિટ વિતરણ, રૂ.૪૭૨.૩૨ લાખના ખર્ચે ૯૫૦૩ વ્યકિતગત લાભાર્થીઓને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અન્વયે કિટ વિતરણ કરવામાં આવશે. આદિમજૂથ જાતિના લોકોના વિકાસ યોજના અન્વયે ૧૦૦ આવાસ માટે ૧૨૦-૦૦ લાખ મંજૂર કરવામાં આવ્યા છે. પીવાના પાણી માટે ઘેર ઘેર નળ કનેકશન યોજના માટે રૂ.૪૦-૦૦ લાખની જોગવાઇ મંજૂર કરાઇ છે. બેરોજગાર આદિજાતિના ભાઇઓ-બહેનોને રોજગારી માટે ગુજરાત સરકારશ્રીની ૪ ટકા તેમજ ભારત સરકારશ્રીની ૬ ટકા વ્યાજે લોન આપવામાં આવે છે.


 મંત્રીશ્રી નરેશભાઇ પટેલ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે ૫૧૬ જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી સહાય મંજૂરી પત્ર અને ચેક વિતરણ ઍનાયત કરાયા હતાં.
   નવસારી જિલ્લામાં આજે ગુજરાત રાજ્ય સરકાર મોટા ભાગના લોકો ને તમામ પ્રકારની મદદરૂપ થઈ રહી છે.પરંતુ જમીની હકીકત માં આજે પણ સૌથી વધુ પ્રમાણમાં બેરોજગારી અને કુપોષણ જોવા મળે છે. ખરેખર સરકાર દ્વારા આપેલ સહાય યોજના મુજબ આપવામાં આવતી મદદ મળતી જ નથી. અને એની તપાસ કરવા માટે સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓ જ સરકાર ને બદનામ કરવા કમર કસી છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય આજે સૌથી ઉતરતી કક્ષાએ પહોંચી ગઈ છે.ખેડુતોને શાની જરૂર છે એ ખેતીવાડી અધિકારી હોવા છતાં ગાંધીનગર થી આવતા અને બિન જરૂરી ટ્રસ્ટ ના મંત્રીઓ નક્કી કરે છે. રોજગાર માટે હોય કે મહિલાઓ માટે રોજગારીની તકો એ સરકાર દ્વારા નિમણૂંક અધિકારીઓ નક્કી કરવા જોઈએ.સ્વાસ્થય માટે જિલ્લા આરોગ્ય અધિકારી ના બદલે ટ્રસ્ટી મંડળ ફક્ત ભ્રષ્ટાચાર કરવા માટે નકકી કરે છે. દરેકે દરેક માટે માર્કેટ આપવા ફરજીયાત છે. પરંતુ શિક્ષણ પછી માર્કેટ ન આપવા થી ફક્ત સરકાર ની યોજનાઓ શોભાના ગાંઠિયા સમાન છે. નવસારી કૃષિ યુનિવર્સિટી માં એક માહિતી મુજબ ૭૦ લાખ રૂપિયા માં ફક્ત એક લાખ રૂપિયા ખર્ચ કરી નવસારી કૃષિ યુનિવર્સિટી ના પ્રોફેસરો અન્ય ખર્ચ બતાવી બેરોજગારી ની સંખ્યા માં વૃદ્ધિ કરવા પોતાના નોલેજ લગાવી નાણાં માં ડકૈતી જેવી કૃત્ય કર્યું છે. એવા પુરાવા આપવા છતાં ગુજરાત તકેદારી આયોગ અને સહકાર વિભાગ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરી નથી. એવી રીતે સિલાઇ મશીન બદલે સહીઓ કરાવી છે. 




Sunday, November 14, 2021

નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં સાત કરોડ નો વિકાસ .કૌન બનેગા કરોડપતિ...!



વાંસદા તાલુકામાં ૭ કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકામોનું આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલના હસ્તે ખાતમુહૂર્ત સંપન્ન



વસારી જિલ્લામાં પંચાયત વિભાગના
રૂા.૧૫ કરોડથી વધુના કામો મંજૂર થયા છે- મંત્રી શ્રી નરેશભાઇ પટેલ

રાજયના આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે વાંસદા તાલુકામાં અંદાજે રૂા.૭ કરોડથી વધુના ખર્ચે શ્રેણીબધ્ધ વિવિધ વિકાસકામોના લોકાર્પણ/ખાતમુર્હુત કર્યુ હતું.


