Friday, May 31, 2019

નવસારી જિલ્લા આયોજન મંડળ નવસારી માં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આરટીઆઈ લકવાગ્રસ્ત.! જવાબદાર અધિકારીશ્રી ની તજજ્ઞતાનો પુરાવો ખરેખર દુરભાગ્યપૂર્ણ અને શરમજનક .?

નવસારી જિલ્લા આયોજન મંડળ નવસારી માં ભ્રષ્ટાચાર વિરૂદ્ધ આરટીઆઈ લકવાગ્રસ્ત...! જવાબદાર અધિકારીશ્રીની તજજ્ઞતાનો પુરાવો ખરેખર દુરભાગ્યપૂર્ણ અને શરમજનક .?
નવસારી જિલ્લા માં જિલ્લા આયોજન મંડળ કચેરી નવસારી દ્વારા સરકાર દર વર્ષે કરોડો રૂપિયા વિભિન્ન યોજનાઓ તહત જુદી જુદી કચેરીઓ કે અમલીકરણ અધિકારીઓ ને વિકાસ લક્ષી નાગરિકોના જાહેર હિત શિક્ષા સ્વાસ્થ્ય સુરક્ષા બેરોજગારી માનવ ઉત્થાન વગેરે માં ખર્ચ કરે છે. 
નવસારી જીલ્લામાં જીલ્લા આયોજન કચેરી દ્વારા સરકારની જોગવાઈ મુજબ થતા કામોની સંક્ષિપ્ત પરિચય:- 
નવસારી જીલ્લામાં જીલ્લા આયોજન અધિકારી હોય છે જેમને અન્ય કર્મચારીવર્ગ મદદ કરે છે. જીલ્‍લા આયોજન કચેરી કલેકટરશ્રીની સીધી દેખરેખ હેઠળ કામગીરી બજાવે છે, જીલ્‍લા આયોજન અધિકારશ્રી, જીલ્લા આયોજન મંડળના સભ્ય-સચિવ તરીકેની ફરજો બજાવે છે.
વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળ વિવિધ જોગવાઈઓ જેવી કે ૧૫%વિવેકાધીન સામાન્ય/ખાસ અંગભૂત,%પ્રોત્સાહક,વિવેકાધીન નગરપાલીકા,જિલ્લા વહીવટી હસ્તક (કલેકટરશ્રી)/ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા કક્ષા, ૪૯ -વિકાસશીલ તાલુકા,રાષ્ટ્રીય પર્વ,આપનો તાલુકો વાયબ્રન્ટ તાલુકો(.ટી.વી.ટી.)ધારાફંડ, સંસદ ફંડ, સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ(બી..ડી.પી.),અંતર્ગત જોગવાઇની પ્રાથિમક મંજૂરી તથા સક્ષમ કક્ષાએથી રજૂ કરેલ તાંત્રિક મંજૂરીની ચકાસણી બાદ વહીવટી મંજૂરી,ગ્રાન્‍ટ ફાળવણી,ગ્રાન્‍ટના હિસાબોની કામગીરી,અમલી કરણ અઘિકારીશ્રીઓ પાસેથી કંમ્‍પલીશન સર્ટીફીકેટ મેળવી બચત રકમ જમા કરાવવા અંગેની સંપૂર્ણ કામગીરી જીલ્‍લા આયોજન કચેરી મારફત કરવામાં આવે છે.વઘુમાં, પવિત્ર યાત્રાઘામ અને પ્રવાસન હેઠળ યોજનાની કામગીરી સાથે માનવ વિકાસ સૂચકાંકો તૈયાર કરવા તાલુકા કક્ષાનો પ્‍લાન તૈયાર કરવામાં આવે છે.
આજે કાયમી ધોરણે જાહેર હિતના કામો માં ભ્રષ્ટાચાર થતો હોય . અને જાગૃત નાગરિકો મીડિયા જગતના મિત્રો વિદ્વાનો વગેરે દ્વારા થતી ફરિયાદના અનુસંધાન માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ દ્વારા જમીની હકીકત શું છે?  જાણવા માટે મા.અ.અ.૨૦૦૫ના કલમ ૨૪ મુજબ ભ્રષ્ટાચાર વિરૂદ્ધ એક માહિતી તારીખ ૧૫/૦૪/૨૦૧૯ના રોજ માગવામાં આવેલ હતી. અને સદર કચેરીના જાહેર માહિતી અધિકારી શ્રી વર્ગ-૧ના અધિકારીઓ સમાવેશ થાય છે . કાયદા મુજબ અરજદારને નિરીક્ષણ કરવા પત્ર પાઠવેલ હતા.અને નિયમ મુજબ નિરીક્ષણ દરમિયાન જાહેર માહિતી અધિકારી શ્રી જેમની સંપૂર્ણ જવાબદારી હોય છે. કચેરીમાં એક જ કામ માટે જુદી જુદી ફાઈલો હોય .