Monday, February 24, 2020

નવસારી:- પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચાર નો અધિકાર....? ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ..? 

નવસારી:- પુરવઠા વિભાગ માં ભ્રષ્ટાચાર નો અધિકાર....? ભ્રષ્ટાચાર બન્યુ શિષ્ટાચાર...! જવાબદાર કૌણ..? 
    
નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગની કામગીરી ખરેખર કાબીલે તારીફ છે. સરકાર ઠેર ઠેર પ્રચાર પ્રસાર ભ્રષ્ટાચાર રોકવા માટે કરોડો રૂપિયા ફકત બેનરો માટે ખર્ચે છે.એ ખર્ચ સાબિત કરે છે કે ભ્રષ્ટાચાર ચરમસીમા એ રાજ કરી રહ્યો છે. સરકાર બેકફુટ ઉપર ભલે આવી જાય પરંતુ એના જ પ્રશાસનિક અધિકારીઓ ભ્રષ્ટાચારનો અધિકાર માટે રાત - દિવસ મહેનત કરી રહ્યા છે. ધોણા દિવસે ડકૈતી કરવામાં આવે છે. સરકાર કરોડો રૂપિયા બેનરો પાછળ ખર્ચ કરશે પરંતુ તપાસ કરવા માટે જિલ્લા દીઠ એક તટસ્થ અધિકારીની નિમણૂંક કેમ ન કરી શકે ?અહીં સ્થાનિક સમાચાર પત્રો માં અહેવાલ ખુલ્લેઆમ પ્રદર્શિત કરવામાં આવે છે. મળેલ માહિતી મુજબ નવસારી જીલ્લા માં સમાચાર પત્રોમા પ્રસિદ્ધ થતા અહેવાલને જેતે જિલ્લા ની કચેરી અને ગાધીનગર સુધી પહોચાડવા માટે મીડિયા ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસર કાર્યરત છે. પરંતુ ભ્રષ્ટાચાર એવા અધિકારીઓને પોતાના કદમપોસી કરાવી ચુકેલ છે. પુરવઠા સંબંધિત કચેરીના મુખ્ય અધિકારીઓની નોકરી એમના અધિકાર છે. સરકારની ફરજમાં આવે છે એમનો ભરણપોષણ કરવા સરકારના બંધારણ માં છે. ત્યારે એ કાયદેસર કામ કરવા બંધાયેલ નથી. દર વર્ષે દેશ માં આશરે ૭૫૦ અરબ રૂપિયા ફકત સરકારી રાશન પાછળ ખર્ચે છે.કરોડો અરબો રૂપિયા એલપીજી ઘરેલુ ગેસની સબસિડી પાછળ આપે છે.
 જીડીપીનો એક થી બે  ટકો ખર્ચ કરતી સરકારને આજે અધિકારીઓ જ બદનામ કરી રહ્યા છે. હાલમાં એક અરજદારે સરકારી રાશનની દુકાનોમા બિલ આપવા માટે જોરદાર  ફરિયાદ થઈ હતી. પરંતુ અહીં અધિકારીઓ એ અરજીને તપાસ કરવા બદલે સ્વચ્છ ભારતની ટોકરી માં મુકીને સંતોષ વ્યક્ત કરી છે.
નવસારી જિલ્લામાં મામલતદારો પાસે સરકારના પરિપત્ર મુજબ સરકારી રાશનની દુકાનો માં કરવામાં આવતી લઘુતમ તપાસ માટે દર માસે ૧૮ પરવાનેદારોની તપાસ અને  દર ત્રણ માસે ફરજિયાત દરેક દુકાનોની તપાસ કરવાની હોય છે. એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મા એક પણ મામલતદાર કચેરી કાયદેસર તપાસ કરેલ નથી. દર માસે એક મામલતદારની કચેરી દ્વારા ૧૮ દુકાનોની તપાસ કરવો જોઈએ. વર્ષે ૨૧૬ના બદલે મોટા ભાગની કચેરી થી છેલ્લા ત્રણ વર્ષમાં પણ કેટલીક દુકાનોની તપાસ કરેલ નથી. એલપીજી ગેસ એજન્સીઓની તપાસ કરવો એ અધિકારીઓ ગુનો સમજી તપાસ જ નથી કરી શકતા. લાભાર્થીઓને બિલ આપેલ છે કે કેમ.? પરવાનેદારો પાસે બિલો આપવા માટે પ્રિન્ટર મશીન  છે કે કેમ .? અને વધુ જ કાયદેસર છે ત્યારે જેતે કચેરી માં મગાવી આરટીઆ માં  અરજદારને કેમ નિરીક્ષણ કરવા મા સંકોચ કરી રહ્યા છે. એ આજે દરેકે દરેક સમજી શકે છે.
     નવસારી જિલ્લા માં પુરવઠાવિભાગની તપાસ માટે નાયબ મામલતદાર પુરવઠા ,મામલતદાર , પ્રાન્ત અધિકારી, જીલ્લા પુરવઠા અધિકારી અને એની કચેરીના મોટા ભાગના અધિકારીઓ સાથે ગાધીનગર અમદાવાદ સુધીના અધિકારીઓ સામેલ છે. છતા ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય ત્યારે ફરિયાદ કોણે કરવી? અને કયાં કરવી ? એ એક સળગતો પ્રશ્ન છે. ? આજે સવાલ કરનાર ઉપર જ કાયદાકીય તપાસ કરવો, દેશ દ્રોહ જેવો ગુનો અથવા એન કેન પ્રકારેણ કેસ દાખલ કરવાની એક પ્રથા પ્રચલિત છે. જેથી નાગરિકો હોય કે સમાજસેવી સંસ્થાઓ, જાગૃત નાગરિક હોય કે મીડિયા કર્મીઓ , આરટીઆઈ એક્ટીવિસ્ટો હોય કે અન્ય . સરકાર ગમે એ સારી યોજનાઓ કે ખર્ચ કરે. અમલવારી કૌણ કરશે ? 
