Saturday, May 11, 2019

નવસારી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રીની કામાગીરી ખરેખર કાબીલેતારીફ કે .....?

નવસારી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રીની કામગીરી ખરેખર કાબીલેતારીફ કે .....? 
                    નવસારી જિલ્લાના ભુસ્તરશાસ્ત્રીના કામગીરીથી આજે સરકાર સાથે પ્રશાસનિક અધિકારીઓ સામે સવાલિયા નિશાન ઉભો થયો છે. એવા અધિકારીઓના કામકાજો થી આજે સરકાર બદનામ થઈ રહી છે.એક તપાસ માં જ નવસારી જિલ્લાના કરોડો રૂપિયાના કોભાંડો બહાર આવેલ છે.એવી રીતે સદર અધિકારીના આજ સુધી દરેક કામોની કાયદેસર તપાસ થાય ત્યારે વિદ્વાનો અને જાણકારોના મંતવ્ય મુજબ અરબો રૂપિયાના કોભાંડ બહાર આવી શકે છે. પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થા દ્વારા વારંવાર સમાચાર પત્રો માં આવતા અહેવાલ અને થતી ફરિયાદ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા આવેલ હુકમ સાથે નવસારી જિલ્લામાં પાણીનો સંકટની  સત્યતા જાણવા માટે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ એક માહિતી માગવામાં આવેલ છે. નવસારી જિલ્લાની સદર કચેરીમાં  વર્ષોથી ભ્રષ્ટાચાર ચરમ સીમાએ રાજ કરી રહ્યો છે. સદર નવસારી જિલ્લાની કચેરીમાં આરસીપીએસ એક્ટ ૨૦૧૩ હોય કે માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫, સુરક્ષાના નિયમો હોય કે સદર કચેરી સંબધિત માટી રેતી કપચીની ખાણો માં મજુરોની હાલત આજે તદ્દન ગંભીર છે.અને સદર કચેરીમાં કોઈ પણ અરજદારને જવાબ કાયદેસર આપવામાં આવતો જ નથી. અને કોઈ પણ કાયદાઓના પાલન કરવો સદર કચેરીના અધિકારીઓ ગુન્હો સમજે છે. ટેલીફોન હોય કે મોબાઈલ સદર કચેરીના મુખ્ય  અધિકારીશ્રી બાત કરવા યોગ્ય નથી સમજતા.મળેલ માહિતી મુજબ સદર કચેરીના મુખ્ય અધિકારી શ્રી નવસારી જિલ્લાના અન્ય અધિકારીઓ હોય કે સરકાર દરેકે દરેક ને કાયદાકીય જોગવાઈ મુજબ કામ નથી કરતાની બાતો કરતા જોવા મળે છે. આજે ઉપરોક્ત તપાસ માં જાણકારોના મંતવ્ય અને થતી ચર્ચા મુજબ સદર અધિકારીની પુરેપુરી જવાબદારી છે. અને થયેલ તપાસ ખરેખર એમની જ છે. જેથી કુદરતી ન્યાયના સિધ્ધાંત મુજબ દંડની રકમ એમની પાસે જ વસુલ કરવાની હોય છે.હવે સરકારના સંબધિત અધિકારીઓ આગળની કાર્યવાહી કઈ રીતે કરશે એના ઉપર સૌની નજર રહેશે....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...