નવસારી જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા - નવસારી દ્વારા ધન તેરસનાં શુભ દિવસે છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની " આયુર્વેદ ફોર પોષણ " થીમ અંતર્ગત ઊજવણી સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલીયાવડી ખાતે કરવામાં આવી.સંપૂર્ણ કાર્યક્રમ દરમ્યાન આયુર્વેદનાં આદ્ય દેવ શ્રી ધન્વન્તરિનું પૂજન, સર્વરોગ નિદાન કેમ્પ, લાઈવ યોગ સેશન, આયુષ ખાદ્ય મહોત્સવ, ઔષધીય વનસ્પતિ પરિચય જેવા ભિન્ન-ભિન્ન વિષયોને આવરી લેવાયા હતાં.કાર્યક્રમની શરૂઆત જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વૈદ્ય નયનાબેન પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધનથી કરવામા આવ્યું . વૈદ્ય અમીબેન દશોંદી (મે.ઓ કાલયાવાડી હોસ્પિટલ ), વૈદ્ય. હિતેશભાઈ લિંબાચિયા (મે.ઓ તવડી ) , વૈદ્ય.માલતીબેન પટેલ ( મે.ઓ સુરખાઈ ) દ્વારા પોષણ અને આયુર્વેદ સંબંધી અલગ અલગ વિષયો પર વ્યાખ્યાન આપવામાં આવ્યું.નિદાન સારવાર કેમ્પમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો, સાથે જ વહેલી સવારે સૌને આયુર્વેદ ઔષધિઓથી બનાવેલ હર્બલ ટી નું પાન કરાવાયું હતું.કાર્યક્રમ અંતર્ગત ICDS વિભાગની બહેનો દ્વારા આયુષ ખાદ્ય મહોત્સવનાં ભાગ રૂપે અલગ અલગ પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી.જેમાંથી પ્રથમ ત્રણ શ્રેષ્ઠ વાનગી બનાવનાર બહેનોને ભેટ આપી બિરદાવવામાં આવી હતી.કાર્યક્રમને અંતે કાલયાવાડી આયુર્વેદ હોસ્પિટલનાં વૈદ્ય પંચકર્મ શ્રી ઊર્વીબેન પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.કાર્યક્ર્મમાં નવસારી જિલ્લાનો સંપૂર્ણ આયુષ પરિવાર, ICDS વિભાગની બહેનો , હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના યોગ ઇન્સ્ટ્રકટર હાજર રહ્યા હતાં..
.આ કાર્યક્રમ ને સફળ બનાવવા માટે આયુષ પરિવાર નવસારી ના મે.ઓ અને સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.
No comments:
Post a Comment