આ અવસરે આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું છે કે, રાજ્ય સરકાર તમામ લોકોને સાથે રાખીને પ્રગતિના માર્ગે આગળ વધી રહી છે.રાજયમાં પીવાના પાણીના અસરકારક વ્‍યવસ્‍થાપન માટે અનેકવિધ યોજનાઓ અમલી બનાવી રાજયના તમામ ઘરોમાં નલથી જળ પહોંચાડવા માટે સરકાર પ્રતિબધ્‍ધ છે. મધુબન ડેમમાંથી વાંસદા, ખેરગામ, ચીખલી અને ગણદેવીના ગામોને શુધ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. રાજ્યમાં છેવાડાના ગામથી માંડીને મોટા શહેરોને ઉત્તમ પ્રકારના માર્ગોથી જોડવામાં આવ્યા છે. ગુજરાતે કોરોનાકાળમાં સમગ્ર દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરીને લોકોની તકલીફ હળવી કરવાના તમામ પ્રયત્નો કર્યા છે. નવસારી જિલ્લામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગના રૂા.૧૫ કરોડથી વધુના કામો મંજૂર થયા છે. જેનો તબકકાવાર ખાતમુહૂર્ત/લોકાર્પણ કામો હાથ ધરવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
મંત્રી શ્રી નરેશભાઇ પટેલે વધુમાં જણાવ્યું કે, કોરોના કાળમાં સમગ્ર વિશ્વના અનેક વિકસિત દેશો પણ હતપ્રભ થઇ ગયા હતા, તેવા સમયે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ દિશાદર્શન કરીને કોરોનાની અસરો કેવી રીતે ખાળી શકાય તેવું કામ કરી બતાવ્યું છે. નિરામય ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રીશ્રીએ સ્વાસ્થયલક્ષી મહાઅભિયાન શરૂ કર્યો છે. સ્કિનીંગ લઇને સારવાર સુધીની સગવડ આપવામાં આવશે. જેનો ૩૦ વર્ષથી વધુ વયના તમામ લોકોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે રૂા.૫૦-૦૦ લાખ તથા લીમઝર ગામે રૂા.૮૮.૮૯ લાખના ખર્ચે નવનિર્મિત થનાર પશુદવાખાનાથી ગ્રામજનોનુ ખૂબ જ લાભ થશે.


વાંસદા તાલુકાના ઝરી-વાંદરવેલા રોડ રૂા.૭૨-૦૦ લાખ, ઝરી-વાંદરવેલા રોડ પર સ્લેબ ડ્રેઇન રૂા.૭૫-૦૦ લાખ, પ્રતાપનગર-વાંદરવેલા રોડ રૂા.૯૬-૦૦ લાખ, મોટીવાલઝર- ઉપસળ-વણરસી રોડ રૂા.૭૬.૫૦ લાખ, ઉપસળ-ડુંગરી ફળિયા રોડ રૂા.૩૮.૧૦ લાખ, રૂપવેલ-રાયાવાડી સર્કલથી કંડોલપાડા અનાવલ રોડ રૂા.૩૫-૦૦ લાખ, ચાંપલધરા ગામે આંગણવાડી રૂા.૭-૦૦ લાખ, લાખાવાડી-ચાપલધરા-મીંઢોળા ફળિયા રોડ રૂા.૧૧૧-૦૦ લાખ તથા લાખાવાડી-લીંબરપાડા રોડ પર સ્લેબડ્રેઇનનું કામ રૂા.૭૫-૦૦ લાખના ખર્ચે હાથ ધરાશે.



Saturday, November 6, 2021

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તાપી PIO અને APIO ઉપર રુપિયા 25000/- દંડ સાથે FIR માટે ભલામણ -RTI

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તાપી PIO અને APIO ઉપર રુપિયા 25000/- દંડ સાથે FIR માટે ભલામણ -RTI

