Saturday, February 22, 2020

નવસારી:- વિજલપોર નગરપાલિકા માં NOC ભ્રષ્ટાચાર કે .? કરાર આધારિત ચિફ ઓફિસર સાથે દક્ષિણ ગુજરાત વીજ કં.ના તજજ્ઞો વિવાદ માં..!


નવસારી- વિજલપોર નગરપાલિકા માં NOC ભ્રષ્ટાચાર કે .......? કરાર આધારિત ચિફ ઓફિસર સાથે દક્ષિણ ગુજરાત વીજ કં.ના તજજ્ઞો  વિવાદ માં..!
                        નવસારી જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામોની ઠેર ઠેર ભરમાર જોવા મળે છે.અને આજે વર્ષોથી કાયમી ધોરણે ફરિયાદ ગાંધીનગર સુધી થઈ રહી છે. જેના અનુસંધાન માં વર્ષ ૨૦૧૫ માં ગુજરાત સરકારે નવસારી અર્બન ડેવલોપમેંટ ઓથોરિટી(નુડા) ની રચના કરી છે. નવસારી શહેરના નજીકના વિસ્તારોને નુડા માં સમાવેશ કરી એક નવી કચેરી જેમા નવસારી જિલ્લા મજિસ્ટ્રેટ અને જિલ્લા કલેક્ટર શ્રીને ચેરમેન તરીકે જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા અધિક મજિસ્ટ્રેટ શ્રી મુખ્ય કારોબારી અધિકારી સાથે સંબધિત તજજ્ઞ અધિકારીઓ /કર્મચારીઓ ની એક જબરદસ્ત ટીમની રચના સાથે કચેરી ૨૦૧૫થી  કાર્યરત છે. પરંતુ જમીની હકીકત માં નવસારી જિલ્લા માં નુડાની કચેરી આજે શોભાના ગાઠીયા સમાન નજરે પડી રહી છે. જિલ્લા કલેક્ટર જિલ્લા ખાતે એક સર્વોચ્ચ હોદ્દો હોવા છતા આજે એક સામાન્ય તલાટી કે ૧૧ માસના કરાર અધારિત ચિફ ઓફિસર પણ કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરી રહ્યા છે. નવસારી જિલ્લા માં જાગ્રિત નાગરિકો અને વિદ્વાનો આજે અરજી , આરટીઆઈ, જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩,ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ વગેરે કાયદા મુજબ અરજીઓ કરી રહ્ય છે. પરંતુ અહિં નવસારી જિલ્લામાં કોઈ ફરક પડતો નથી. 
                  નવસારી જિલ્લામાં વિજલપોર નગરપાલિકા માં આજે વર્ષોથી કાયદેસર ચિફ ઓફિસર નથી. કરાર અધારિત કે કામ ચલાઉ અધિકારીઓ થી કામ લેવામાં આવી રહ્યુ છે. હાલ માં નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રીને વિજલપોર નગરપાલિકાના ચાર્જ આપવામાં આવેલ છે.અને સંજોગવસાત  નવસારી નગરપાલિકાના ચિફ ઓફિસર શ્રી રજા ઉપર જવા થી ગણદેવી નગરપાલિકાના ચિફ ઓફિસરશ્રીને ચાર્જ આપવામાં આવેલ .જે ૧૧ માસના કરાર આધારિત હંગામી તરીકે કામ કરી રહ્યા છે. સરકારશ્રીના કાયદા મુજબ હંગામી કરાર આધારિત સૌ પ્રથમ સર્વોચ્ચ હોદ્દો ઉપર રાખી શકાય નહિ અને વિકાસ લક્ષી કામો ઉપર સહિ કરી શકે નહિ. અને સરકારની કોઈ પણ પોલિસી કે કાયદામાં દખલગીરી કરવો કોઈ પણ અધિકાર ધરાવતો નથી. ગણદેવી નગરપાલિકાના અગાઉના ચિફ ઓફિસર શ્રી પણ એવી જ રીતે કરાર આધારિત ૧૧ માસના કરાર ઉપર હતા. જેની ફરિયાદ થતા વિકાસ લક્ષી કામો કે જરૂરી કામો માટે નવસારી નાયબ કલેક્ટર શ્રી/પ્રાંત અધિકારી પાસે સહીઓ કે કામગીરી કરાવવામાં આવતી હતી. વિજલપોર નગરપાલિકામાં ટુંક સમય માટે આવેલ કરાર આધારિત ગણદેવીના ચિફ ઓફિસર શ્રીએ નુડા કચેરી દ્વારા બીયુસી , ફાયર સેફ્ટી કે અન્ય કાયદાઓથી અજાણ અમુક બાંધકામો માં વીજ કનેકશન માટે એન ઓ સી લખી આપી છે. અને વીજ કંપનીના તજજ્ઞો વીજ કનેક્શન પણ આપેલ છે. 
