નવસારી જિલ્લા માં ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રીના તપાસ માટે કરેલ હુકમનો અપમાન..!
નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા સાથે નજીકના ગામોને ગેરકાયદેસર બાંધકામો અટકાવવા અને પારદર્શક સરકાર વિકાસ શીલ ગુજરાત માટે વર્ષ ૨૦૧૫ માં એક નવી કચેરી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે. જેમા સૌથી મોટુ ભ્રષ્ટાચાર કરતી કચેરી નવસારી નગરપાલિકા ને ટુંક સમયમાં જ નુડા માંથી બાકાત કરવામાં આવી હતી. જેથી વિદ્વાનો અને જાગ્રિત નાગરિકો દ્વારા કરવામા આવેલ સમીક્ષા મુજબ નુડા અને સરકારની પ્રાથમિકતા વિશે સવાલો ઉભા થયા હતા. આજે નુડા વિસ્તાર માં મળેલ માહિતી મુજબ હજારોની સંખ્યામાં બાંધકામો થયા છે. પરંતુ એક પણ કાયદેસર સદર કચેરીના કાયદા મુજબ બિલ્ડિંગ વાપરવા લાયક નથી.અને કાયદેસર નથી.જેથી એક પણ બાધકામ માં એન.ઓ.સી કે બી.યુ.સી. આપવામાં આવેલ નથી. અને ખરેખર કાયદેસર નથી ત્યારે એ વધી બિલ્ડિંગો ઉપર કાયદેસર કાર્યવાહી કરી તોડવામાં કેમ નથી આવતી. પરંતુ જમીની હકીકત કઈ જુદુ જ છે. નુડા કચેરીમાં આજે સર્વોચ્ચ અધિકારીઓ જ કામ કરી રહ્યા છે. છતા આજે મોઘવારી મંદી માં બિલ્ડરો અને બાંધકામ કરેલ નાના મોટા નાગરિકો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. જેના અનુસંધાન માં પહેલા નવસારી જિલ્લા માં ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ માં અરજીઓ કરવામાં આવી અને મુખ્ય મંત્રી શ્રી ગુજરાત ને કાર્યવાહી કરવામાં આવી પરંતુ કોઈ નિકાલ ન થતા ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રીને તપાસ કરી કાર્યવાહી કરવા જાણ કરતા તકેદારી કમિશ્નર શ્રી નવસારી જિલ્લા માં નુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી શ્રીને તપાસ કરવા અને કાર્યવાહી કરવા જણાવેલ છે. અને નવસારી જિલ્લાના નુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી શ્રી જે ખરેખર કાયદેસર સત્તા ધરાવે છે.મુખ્ય કારોબારી અધિકારી શ્રી નુડા કચેરી એ નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીને સદર બાબતે કાર્યવાહી કરવા જણાવેલ છે. અને નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ નવસારી જિલ્લાના નુડા કચેરીના મુખ્ય કારોબારી અધિકારી શ્રીને જણાવેલ છે. કે નુડા વિસ્તારમાં થયેલ તમામ કામગીરી આપશ્રીની કક્ષા એ કરવાની હોય છે. હવે ખરેખર જવાબદાર કોણ છે..? એ સમજવો અઘરૂ છે. જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ એક બીજા ઉપર ધોણી શું સાબિત કરવા માગે છે. ખરેખર એ ગુજરાત તકેદારી આયોગ કમિશ્નરશ્રીના હુકમ નો અપમાન છે. ગુજરાત તકેદારી આયોગ કમિશ્નર શ્રી નવસારી જિલ્લાના કોઈ પણ કચેરી પાસે સદર બાબતે કાર્યવાહી કરવા કે તપાસ કરવા સોપી શકે છે. ભ્રષ્ટાચાર નિવારણ સમિતિ માં નવસારી જિલ્લા કલેક્ટર શ્રી ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારી સાથે જિલ્લા પોલિસ અધ્યક્ષશ્રી મેમ્બર અને એસીબી સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે. અને ચેરમેનશ્રી તરીકે ફરજ બજાવતા અધિકારી શ્રી કાયદા મુજબ મેમ્બર શ્રી પાસે તપાસ કરવા આપી શકે છે. હવે સરકારશ્રીના કાયદા મુજબ ભ્રષ્ટાચાર બાબતે પુરાવા હોવા છતા કોઈ કામગીરી અને કાર્યવાહી ન થવો ગુજરાત માટે દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ વિસ્તારના વિજલપોર નગરપાલિકા દ્વારા કરાર આધારિત ચિફ ઓફિસર શ્રીની કામગીરીથી આજે વિજલપોર નગરપાલિકામાં નવો વિવાદ ..?
નવસારી જિલ્લામાં સૌથી વિવાદિત નગરપાલિકા વિજલપોર આજે ભ્રષ્ટાચાર બાબતે ટોપટેન માં પહેલા ક્રમે આવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યો છે. વિજલપોર નગરપાલિકાની કચેરી પણ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં વર્ષ ૨૦૧૫થી સમાવેશ કરવામાં આવેલ છે.અને પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ ની તાબા હેઠળ કાર્યરત છે. છતા કોઈ પણ કામ ભ્રષ્ટાચાર વગર કરવો અહિં ગુનો સમજવામાં આવે છે. અને ખાસ કરીને અહિં દરેક કામો સરકારશ્રીના ધરાધોરણ મુજબ જ અને સરકારના સર્વોચ્ચ અધિકારીઓના નિયંત્રણ હેઠળ કરવામાં આવે છે. ગુજરાત અર્બન ડેવલોપમેંટ કર્પોરેશન દ્વારા ગટર માટે આશરે ૨૨ કરોડ ખર્ચ કરવામાં આવ્યુ અને જીયુડીસી ના કાબીલેતારીફ તજજ્ઞો ની કામગીરી થી આજે પણ ગટરની કામગીરી અધુરી છે. નાગરિકો માટે ચોખ્ખુ પાણી માટે પણ આજે એજ હાલત છે. ગંદુ વાસ મારતુ પાણી અહિં આપવાનો એક ચલણ માં આવી ગયુ છે.જેથી કરોડો રૂપિયાના ગેરકાયદેસર ધંધો અહિં મોઘવારી માં મંદી માં જોર માં ચાલી રહ્યુ છે. હાલ માં ટુંક સમય માટે ગણદેવી નગરપાલિકાના કરાર આધારિત એક નવી યોજના મુજબ કોઈ પણ પુરાવા વગર નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ જાણ કે પરવાનગી વગર ફકત ૧૦ ટકા ગેરકાયદેસર નુડા કચેરીની એનઓસી કે બીયુસી વગર વીજ કનેકશન માટે એનઓસી આપી ગયા છે. જેથી બાકી ના નાગરિકો માં એક નવો વિવાદ ઉભા થયા છે.