Wednesday, February 26, 2020

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાધકામો માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નૂડાની કામગીરી કાબીલેતારીફ કે.....?

નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાધકામો માં નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી નૂડાની કામગીરી કાબીલેતારીફ કે.....? 
                                                               નવસારી જીલ્લામાં આજે છેલ્લા ૪ વર્ષ થી નૂડાની કચેરી નો જન્મ થયા છે. સરકાર નો હેતુ વિકાસ માટે અને ભ્રષ્ટાચાર બંધ થસે. પાર્દરશિતા આવશે.પરંતુ આજે નૂડાની તાબા હેઠણ બાધકામો માટે પરવાનગી માટે તમામ પુરાવો હોવા છતા અરજદારો ત્રાહિમામ થઈ રહ્યા છે. જેમાં પહેલા થી જે તે કચેરીઓ જેમાં વિજલપોર નગરપાલિકા તેમજ તમામ ગામોના તલાટી કમ મંત્રીઓ જેની પાસે થી તમામ સત્તાઓ નાબૂદ કરવામાં આવેલ છે. એમાં ગેરકાયદેસર રીતે કરવામાં આવતી કામગીરી થી મળતો નાણાં બંધ કરવામાં આવે ત્યારે દરેકે દરેકને આર્થિક નુકસાન થાય છે. જેથી એક પણ કચેરી નૂડાનો કાયદો ને અમલવારી કરતા નથી. અને લોક ચર્ચા દ્વારા મળેલ માહિતી મુજબ સદરકાયદાની અમલીકરણ કરાવવા માટે નવસારી જિલ્લામાં સક્ષમ અધિકારી નથી. અને કાયદેસર કામગીરી કરવા તપાસ કરાવી કાર્યવાહી કરવા ગુજરાત તકેદારી આયોગ માં ફરિયાદ કરતા નવસારી જિલ્લાના અધિકારીઓ માં હળકંપ જોવા મળી રહ્યો છે. તકેદારી આયોગ કચેરી નવસારી કલેકટર ને તપાસ કરવા જણાવ્યું છે. નવસારી કલેકટર કચેરી જિલ્લા પંચાયત ને કાર્યવાહી કરવા અને નવસારી જિલ્લા પંચાયત એ નવસારી કલેકટર કચેરી ને કાર્યવાહી કરવા જણાવેલ છે. ખરેખર તપાસ અને કાર્યવાહી કરવા માટે જવાબદાર કોણ છે.? તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી શ્રી ગોહિલ સાહેબે સ્પષ્ટ જણાવ્યું હતુ કે નૂડાની કચેરીની જ જવાબદારી છે. છતા નવસારી જિલ્લા કલેકટર કચેરી જિલ્લા પંચાયત ઉપર કયા કાયદા મુજબ કાર્યવાહી કરવા જણાવે છે.? એક બીજા ઉપર કાર્યવાહી માટે જણાવતા આજે સદર વિસ્તારમાં નાગરિકો ત્રાહિમામ થઈ રહ્યા છે. જાણકારોના મંતવ્ય મુજબ પરવાનગી આપનાર કચેરીની સમગ્ર જવાબદારી છે. તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી એ ગેરકાયદેસર બાધકામો માં આકારણી ન કરવા હુકમ પણ કરેલ હતી. પરંતુ જમીની હકીકતમાં આજે નવસારી જિલ્લામાં કાયદા કાનૂન ની ઐસીકી તૈસી અધિકારીઓ જ કરી રહ્યાં છે.નવસારી જિલ્લા આજે અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર રીતે કાર્યરત છે. મોટા ભાગના મામલતદારો પ્રાન્ત અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારીઓ નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ કે સર્વોચ્ચ અધિકારીઓ આજે એમના તદ્દન નિચલી કક્ષાના અધિકારીઓ પાસે સલાહ લેતાં નજરે પડે છે. જે સાબિત કરે છે કે ગુજરાત વિકાસ કેમ અટકી ગયો છે. આજે સરકાર કાયમી ધોરણે અધિકારીઓ ને લાખો રુપિયા વેતન પણ આપે છે અને તાલીમ વેતન અને હોદ્દો સાથે આપી રહી છે. જેના પરિણામે આજે દરેક વિભાગમાં અધિકારીઓ કર્મચારીઓ ફકત વેતન વધારવા માટે હળતાલની ધમકીઓ સરકાર ને આપી રહ્યા છે. સરકાર હવે ફરીથી વિચાર કરવા મજબૂર થઈ રહી છે. કોઈ પણ હોદ્દો પહેલા જ જરૂરી તમામ તાલીમ આપી ફરજીયાત પરીક્ષા પાસ થવા પછી રાખવા માટે જાણકારોના મંત્વયો મળી રહ્યા છે. નવસારી જિલ્લામાં આજે સદર બાબતે નવસારી જિલ્લા કલેકટર શ્રી પોતાના મળેલ સત્તા અને કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ જનહિત સાથે ગુજરાત ના વિકાસ અને પારદર્શક સરકાર માટે કાયદેસર કાર્યવાહી કરશે એની આજે રાહ જોવાઈ રહી છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...