નવસારી જિલ્લામાં આશરે ૧૫ જેટલી એલપીજી ગેસ એજન્સીઓ છે. અને સદર ગેસ એજન્સીઓના પરવાનેદારો ફકત એક પરવાનેદાર કે કમીશન એજન્ટ છે. એ કોઈ માલિક નથી. સરકાર ગેસ વિતરણ કરવા માટે દરેક કામ માટે મજુરી પેટે કે જેતે નાગરિકોના ઘરે અને ગોડાઉન ડિલવરી કરવા માટે અલગ અલગ રીતે કમીશન આપે છે. સરકારની નવી નવી યોજના દીઠ  કમીશન આપવામાં આવે છે. અને એ એજન્સીઓ આજે કેટલાક લર્ષોથી એક ન એક પરવાનેદારો પાસે છે. અને એક જ પરવાનેદાર પાસે એક એજન્સી વર્ષો સુધી રહે ત્યારે ભ્રષ્ટાચાર મોટા પ્રમાણમાં થવો એક સામાન્ય વાત છે. અને આજે મળતી માહિતી મુજબ પરવાનેદારો પોતે માલિક સમજી ગયા છે. અને ભ્રષ્ટાચાર જ નહિ નાગરિકો સાથે અસભ્ય વર્તન કરતા પણ જોવા મળે છે. ટુક સમય માં કરોડપતિ કેવી રીતે થઈ શકે છે..? સરકાર પાસે આજે એમની સંપત્તિની તપાસ માટે અરજીઓ કરવાની ચર્ચા ચાલી રહી છે. દરેક પરવાનેદારની ફરજ છે કે એકસપાયર ડેટના એલપીજી ગેસના બાટલાઓ પરત કરે. પરંતુ પરવાનેદારો ભ્રષ્ટાચાર કરવામાં જ ઉપર નથી આવતા.સદર એલપીજી ગેસ એજન્સી ઓ માં મજુરોને કે કર્મચારીઓ ને લઘુતમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ વેતન અને સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં નથી આવતો. જેની તપાસ માટે નવસારી શ્રમ આયુક્તની કચેરી દ્વારા આજે વર્ષે પણ તપાસ કરવામાં નથી આવ્યો. શ્રમ આયુક્ત કચેરી છે કે આશ્રમ છે એ સમજવો મુશ્કેલ છે.સરકાર એવા ખાનાપૂર્તિ કરવા માટે વર્ષે કરોડો રૂપિયા કેમ ખર્ચે છે.ગેસ એજન્સીઓ માં તપાસ કરનાર અધિકારીઓ પણ આજે વર્ષો સુધી તપાસ કેમ નથી કરી શકતા ? એ અહીં લખી શકાય નહીં. પરંતુ એ જગ જાહેર છે.આજે એલપીજી ગેસનો ભાવ ડબલ થયા છે. એના ઉપર એજન્સીના પરવાનેદારોના ભ્રષ્ટાચાર ..હવે મોઘવારી મંદી અને ભ્રષ્ટાચાર દિવસે  દિવસે બધી રહ્યો છે. અને પરવાનેદારો જેની પાસે ટુક સમયમાં જ કરોડો અરબોની સંપત્તિ ભેગી થતી છે. એની તપાસ આજે કોણ કરશે.?
નવસારી જીલ્લામાં નવસારી પ્રાન્ત કચેરી માં નવસારી શહેર ,ગ્રામ્ય અને જલાલપોર તાલુકા મામલતદાર શ્રી ઓ સામે પુરવઠા માં થતો ભ્રષ્ટાચાર અને સરકારી કાયદા મુજબ તપાસ વગેરે કાયદાઓ માં કરેલ આરટીઆઈ ની પ્રથમ અપીલની સુનવણી આજે થવાની છે. આજે સરકારી કાયદાઓ અને કરેલ કામગીરી સાથે ખાસ કરીને પરવાનેદારો દ્વારા લાભાર્થીઓને આપેલ બિલો માટે  માહિતી અધિકાર માં શું ન્યાય મળશે ? એના ઉપર સૌની નજર છે..? અગાઉ ના અપીલ અધિકારીઓ અને જાહેર માહિતી અધિકારીઓ એ અરજદાર ને દરેક પરવાનેદારો દ્વારા તમામ બિલો અને રજી. મામલતદાર શ્રીઓની કચેરી માં માહિતી નિરીક્ષણ કરાવેલ હતા. આજે ભ્રષ્ટાચાર વધ્યુ છે એ ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી પોતે જણાવી રહ્યા છે.
 આજે પુરવઠા વિભાગ દ્વારા નાગરિકોના હિત માટે સરકાર દ્વારા નવસારી જિલ્લામાં થતો ખર્ચના હિસાબ થસે ? તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી મનમોહન સિહ મુજબ આરટીઆઈ સે ભ્રષ્ટાચાર કમ હુઆ.. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી કે મુતાબિક આરટીઆઈ કા મતલબ સવાલ પૂછને કા અધિકાર...
નવસારી જીલ્લામાં આજે રાશન અને ગેસ એજન્સી બન્ને સરકારી પરવાનેદારો ની તપાસ સરકાર ક્યારે કરાવશે .? એ જોવાનુ બાકી રહ્યો.  

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...