Saturday, May 18, 2019

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ (નૂડા) માં નકલી માહિતી અધિકારી ઝડપાયો..! ગૈરકાયદેસર બાંધકામોના જવાબ અને કાયદેસર તપાસ કૌણ કરશે..?

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના તપાસ અધિકારીઓની કામગીરી કાબીલેતારીફ કે .....? 
સરકાર બદનામ કરવા માટે નુડાના તપાસ અધિકારીઓ કમરકશી ..! જવાબદાર કૌણ...?

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ (નુડા) માં આરટીઆઈ લકવા ગ્રસ્ત ...?

આજે 14 વર્ષે પૂર્ણ થતા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં જેનો મુખ્ય કારોબારી અધિકારી નવસારી જિલ્લાના સમાહર્તા તરીકે પોતે કલેકટર શ્રી છે. ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી આર આર વરસાણીના હુકમની એસી તૈસી કરવામાં આવી રહ્યો છે.આજે ચાર વર્ષ થી સદર કચેરી કાર્યરત છે.માહિતી અધિકારના કાયદા મુજબ 100 દિવસ માં તમામ કાયદાઓ અમલમાં લાવો ફરજીયાત છે. છતાં આજ સુધી સદર કચેરીના જાહેર માહિતી અધિકારી કલેકટર નં. 2 છે.એક પ્રાંત અધિકારી તરીકે પણ ફરજ બજાવે છે.પોતે એક કાયદા કાનૂનનો મહાન તજજ્ઞ અને વિશેષ અનુભવી માને છે. એમની કચેરી મા જ આજ સુધી માહિતી અધિકાર અધિનિયમ મુજબ જાહેર માહિતી મદદનીશ અપીલ અધિકારીના એક બોર્ડ લગાવી શક્યા નથી. નાગરિક અધિકાર પત્ર લગાડવો ગુન્હો સમજે છે.
                         23 જાન્યુવરીના રોજ ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી નવસારી કલેકટર શ્રીને પક્ષકાર બનાવી હૂકમ કરેલ છે કે નવસારી જિલ્લાની તમામ કચેરીઓમાં પીએડી અદ્યતન કરવા માટે વ્યવસ્થા કરવો. નુડાના એવા જ અધિકારીઓ સરકાર અને કલેકટર શ્રીને પણ બદનામ કરી છે. એમની જ કચેરી માં આજે તપાસ અધિકારી ઓની પોલ વહાર આવી છે. તપાસ અધિકારીઓ પોતે એક આરટીઆઈ એકટીસ્ટ સામે પોતાના નામ જાહેર માહિતી અધિકારી તરીકે લખાવી અને એની તપાસ કરતા  નકલી જાહેર માહિતી અધિકારી સાવિત થયા છે. એવા નકલી જાહેર માહિતી અધિકારીઓને કલેકટર શ્રી મળેલ સત્તા મુજબ કાયદાકીય કાર્યવાહી કરી બરતરફ કરી તપાસ કરાવશે ખરા..? નકલી જાહેર માહિતી અધિકારીઓને સરકારના સેવાલય માં સેવા અપાવી શકશે ખરા..? વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં ગેરકાયદેસર બાધકામોની ભરમાર છે.