નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ કરોડો રૂપિયાના સંપત્તિ છોડી હજારો રૂપિયાના ગેરકાયદેસર બાંધકામોની આકારણી કરી સ્વભંડોળ માં ફાયદો બતાવી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અને મ્યુનિસિપાલિટીના કમિશનર ગાંધીનગરને અંગુઠા છાપ સાબિત કરવા કૃત્ય થશે મોંઘા
નવસારી જિલ્લામાં આજે ઠેર-ઠેર દારૂ-શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો જોવા મળે છે. અને ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય તકેદારી આયોગ કમિશનર, એડમિનીસ્ટ્રેશન કચેરી ગાંધીનગર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત, કલેકટર શ્રી નવસારી, પ્રાન્ત અધિકારી શ્રી નવસારી, ચીફ ઓફિસર શ્રી નવસારી વિજલપોર નગરપાલિકા માં છેલ્લા એક વર્ષથી ફરિયાદ કરવામાં આવી રહી છે.પરંતુ શાસન પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. આજે ગેરકાયદેસર બિલ્ડીંગો માં જીવનના દરેક ક્ષેત્રમાં કરકસર થી રાત દિવસ મહેનત મસકકત કરી ખરીદી કરી નાગરિકોના નાણાં અને જીવ બન્ને જોખમી બન્યો છે. આજ સુધી એક પણ બહુમાળી બિલ્ડીંગ માં ખરેખર એનો પાયો મજબૂત છે કે કેમ ? એ આજે કોઈ પણ તપાસ કે પુરાવો વગર ભગવાન ભરોસે છે. અને નવસારી વિજલપોર નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દ્વારા ગેરકાયદેસર બાંધકામોની આકારણી માં ગુજરાત સરકારની સંબંધિત કચેરી માં આપવામાં આવેલ અહેવાલ મુજબ આકારણી ફક્ત સ્વભંડોળ માટે કરવામાં આવે છે.આકારણી કરવા થી એ કોઈ પણ સંજોગોમાં કાયદેસર ગણાય નહીં. એક બાજુ સદર તમામ બિલ્ડીંગોની મજબૂતી માટે સરકારી અધિકારીઓ દ્વારા મજબૂતી સ્ટેબીલીટી સર્ટિફિકેટ આપવામાં આવેલ નથી. બીજી તરફ સરકાર શ્રી ના કાયદા મુજબ એ બધી ગેરકાયદેસર છે. હવે સરકારના કાયદાઓ મુજબ એ બધી જ ગેરકાયદેસર બાંધકામો ડિમોલીશન કરવાની હોય છે. હવે એવી તમામ બહુમાળી બિલ્ડીંગ જેમાં કોઈ પણ જાતની મજબૂતાઇ કે કાયદેસર હોય એની સરકારી બાંહેધરી નથી.ત્યારે એમાં રહેતા નાગરિકોનો જીવ અને નાણાં બધાજ જોખમી છે. અને શાસન પ્રશાસન દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા બદલે એક બીજાને તબદીલ કરી ખો આપવામાં આવી રહ્યો છે. હવે નવસારી જિલ્લામાં બહુમાળી બિલ્ડીંગ અને એમાં રહેતા નાગરિકોનો ભવિષ્ય જાયેં તો જાયે કહાં જેવી હાલત સર્જાઇ છે.
નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે વર્ષોથી કરોડો રૂપિયાની મિલકત ધૂળ ખાઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી થી કરોડો રૂપિયાના શોપિંગ સેન્ટર વપરાશ વગર છેલ્લી શ્વાસ લેવા મજબૂર છે. કરોડો રૂપિયાની જમીન સુપર વીઆઇપી એરિયા માં લકવાગ્રસ્ત છે. અને નવસારી વિજલપોર નગરપાલિકામાં આજે નગરસેવકો અધિકારીઓ કર્મચારીઓની કચેરી માં કબ્જો કરી લીધો છે.ગુજરાતરાજ્યના નગરપાલિકાઓના ઇતિહાસમાં પહેલીવાર નવસારી વિજલપોર નગરપાલિકા માં અધિકારીઓ અને કર્મચારીઓની કચેરીઓ માં નેતાઓ માટે એરકન્ડીશન જેની સંપૂર્ણ ખર્ચ નગરપાલિકા અને એ સરકાર થી અને સરકાર એ તમામ ખર્ચ નાગરિકો પાસે વિકાસના નામે દરેકના ભાવો માં ભરખમ વધારો કરી મેળવી રહી છે. ગુજરાત રાજ્ય સરકારના નાણાં મંત્રાલયના એક પરિપત્ર મુજબ અગ્ર સચિવ અથવા એના સમકક્ષ સિવાય કોઈને પણ એરકન્ડીશનની સુવિધા ઉપલબ્ધ નથી. છતા કરોડો રૂપિયા આજે નાગરિકોના પીવાના પાણીના બિલ બાકી હોય અને બિન અધિકૃત એરકન્ડીશન માં વીજળી બિલ ભરવામાં આવી રહી છે. અને એ પણ સેવાના નામે નગરપાલિકામાં નગરસેવકો અને અધિકારીઓ વાપરી રહ્યા છે. અને એનો લાભ દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા લેવામાં આવે છે. નગર સેવા સદન થી જિલ્લા સેેવાસદન સુધી સરકારના કાયદાઓ મુજબ ફક્ત આમ નાગરિકો ની અલગ અલગ સેવાઓ માટે છે.પછી કોમર્શિયલ વિજ જોડાણ અને કોમર્શિયલ વીજ બિલ કેવી રીતે ભરવા મા આવે છે. પરંતુ આજે સરકાર માં મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ કે સેટિંગ ડોટ કોમ અથવા નેતાઓની ઓળખ થી નિમણૂંક કરવામાં આવે છે. જેથી કાયદા કાનૂનની એસી કી તૈસી કરી નિમણૂંક થયેલ અધિકારીઓ આજે ફક્ત અને ફક્ત છટકબારી શોધવા મા અને સ્વહિત માટે કામો કરતા હોય છે. અને આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં કાયદેસર કાર્યવાહી કરવા માટે એક પણ અધિકારી મળવો મુશ્કેલ છે. વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓ મજુરો ને સરકાર દ્વારા સાતમા પગાર ધોરણ મંજૂર કરી પરંતુ જમીની હકીકત માં જવાબદાર અધિકારીઓને હિટલરશાહી માં મજા આવતી હોય એવા પ્રદર્શન કરી રહ્યા છે. કર્મચારીઓ માટે ઉપયોગી કચેરી ઉપર નેેતાઓ કબ્જો કર્યો છે. અને જવાબદાર અધિકારીઓ એમની સામે મજબૂર નજરે પડી રહ્યા છે. હવે સમાાચાર વાાંચતા અધિકારીઓ અને મિત્રો ઉપરોક્ત બાબતે પોતાના વક્તવ્ય આપવા વિનંતી..
No comments:
Post a Comment