Saturday, February 22, 2020

વિજલપોર નગરપાલિકા માં રોજગાર, શિક્ષા, સુરક્ષા , સ્વાસ્થ્ય ના બદલે ફકત આરસીસી રોડ અને બ્લોક પેવિંગ

વિજલપોર નગરપાલિકા માં રોજગાર, શિક્ષા, સુરક્ષા , સ્વાસ્થ્યના બદલે ફકત આરસીસી રોડ અને બ્લોક પેવિંગ જ કેમ..?જવાબદાર કૌણ..?
                                               આજે વિજલપોર નગરપાલિકા દ્વારા એક આધુનિક શિક્ષણ પદ્ધતિની  કે સામાન્ય શાળા ચલાવવામાં આવતો નથી.સુરક્ષા માટે સીસી ટીવી કે સ્વાસ્થય માટે એક સામાન્ય હોસ્પીટલ નથી. મોઘવારી બેરોજગારી મંદીથી નાગરિકો ત્રાહિમામ થઈ રહ્યા છે. આજે ઠેર ઠેર દારૂ શરાબ અને અસામાજિક કામો કરવા નાગરિકો મજબૂર થયા છે. રોજી રોજગાર આજે નવસારી જિલ્લાથી ગાયબ થઈ ચુક્યા છે. નાગરિકો વાપી થી સુરત નોકરી પર જવા માટે મજબૂર છે. ફકત શોભાના ગાઠીયા સમાન સિવિલ હોસ્પીટલ જેમા આજે એક સામાન્ય સોનોગ્રાફી કે તપાસ કરવા સાધન નથી. એવા હોસ્પીટલ માં રોજ નાગરિકો કતાર બંધ જોવા મળે છે. આજે વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ માં ચોખ્ખુ પાણી પણ ઉપલબ્ધ નથી. અને સરકાર આજે કરોડો રૂપિયા સદર કામો માટે દર વર્ષે આપી રહી છે. પરંતુ જમીની હકીકત માં બિન જરૂરી આરસીસી રોડ અને વારંવાર બ્લોક પેવિંગ મા જ નગરપાલિકાના શાસન પ્રશાસન ને એટલુ વધુ રસ કેમ છે. આરસીસી રોડ જે રિપેરેબલ નથી . આજે ડીજીવીસીએલની કેબલો, ટેલીફોન લાઈન, ગટર લાઈન, ગેસ કનેકશન પાણી માટે નલ કનેક્શન  વગેરે તમામ અંડર લાઈન કરવાનો બાકી છે. છતા આજે વિજલપોર નગરપાલિકા ફકત આરસીસી રોડ અને બ્લોક નાખવામાં વધુ રસ કેમ ધરાવે છે ? એ આજે જગ જાહેર છે.વિદ્વાનો અને જાગ્રિત નાગરિકો ના મંતવ્ય મુજબ સરકારશ્રી દ્વારા કાયદેસર અધિકારીઓની નિમણુંક જ્યાં સુધી નહિ થશે સરકારને બદનામી સિવાય વિકાસ એક જુમલો રહેશે ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...