                         વિજલપોર નગરપાલિકા જે આજે વર્ષોથી ભ્રસ્ટાચાર માં ગુજરાતમાં ટોપ ટેન માં પ્રથમ ક્રમે આવવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા છે. વહીવટી ચાર્જ પણ વસૂલ કરેલ છે. આજે ફકત અમુક ને જ એનઓસી કેમ આપવામાં આવે છે.બાકીને કેમ અંધારામાં રાખવામાં આવે છે.? ટેલીફોનિક મુલાકાત માં ચિફ ઓફિસર શ્રી જણાવેલ છે કે સુપ્રિમ કોર્ટના કાયદો છે કે પ્રાથમિક સુવિધાઓ માં વીજ કનેક્શન આપેલ છે .ત્યારે અન્યો માટે એ કાયદાઓ કેમ લાગુ થતા નથી..? બાકી પાડોસી દેશના નાગરિક છે કે કેમ..? આજે વિજલપોર નગરપાલિકા માં એક નવો વિવાદ ઉભો થયેલ છે. હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી કરાર આધારિત ચિફ ઓફિસર સાથે વીજ કંપનીના તજજ્ઞોની મિલીભગત દ્વારા થયેલ વિવાદમાં શું કાર્યવાહી કરશે એ જોવાનુ બાકી રહ્યુ..
     વિજલપોર નગરપાલિકા માં રોજગાર, શિક્ષા, સુરક્ષા , સ્વાસ્થ્ય ના બદલે ફકત આરસીસી રોડ અને બ્લોક પેવિંગ જ કેમ..? 
જવાબદાર કૌણ..?
                                               આજે વિજલપોર નગરપાલિકા દ્વારા એક આધુનિક શિક્ષણ પદ્ધતિની સામાન્ય શાળા ચલાવવામાં આવતો નથી.સુરક્ષા માટે સીસી ટીવી કે સ્વાસ્થય માટે એક સામાન્ય હોસ્પીટલ નથી. મોઘવારી બેરોજગારી મંદીથી નાગરિકો ત્રાહિમામ થઈ રહ્યા છે. આજે ઠેર ઠેર દારૂ શરાબ અને અસામાજિક કામો કરવા નાગરિકો મજબૂર થયા છે. રોજી રોજગાર આજે નવસારી જિલ્લાથી ગાયબ થઈ ચુક્યા છે. નાગરિકો વાપી થી સુરત નોકરી પર જવા માટે મજબૂર છે. ફકત શોભાના ગાઠીયા સમાન સિવિલ હોસ્પીટલ જેમા આજે એક સામાન્ય સોનોગ્રાફી કે તપાસ કરવા સાધન નથી એવા હોસ્પીટલ માં રોજ કતાર બંધ જોવા મળે છે. આજે વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ માં ચોખ્ખુ પાણી પણ ઉપલબ્ધ નથી. અને સરકાર આજે કરોડો રૂપિયા સદર કામો માટે દર વર્ષે આપી રહી છે. પરંતુ જમીની હકીકત માં બિન જરૂરી આરસીસી રોડ અને વારંવાર બ્લોક પેવિંગ મા જ નગરપાલિકાના શાસન પ્રશાસન ને એટલુ વધુ રસ કેમ છે. આરસીસી રોડ જે રિપેરેબલ નથી . આજે ડીજીવીસીએલની કેબલો, ટેલીફોન લાઈન, ગટર લાઈન, ગેસ કનેકશન પાણી માટે નલ કનેક્શન  વગેરે તમામ અંડર લાઈન કરવાનો બાકી છે. છતા આજે વિજલપોર નગરપાલિકા ફકત આરસીસી રોડ અને બ્લોક નાખવામાં વધુ રસ કેમ ધરાવે છે ? એ આજે જગ જાહેર છે.વિદ્વાનો અને જાગ્રિત નાગરિકો ના મંતવ્ય મુજબ સરકારશ્રી દ્વારા કાયદેસર અધિકારીઓ ની નિમણુંક જ્યાં સુધી નહિ થશે સરકારને બદનામી સિવાય વિકાસ એક જુમલો રહેશે ..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...