જેના માટે સત્તા પાર્ટીના નગરસેવકો સાથે વિરોધ પક્ષ ના નેતાઓ દ્વારા કલેકટર શ્રીને ગેરકાયદેસર વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં બાંધકામો બાબતે લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે. માનવાધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ  દ્વારા કલેકટર શ્રી નવસારીને તપાસ કરવા માટે અરજી કરવા માં આવી. સાથે સાથે મળેલ માહિતી મુજબ એક આરટીઆઈ દ્વારા પણ એજ  માહિતીઓ માગવામાં આવી. જેના અનુસંધાન માં આજે તારીખ ૧૭/૦૫/૨૦૧૯ના રોજ આરટીઆઈના નિરીક્ષણ માં નુડાના તપાસ અધિકારીઓના આરટીઆઈ નિરીક્ષણ માં પર્દાફાશ થયા છે. તપાસ અધિકારીઓ આરટીઆઈ નિરીક્ષણ માં પોતે કબુલાત કરી છે કે કાયદેસર ભ્રષ્ટાચાર થયો છે. કલેકટર શ્રી દ્વારા તપાસ માટે સોપવામાં આવેલ અરજીનો તમાસા બનાવી નાટક કરી રહ્યા છે. ફકત નાટક કરી અરજીનો જવાબ ગુમરાહ કરવા માટે તપાસ કરી જવાબ માં ફકત ગુમરાહ કરતી નોટિસ આપેલ છે. નકલી  જાહેર માહિતી અધિકારી શ્રી પોતે એમા પણ નકલી અને ખોટી રીતે તપાસ કરી છે. તારીખ 9/12/15 ના રોજથી વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં બાંધકામોની પરવાનગી આપવા માટે કાયદેસર સદર કચેરી જવાબદાર હોવા છતા રહમરાહે કોઈ પણ લાયકાત અને અનુભવ વગરના વિજલપોરના મુખ્ય અધિકારી જેનો વારંવાર ભ્રષ્ટાચાર માં પર્દાફાશ થયેલ છે.એક આરટીઆઈ દ્વારા પર્દાફાશ થયેલ છે કે એમની પાસે કોઈ કાયદેસર ડિગ્રી કે કિફ ઓફિસર માટે લાયકાત પણ  નથી. ગાધીનગરની મુખ્ય કચેરીના આદેશ અને નવસારી લેબર કમિશનર દ્વારા લધુત્તમ માસિક વેતન ધારાની અમલવારી ન કરવા માટે કાયદાની જોગવાઈ મુજબ ફોજદારી કેસ માટે છેલ્લે નોટિસ પણ આપવામાં આવેલ છે.મળેલ માહિતી મુજબ વિજલપોરના મુખ્ય અધિકારી જેને ટુંક સમય પહેલા જ સત્તા પક્ષના નગરસેવકો દ્વારા કચેરી માં પ્રવેશ ઉપર પ્રતિબંધ લગાવી પાછળના દરવાજા થી બહાર કાઢવામાં આવેલ હતો . હવે એવા મહાન કાયદા કાનૂનનો અપમાન કરનાર નગરસેવકો માં ફુટ કરાવી ઝગડો ફસાદ કરાવનાર અધિકારી પાસે જેમની પાસે બાધકામની પરવાનગી માટે કોઈ સત્તા નથી. એવા અધિકારીઓ પાસે ન્યાય મેળવવા માટે નોટિસ આપી નુડાના તપાસ અધિકારીઓ અરજદારો અને વિજલપોર નગરસેવકોને જવાબ આપશે...? સૂત્રોના હવાલેથી મળેલ માહિતી મુજબ સદર અરજી માં દરેક બાધકામો ખરેખર ગૈરકાયદેસર છે. કોઈ પણ પરવાનગી વગર બાધકામો થઈ રહ્યા છે. નિરીક્ષણ માં એક પણ ગેરકાયદેસર બાધકામોની પરવાનગી આપી શકયા નથી.અને એમાં તપાસ કરનાર અધિકારીઓની મૂક સંમતિ છે. જે અહીં લખી શકાય નહીં. કાયદેસર તપાસ કરી શકે નહીં કેમ કે એમાં મોટા ભાઞે મોટા માથું છે. રાજકીય નેતાઓની પણ મિલીભગત છે.નિરીક્ષણ માં સાવિત થયેલ છે. એવા ઘણા બાધકામો સદર અધિકારીઓની મૂક સંમતિ થી ચાલુ હશે એમાં કોઈ શક નથી. નુડાના તપાસ અધિકારીઓ શ્રીઓ પોતે એક મુદ્દાના જવાબ માં કબુલાત કરી છે છેલ્લા એક વર્ષમા કાયદેસર કોઈ તપાસ કરેલ નથી.