ગુજરાત રાજ્યમાં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયા છે.જેમા જાહેર હિત સંબંધિત તાપી અને સુરત જિલ્લામાં જેમાં મોટા ભાગના એક જ અધિકારી એક સ્થળે જાહેર માહિતી અધિકારી અને તાપી જિલ્લામાં અપીલ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને અમને મળેલ માહિતી મુજબ અહિં જાહેર માહિતી અધિકારી શ્રી ને માહિતીનો મ ની ખબર નથી. અને જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ સદર અધિકારી શ્રીની ગાંધીનગર માં વર્ષોથી એક જ સ્થળે કમિશનર તરીકે ફરજ બજાવતા કમિશનર સુધી છે. અને એક જ કમિશનર ગુજરાત માં વર્ષોથી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ભોગી રહ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય કમિશનર શ્રી પાસે સરકારની એવી કેવી કમજોરી છે કે મુખ્યમંત્રી સુધી સરકાર બદલાય પરંતુ કમિશનર શ્રી સુપ્રીમ કોર્ટેના કાયદાઓના ઉલંઘન કરવા છતાં એક જ સ્થળે અડિગ છે.મોટા મોટા સરકારના મંત્રીમંડળ બદલાયા પરંતુ ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના મુખ્ય કમિશનર શ્રી અડિગ છે. ગુજરાતમાં સુપ્રીમ કોર્ટે દ્વારા બેન દવાઓની તપાસ કરેલની માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માંગવામાં આવી. અને મોટા ભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રીને તપાસ ન કરેલ હોય એવી માહિતી આપવામાં આવી અને અમો સીધી તપાસ કરેલ છે. અને 350થી વધુ દવાઓ બેન છે.જેમા ફક્ત પાંચ દવાઓના નામ પુછતાં એક પણ બેન દવાના નામની ખબર નથી. જેના થી સાફ સાબિત થઈ રહ્યો છે કે તપાસ કરી છે કે અન્ય એ અહિં પુરાવો હોવા છતાં લખી શકાય નહીં. પણ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરી દરેકની જિન્દગી સાથે રમત રમી રહી છે. એમાં કોઈ શક નથી. મદદનીશ કમિશનર શ્રી પાસે એવા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરો ઉપર કાર્યવાહી કરવા માટે સત્તા નથી હોતી જેથી એ વધાની મજબૂરી સમજી શકાય છે. તાપી જિલ્લામાં ફરિયાદ થતાં એક માહિતી માંગવામાં આવી જેમાં હજુ સુધી માહિતી અધિકાર અધિનિયમ તાપી માં પાલન કરવામાં આવેલ નથી. જેના અનુસંધાને ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી ના અગાઉ ના હુકમ મુજબ રૂપિયા 25000/- દંડ અને ઉપરોક્ત માહિતી વિશાળ હિત અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ હોય જેમાં કાયદા મુજબ દસ્તાવેજી પુરાવા માં ગુમરાહ કરવા આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે દવાઓના વેચાણ કરતા સામાજિક તત્વો સાથે મિલીભગત કરી  પોતાના મળેલ સત્તા મુજબ તપાસ ન કરી નુકસાન કરવા બદલ આઇપીસી 166એ, 188,420 વિગેરે માં ગુનો નોંધી તત્કાલ હોદ્દો થી દૂર કરી તપાસ કરવા ભલામણ કરવામાં આવશે.

Tuesday, November 2, 2021

નવસારી જિલ્લામાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી સંપન્ન









            નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - નવસારી દ્વારા ધન તેરસનાં શુભ દિવસે છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની " આયુર્વેદ ફોર પોષણ " થીમ અંતર્ગત ઊજવણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવડી ખાતે કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન આયુર્વેદનાં આદ્ય દેવ શ્રી ધન્વન્તરિનું પૂજન, સર્વરોગ નિદાન કેમ્પ, લાઈવ યોગ સેશન, આયુષ ખાદ્ય મહોત્સવ, ઔષધીય વનસ્પતિ પરિચય જેવા ભિન્ન-ભિન્ન વિષયોને આવરી લેવાયા હતાં.કાર્યક્રમની શરૂઆત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનથી કરવામા આવ્યું . વૈદ્ય અમીબેન દશોંદી (મે.ઓ કાલયાવાડી હોસ્પિટલ ), વૈદ્ય. હિતેશભાઈ લિંબાચિયા (મે.ઓ તવડી ) , વૈદ્ય.માલતીબેન પટેલ ( મે.ઓ સુરખાઈ ) દ્વારા પોષણ અને આયુર્વેદ સંબંધી અલગ અલગ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું.નિદાન સારવાર કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, સાથે જ વહેલી સવારે સૌને આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ હર્બલ ટી નું પાન કરાવાયું હતું.કાર્યક્રમ અંતર્ગત ICDS વિભાગની બહેનો દ્વારા આયુષ ખાદ્ય મહોત્સવનાં ભાગ રૂપે અલગ અલગ પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી.જેમાંથી પ્રથમ ત્રણ શ્રેષ્ઠ વાનગી બનાવનાર બહેનોને ભેટ આપી બિરદાવવામાં આવી હતી.કાર્યક્રમને અંતે કાલયાવાડી આયુર્વેદ હોસ્પિટલનાં વૈદ્ય પંચકર્મ શ્રી ઊર્વીબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્ર્મમાં નવસારી જિલ્લાનો સંપૂર્ણ આયુષ પરિવાર, ICDS વિભાગની બહેનો , હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના યોગ ઇન્સ્ટ્રકટર હાજર રહ્યા હતાં..
.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયુષ પરિવાર નવસારી ના મે.ઓ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.


नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...