Saturday, May 25, 2019

સુરતમા માસુમ વિદ્યાર્થીઓના જીવન મોતમા તબ્દીલ કરનાર અધિકારીઓને સજા ક્યારે..? નવસારી જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ સબક લઈ સુધરશે ખરા...?

સુરતમા માસુમ વિદ્યાર્થીઓના જીવન મોતમા તબ્દીલ કરનાર અધિકારીઓને સજા ક્યારે..?
    નવસારી જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ સબક લઈ સુધરશે ખરા...?


સુરતમાં સરથાણ ખાતે આગ થી ૨૦થી વધુ માસુમ નાગરિકોની વિદ્યાર્થીઓની મોત થયુ છે. વિશ્વમાં પ્રથમ ક્રમે સૂરત શહેર વિકસિત શહેરમાં આજે જમીની હકીકત થી પર્દાફાશ થયુ છે. આજે શાસન અને પ્રશાસનિક અધિકારીઓની મિલીભગતનો નાગરિકો માસુમ વિદ્યાર્થીઓ પોતાનુ જીવન આપી ચુકતે કર્યુ છે. અને સરકાર અજુ સુધી તપાસની વાતો કરી છટકબારી કરી માત્ર રૂપિયા થી ભરપાઈ કરી રહી છે. એમાં કોઈ નેતાનો સ્વજન કે પરિવારનો નથી. એમાં શું તપાસ કરવાનુ છે.? ખબર જ છે .. એના સંબધિત તપાસ અધિકારીઓ એની કચેરી માં જ છે..? જે જે અધિકારીની જવાબ દારી છે .એવા દરેકના  ઉપર આઇપીસીની કલમ મુજબ પહેલા જેલ માં મોકલી આપવો જોઈએ. ભ્રષ્ટાચારનો અંત કરવા માટે એક જ વ્યક્તિ છે. એ ફકત અને ફકત છે શ્રી નરેન્દ્રભાઇ મોદી.. એમનો જ કાયદો દેશ માં અમલીકરણ કરવો આજે ફરજિયાત કરવો જોઈએ. જેટલા માસુમોની મૌત થઈ ઓછા માં ઓછું એટલા  જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટરો ઈજનેરો તત્કાળ જેલ માં મુકી દેવો જોઈએ.પછી એ કારકૂન હોય કે કલેકટર, નેતા હોય કે અભિનેતા.. નગરસેવક હોય કે મંત્રી..*પરંતુ એ કૌણ કરી શકે .. હમામ મે સબ નંગે ... તપાસની પ્રક્રિયા લાબું ચાલશે અને છેલ્લે ઢાક કે તીન પાત..*હવે મોત ઉપર રાજનીતિ થશે.અને એની કીમત અલગ અલગ વિભાગના  અધિકારીઓ વસૂલ કરશે..*
         નવસારી જિલ્લાના નેતાઓ અને અધિકારીઓ                    સબક લઈ સુધરશે ખરા...?

નવસારી જિલ્લામાં આજે વર્ષોથી ઠેર ઠેર પાચ થી દસ માળની હાઈરાઈઝ બિલ્ડીંગો બનાવવા માં આવી રહી છે. પરંતુ મોટા ભાગની બિલ્ડિગો માં આગ ઓલવવા માટે સુવિધા છે કે કેમ..? કાયદેસર અહી નગરપાલિકાઓ માં તપાસ કરનાર અધિકારી જ નથી. અને અધિકારીઓ અહીં કરોડો રૂપિયા ના કૌભાંડ કરવામાં પોતાના માઈન્ડ વધુ પ્રમાણમાં વાપરે છે. સૌથી મોટી વાત એ છે કે નગરપાલિકાઓ માં આજે વર્ષોથી પાચથી  દસ માળ સુધી આગ ઓલવવા માટે એક ફાયર ફાઈટર નથી. વારંવાર મીડિયા દ્વારા અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે. પરંતુ અહીં શાસનના નેતાઓ અને  પ્રશાસન ના અધિકારીઓ મોટા ભાગે વિકાસ ફાઈલો માં જ પદ્ધતિસર કંપલીટ રાખે છે. હવે માસુમ બાળકો નો જીવન બલિદાન થી નવસારી જીલ્લાને પણ સબક લેવો જોઈએ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...