જેવા કે કામો ની સીસી,યુટીસી,પાકુ બિલો પ્રગતિ પત્ર વગેરે નિરીક્ષણ માટે કોઈ પણ સવાલો વગર જોઈ જવા હુકમ કરતા પોતાની શૈક્ષણિક લાયકાત અને અનુભવનો પ્રદર્શન કરેલ હતા. આજે લાખો રૂપિયાના બાકડા કે પિક અપ સ્ટેંડ ઉપર કોઈ પણ સંસદ સભ્ય કે ધારા સભ્ય નો નામ લખવો ગુનો હોવા છતા ગેરકાયદેસર કોઈ પણ પાકુ બિલ સીસી જરૂરી ડોકોમેંટ વગર પાડોસી દેશ થી તદ્દન મફત નો નાણુ હોય એવી રીતે બિલો પાસ કરેલ છે. શિક્ષણ ક્ષેત્રે બ્રાંડેડ કોમ્પ્યુટરના પાકુ બિલો લેવામાં આવેલ નથી. મોટાભાગના કામો માં સીસી યુટીસી પ્રોસેસ રિપોર્ટ વગર બિલો પાસ કરેલ છે. નવસારી નગરપાલિકા દ્વારા આર્મી ટ્રેનિંગ માટે આશરે પાંચ લાખ રૂપિયાનો બિલ પાસ થયેલ છે. તપાસ કરતા કોઈ પણ સ્થળે આર્મી ટ્રેનિંગ આપવામાં આવતુ નથી.એવી રીતે ખરેખર તપાસ કરવામાં આવે ત્યારે કરોડો રૂપિયાના કોભાંડ બહાર આવશે એવુ આજે ચર્ચા ચાલી રહેલ છે. અને કાયદેસર ફાઈલો મળેલ નથી.એમના જ કર્મચારીને ફાઈલો માં સઘન તપાસ કરતા કાયદેસર સીસી,યુટીસી,પ્રોસેસ રિપોર્ટ મળેલ ન હોવાથી સતત ત્રણ દિવસ પસાર થયેલ હોય જેથી માહિતી નિરીક્ષણ બંધ કર્વા ફરજ પડી હતી. અને માહિતી કાયદેસર ક્રમશ: કરવા લેખિત માં રજુવાત કરેલ છતા કોઈ કાર્યવાહી કે માહિતી તબ્દીલ કરેલ નથી.  અને ભારતના પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી પોતાના વકત્વ્ય માં કહે છે કે "આરટીઆઈ કા મતલબ  સવાલ પૂછને કા અધિકાર" અને લાખો રૂપિયાના  ગરીબો મજુરો દલિતો આદિવાસિયો સામાન્ય થી સર્વોચ્ચ સુધી કાર્યરત નાગરિકોના રાત દિવસ ખુન પસીના અને મહેનત મસક્કતના કમાણીના ચોખ્ખુ રૂપિયા નવસારી જિલ્લા આયોજન મંડળ નવસારી દ્વારા  સરકારની જોગવાઈ વગર ખર્ચ કરવામાં આવેલ છે. મળેલ માહિતી મુજબ અહિં કાયદા મુજબ ખર્ચ કરવામાં આવતુ જ નથી. કોઈ પણ કામ કાયદેસર સમયસર ન થયેલ હોય તો પણ બિલ સમયસર ચુકવવામાં આવે છે. બે કે ત્રણ વર્ષ પહેલા થયેલ કામોની આજ સુધી કાયદેસર સીસી યુટીસી કે પાકુ બિલો નિરીક્ષણ માં જોવા મળેલ નથી. 
                   નવસારી જિલ્લા આયોજન મડળ નવસારી દ્વારા આપેલ બિલો અને  કામો સરકારની જોગવાઈ મુજબ થયેલ કામો ની સીસી યુટીસી કે પાકુ બિલો ની માંગ કરતા જાંબાજ અનુભવી તજજ્ઞ અધિકારી શ્રી દ્વારા આપેલ જવાબ જેની એક તસ્વીરની ઝેરોક્ષ નકલ મુકવામાં આવેલ છે કે અમલીકરણ અધિકારીઓ પાસે મેળવી લેવા . હવે કાયદા કાનુનનો જાણકાર તજજ્ઞ અનુભવી અધિકારી શ્રીને કૌણ સમજાવશે કે આપશ્રી દ્વારા આપેલ નાણું ક્યા અધિકારીને ક્યારે કેટલા આપેલ છે. ખરેખર આપેલ છે કે ફકત ફાઈલમાં જ વિકાસ થયેલ છે..?  એક અરજદારને ક્યાં થી ખબર હોય .. હવે આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લાના સમાહર્તા જે સદર કચેરીના નિયંત્રણ અધિકારી છે એમની દેખરેખ માં ચાલે છે. તપાસ અને કાર્યવાહી કરશે ખરા..? એ જોવાનુ બાકી રહ્યુ ...
            

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...