નવસારી જિલ્લા માં આજે નવસારી નગરપાલિકા વર્ષો થી ભ્રષ્ટાચાર માં સર્વોચ્ચ ટોપટેન માં પહેલા ક્રમે આવવા માટે રાત દિવસ મહેનત મસક્કત કરી રહી છે. અને અહિં શાસન પ્રશાસનની ખરી મહેનત આજે દરેક જગ્યા નજરે પડે છે.વિકાસના નામે ફકત અને ફકત ભ્રષ્ટાચાર જ નજરે પડે છે.
નવસારી વિજલપોર નગરપાલિકામાં પીવાલાયક પાણીના ઠેર ઠેર ગેરકાયદેસર કારખાનાઓ એનો જીવન્ત પુરાવો સાબિત કરે છે. કે અહીં નાગરિકોને પીવા લાયક ચોખ્ખુ પાણી આપવામાં નથી આવતુ. ગરીબ થી ગરીબ નાગરિકો પીવાના પાણી ખરીદી કરવા મજબૂર છે. મોટા ભાગના અધિકારીઓ અને નેતાઓ ફક્ત ફોટો પડાવવા માટે ઉપયોગી સાબિત થઈ રહ્યા છે. ઠેર ઠેર દારૂ શરાબનો અડ્ડોની જેમ ગેરકાયદેસર બાંધકામો આજે પુરજોશમાં ચાલી રહ્યો છે. અને નવસારી વિજલપોર નગરપાલિકામાં હજુ સુધી તપાસ કરવા માટે એક અધિકારી નથી. માહિતી અધિકાર અધિનિયમ મુજબ મળેલ માહિતી માં ગેરકાયદેસર બાંધકામો માં અધિકારીઓ એક તપાસ કરેલ નથી. અને એનો જવાબદાર અધિકારીઓ નિમણૂંક કરવામાં આવેલ નથી. નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર બાંધકામો માં અધિકારીઓની ભુમિકા ખરેખર કાબિલે તારીફ છે. પહેલા ગેરકાયદેસર બાંધકામો કરવા માટે આરતી પૂજા પાઠ યજ્ઞ હવન કરાવે છે. પછી એક નોટિસ આપી આહુતિ કરવા પ્રોત્સાહિત કરે છે. એ વધુ નવસારી વિજલપોર નગરપાલિકામાં વર્ષો થી ચાલી આવતી પરંપરા છે.
ગુજરાત રાજ્યની નગરપાલિકાઓ માં ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ માટે પહેલા સરકાર દરેક જિલ્લાઓ માં જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર નિમણુંક કરી પરંતુ ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધ કે ઓછુ થવા બદલે વધી ગયુ. હવે ગુજરાત સરકાર નગરપાલિકાઓ માં થતો દરેક વિભાગ માં ભ્રષ્ટાચાર ઉપર કાયદેસર કાર્યવાહી કરવા માટે ભારત દેશના સૌથી સર્વોચ્ચ ડિગ્રી ધારકો આઈ એ એસ ને નિમણુંક કરી ઝોન માં વિભાજન કરી છે.અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ઝોન તરીકે નિમણુંક કરી છે. જેમા દક્ષિણ ગુજરાત માં ૧૯ નગરપાલિકાઓ ઉપર એક પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સુરત માં ફકત તપાસ કરવા માટે એક ટીમ ની રચના કરી છે. પરંતુ જમીની હકીકત માં આજે જિલ્લા મ્યુનિસ્પલ ઓફિસર તરીકે કાયદેસર કાર્યવાહી થતી હતી અને નગરપાલિકાઓ માં થોડી રાહત નજરે પડતી હતી. એ હવે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ સુરત કચેરી અદૃશ્ય થઈ છે.અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ આજે શોભાના ગાઠીયા સમાન છે. હજુ સુધી એક પણ ફરિયાદ કે તપાસ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત કરેલ નથી. અને મુખ્યમંત્રી શ્રીની કચેરીની જેમ ફકત બેનામી નોટિસો આપી રહ્યા છે. હવે લોક ચર્ચા મુજબ પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરતને સરકાર શા માટે વેતન અને સુવિધાઓ આપી રહી છે ? એ સમજવો આજે અઘરૂ નથી. પહેલા તપાસ માટે નાગરિકો કલેક્ટર શ્રીને અરજીઓ લખતા હતા. અને કાયદેસર કાર્યવાહી પણ થતી હતી.આજે કલેક્ટર નવસારીશ્રી નવસારી વિજલપોર નગરપાલિકાની ફરિયાદ અરજી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત અને પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરતને આપે છે.તદુપરાંત એ ફરિયાદ /અરજી કલેક્ટર શ્રી નવસારીને ફરી થી મોકલી આપે છે. એક બીજા ને હુકમ કરે છે.અને ફરીથી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ સુરત નવસારી કલેક્ટર શ્રીને આપી પોતાની શાંતિ અનુભવી રહ્યા છે.
આજે છેલ્લા એક વર્ષ થી એવી રીતે એક બીજાને તબ્દીલ કરી અરજદારો કે ફરિયાદ કરનાર નાગરિકોને ખો આપી રહ્યા છે. અને નવસારી વિજલપોર નગરપાલિકા માં અધિકારીઓ આજે ભ્રષ્ટાચાર કાયદેસર કરી રહ્યા છે. હાલત બદ થી બદતર થવા પામી છે. ભ્રષ્ટાચાર ઉપર પ્રતિબંધના બદલે ખુબ જ પ્રમાણ માં વધી ગયુ છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકા માં કર્મચારીઓ અને અધિકારીની કચેરીના બદલે નગરસેવકોના કબ્જો છે. અને નાગરિકો ધક્કા ખાવા મજબૂર થઈ ગયા છે. વિજલપોર નગરપાલિકા એક સ્વતંત્ર નગરપાલિકા હતી અને સરકારશ્રીની ગાઈડ લાઈન મુજબ સાતમાં પગાર ધોરણ માટે રાત દિવસ મહેનત મસક્કત કરી સાતમા પગાર ધોરણની દરેક જરૂરિયાત પૂરી કરી અને ગુજરાત સરકાર દ્વારા એ ગાઈડલાઈન તપાસ કરી વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ થી આવતા મજુરોને સાતમા પગાર ધોરણ આપવા માટે હુકમ પણ કરી છે. પરંતુ હજુ સુધી નવસારી વિજલપોર નગરપાલિકાના સંબધિત અધિકારીઓ વિજલપોર નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગ થી આવતા મજુરોને સાતમા પગાર ધોરણ આપવા માટે કાર્યવાહી કરી આપવા માટે દર રોજ છટકબારી કરી રહ્યા છે. અહિં મોટા ભાગના અધિકારીઓ આરક્ષણ અને સેંટિંગ ડોટ કોમ થી નિમણુંક થયેલ હોવા થી પોતાના માલિક સમજી રહ્યા છે. આજે એ જાણવુ જરૂરી છે કે એમને મળતો વેતન અને ચાલવા માટે મુખ્ય મંત્રી શ્રીની જેમ એરકંડીશન વાહનો અને એરકંડીશન કચેરી બધુ જ ગેરકાયદેસર છે.અને મળતો વેતન અને સુવિધાઓ માટે સરકારશ્રી પાસે નોટ છાપવાની મશીન નથી. એ બધુ રાત દિવસ મહેનત મસક્કત કરતા આદિવાસી દલિત શોષિત વંચિત આર્થિક પછાત વર્ગથી આવતા નાગરિકોના ખૂન પસીનાની કમાણીના છે.
No comments:
Post a Comment