એમની જ શૈક્ષણિક લાયકાત માટે એમની પાસે કોઈ જવાબ નથી. ખરેખર કોઈ ડીગ્રી ડિપ્લોમા છે કે એ અધિકારીઓ રહમ રાહે કે પરમોશન અથવા પાછળના દરવાજે થી ભરતી થયેલ છે..? નિરીક્ષણ માં જવાબ અને કરેલ કામો થી સ્પષ્ટ થતો છે કે સદર અધિકારીઓ ફકત આર્થિક મદદ કરવા માટે જ નુડા માં નિમણૂંક કરવામા આવેલ છે.જેથી એમનો ટ્રાન્સફર પણ કરવા માટે વિચાર પણ કરવામાં આવતો નથી. તપાસ અધિકારીઓ ટાઈમ સર કચેરીમાં હાજર પણ રહેતા નથી. અને કયાં હોય એમની પાસે મિનીટ બુક માં નોધ કે અન્યોને ખબર હોતી નથી. તપાસ કરનાર સવાલના જવાબ માં કોઈ અરજદાર કે નેતા અરજી કરે પછી કલેકટર શ્રી તપાસ કરવા આદેશ કરે પછીજ એ અરજદારને ગુમરાહ કરવા માટે જ તપાસ કરે છે. ગૈરકાયદેસર બાધકામોની એક મોટી લિસ્ટ પુરાવા સાથે એક અરજદાર દ્વારા એક વર્ષ પહેલાં રજુ કરવામાં આવેલ છે. જેમાં નવસારી ટીડીઓ જવાબદાર છે . કાયદેસર કેસ કરવા બદલે તપાસ કરવા અને રિપોર્ટ કરવા બદલે અરજદારને ગુમરાહ કરવા માટે નવસારી તાલુકા વિકાસ અધિકારીને છેલ્લા એક વર્ષ માં ત્રણ નોટિસ આપી છતાં પરિણામ ડબલ ઝીરો . એવા નૂડા નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના તપાસ અધિકારીઓ ધોળા દિવસે ભ્રષ્ટાચાર કરી નવસારી જિલ્લાના કલેકટર સાથે ગુજરાત સરકારને જાણી બુઝીને એક પ્લાન સાથે બદનામ કરી રહ્યો છે. હવે આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લાના કલેકટર શ્રી એક અલગ ટીમની રચના કરી તપાસ કરાવે ત્યારે મોટો કોભાંડ બહાર આવશે જેમા કોઈ શક નથી. જે આજે અત્યંત જરૂર સાથે સમયની પણ માંગ છે.કલેકટર શ્રી કાયદેસર તપાસ કરાવશે કે  નવસારી નગરપાલિકાની જેમ ગુજરાત તકેદારી આયોગ કમિશનર શ્રીના હુકમની રાહ જોશે એ જોવાનું બાકી રહ્યું.....
      આજે નવસારી જિલ્લા કલેકટર શ્રી દ્વારા કરાવવા માં આવતી તપાસ નિષ્પક્ષ થતી નથી .   કે અરજદારો દ્વારા કે અન્ય સંસ્થાઓ કે પત્રકારો દ્વારા આપવામાં આવતો અહેવાલ કે  રાજકીય પક્ષોના નેતાઓ દ્વારા ભ્રષ્ટાચાર મુદ્દે કરવામાં આવતી અરજીઓ માં તપાસ કરાવમા નથી આવતી. એવા જ અધિકારીઓની ખોટી રીતે તપાસ કરવા થી મહાન અનુભવી જાબાઝ કલેકટર સાથે સરકાર પણ બદનામ થઈ રહી છે.જેનો પુરાવો હાલ માં ખાણ ખનિજ  વિભાગ નવસારી જ છે. કલેકટર શ્રી દ્વારા તપાસ સોપતા ખાણ ખનિજના અધિકારી શ્રી તપાસ કરી પછી વિઝલેન્સ તપાસ માં ખોટું સાવિત થયું.  વિદ્વાનો અને જાણકારોના મંતવ્યો નવસારી જિલ્લાના કલેકટર શ્રી સામે પણ સવાલિયા નિશાન લગાવી રહ્યા છે. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતે એવી અરજીઓ ઉપર વેલા તકે ધ્યાન નહીં આપવા થી ગુજરાત સરકાર પણ બદનામ થઈ રહી છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...