ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તાપી PIO અને APIO ઉપર રુપિયા 25000/- દંડ સાથે FIR માટે ભલામણ -RTI
ગુજરાત રાજ્યમાં આજે ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચી ગયા છે.જેમા જાહેર હિત સંબંધિત તાપી અને સુરત જિલ્લામાં જેમાં મોટા ભાગના એક જ અધિકારી એક સ્થળે જાહેર માહિતી અધિકારી અને તાપી જિલ્લામાં અપીલ અધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે. અને અમને મળેલ માહિતી મુજબ અહિં જાહેર માહિતી અધિકારી શ્રી ને માહિતીનો મ ની ખબર નથી. અને જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ સદર અધિકારી શ્રીની ગાંધીનગર માં વર્ષોથી એક જ સ્થળે કમિશનર તરીકે ફરજ બજાવતા કમિશનર સુધી છે. અને એક જ કમિશનર ગુજરાત માં વર્ષોથી લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી જેવી સુવિધાઓ ભોગી રહ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મુખ્ય કમિશનર શ્રી પાસે સરકારની એવી કેવી કમજોરી છે કે મુખ્યમંત્રી સુધી સરકાર બદલાય પરંતુ કમિશનર શ્રી સુપ્રીમ કોર્ટેના કાયદાઓના ઉલંઘન કરવા છતાં એક જ સ્થળે અડિગ છે.મોટા મોટા સરકારના મંત્રીમંડળ બદલાયા પરંતુ ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રની કચેરીના મુખ્ય કમિશનર શ્રી અડિગ છે. ગુજરાતમાં સુપ્રીમ કોર્ટે દ્વારા બેન દવાઓની તપાસ કરેલની માહિતી અધિકાર અધિનિયમ મુજબ માહિતી માંગવામાં આવી. અને મોટા ભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર શ્રીને તપાસ ન કરેલ હોય એવી માહિતી આપવામાં આવી અને અમો સીધી તપાસ કરેલ છે. અને 350થી વધુ દવાઓ બેન છે.જેમા ફક્ત પાંચ દવાઓના નામ પુછતાં એક પણ બેન દવાના નામની ખબર નથી. જેના થી સાફ સાબિત થઈ રહ્યો છે કે તપાસ કરી છે કે અન્ય એ અહિં પુરાવો હોવા છતાં લખી શકાય નહીં. પણ આજે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર કચેરી દરેકની જિન્દગી સાથે રમત રમી રહી છે. એમાં કોઈ શક નથી. મદદનીશ કમિશનર શ્રી પાસે એવા ફુડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટરો ઉપર કાર્યવાહી કરવા માટે સત્તા નથી હોતી જેથી એ વધાની મજબૂરી સમજી શકાય છે. તાપી જિલ્લામાં ફરિયાદ થતાં એક માહિતી માંગવામાં આવી જેમાં હજુ સુધી માહિતી અધિકાર અધિનિયમ તાપી માં પાલન કરવામાં આવેલ નથી. જેના અનુસંધાને ગુજરાત રાજ્ય માહિતી આયોગ કમિશનર શ્રી ના અગાઉ ના હુકમ મુજબ રૂપિયા 25000/- દંડ અને ઉપરોક્ત માહિતી વિશાળ હિત અને સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ હોય જેમાં કાયદા મુજબ દસ્તાવેજી પુરાવા માં ગુમરાહ કરવા આદિવાસીઓ દલિતો વંચિત શોષિત પીડિત આર્થિક પછાત વર્ગના નાગરિકોના સ્વાસ્થ્ય સાથે દવાઓના વેચાણ કરતા સામાજિક તત્વો સાથે મિલીભગત કરી પોતાના મળેલ સત્તા મુજબ તપાસ ન કરી નુકસાન કરવા બદલ આઇપીસી 166એ, 188,420 વિગેરે માં ગુનો નોંધી તત્કાલ હોદ્દો થી દૂર કરી તપાસ કરવા ભલામણ કરવામાં આવશે.
No comments:
Post a Comment