વિજલપોર નગરપાલિકા માં એન ઓ સી આપવાની શરૂઆતથી નાગરિકો માં ખુશીનો માહોલ..!
વિજલપોર નગરપાલિકા માં નૂડાની કચેરીની રચના પછી આજે છેલ્લા પાચ વર્ષ થી એક પણ નવો બાધકામ માટે એન ઓ સી કે બી યુ સી આપવામાં આવેલ નથી. નવસારી શહેરને અડી આવેલ ગામો અને વિજલપોર નગરપાલિકા માં ગેરકાયદેસર બાધકામોની ભરમાર ઠેર ઠેર દારૂના અડ્ડોની જેમ ફરિયાદ પછી સરકારે નૂડાની રચના કરી છે. અને નુડા માં જિલ્લા કલેક્ટર શ્રી ચેરમેન નવસારી જિલ્લા અધિક કલેક્ટરશ્રી મુખ્ય કારોબારી અધિકારી સાથે નગર નિયોજક ,નાયબ કલેક્ટર વગેરે મોટા અધિકારીઓ સાથે એક કચેરી માં દરેક પ્રકારના અધિકારીઓની એક મોટી ટીમ આજે પણ કાર્યરત છે. અને સરકાર દ્વારા પારદર્શિતા રીતે બાંધકામો માટે પરવાનગી આપવામાં આવે છે. બાંધકામો માટે જમીનના તળિયા થી ટોપ સુધી માટે કાયદેસર એક પ્રોસેસ કરવા કાયદાઓ ઘડી છે. અને આજે બાંધકામો માટે પરવાનગી લેવા માટે ફકત પુરાવાના આધારે જ પરવાનગીઓ આપવામાં આવે છે. અને લીધેલ પરવાનગી પછી પ્રોસેસ રિપોર્ટના કાયદાઓ મુજબ દરેક પુર્તિ થયા પછી બીયુસી લેવાના ફરજીયાત છે. જેમા બાંધકામો પૂર્ણ થયા પછી ફાયર સેફટી મુકવાની સરકારે ફરજ પાડેલ છે. ઓર્કેટક ઈજનેર સાથે તમામ પુરાવા મુકવા પછી બીયુસી આપવામાં આવે છે. કોઈ પણ પાકુ બાંધકામો માં દરેક પ્રકારની નિયત કરેલ સુવિધાઓ સરકારના કાયદા મુજબ અમલવારી કરવામાં દરેક માટે સુરક્ષાના નિયમો ખરેખર ફાયદાકારક છે.અન્યથા આગ કે અન્ય દુર્ઘટના માં પાડોસી કે આજુ બાજુના વિસ્તારો માં આવતી સંપત્તિઓના પણ મોટુ નુકશાન થાય છે. અને બાંધાકામો ગેરકાયદેસર હોય એના માટે તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહન એ બીયુસી ગેરકાયદેસર બાધકામો માં ન આપવા એક નોટિસ આપી હતી. અને સુરત માં તક્ષશિલા કાંડ માં એક વર્ષે પણ નાના બાળકોને ન્યાય મળેલ નથી. મ્યુનિસિપલ કે વીજ કંપનીઓના એક પણ ઈજનેરને જવાબદાર ગણીને સજા થયેલ નથી.સરકારના ફાયરસેફટીના કાયદો આજે પણ નવસારી જિલ્લાની કચેરીઓ કે બીલ્ડીગો માં અમલીકરણ કરવા અહીં કોઈ અધિકારી નથી. નવસારી જિલ્લામાં આજે પણ હાઇરાઇઝ બિલ્ડીંગો માં આગ ઓલવવા માટે એક ફાયર ફાઈટર નથી. કરોડોના ભ્રષ્ટાચાર કરનાર વિજલપોર નગરપાલિકા માં આવિધાઓ આપવા કે અપાવવા માટે કોઈ કાયદેસર શાસન પ્રશાસન નથી. વિજલપોર નગરપાલિકા માં આજે એક કાયદેસર ચિફ ઓફિસર નથી. હંગામી,કરાર અધારિત , લાયકાત વગર ,અનુભવ વગર થી કામ ચલાવવામાં આવે છે.
વિજલપોર નગરપાલિકાના હદ વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સામાન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કે કોઈ પણ કામની જવાબદારી લેનાર અધિકારી નથી. વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ પોતે જ ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોય ત્યારે ભ્રષ્ટાચાર બંધ કે સારી કામગીરીની આશા રાખવો એ પણ આજે ગુનો છે. સરકારી ગોચર જમીન માં વિજલપોર નગરપાલિકા બાધકામો કરતા દોષી સાબિત થતા સરકારે કામ અટકાવી છે. અને રૂપિયા ચાર કરોડથી બધુ રકમ ભરવા કે છેલ્લે બે કરોડથી વધુ રકમ ભરી કામ શરૂઆત કરવા જાહેર કરતા વિજલપોર નગરપાલિકા માં શાસન પ્રશાસનના ઈમાનદાર નેતાઓ અને કરાર આધારિત હંગામી રીતે અધિકારીઓ મુકવાનો જવાબ મળેલ છે. અને વિજલપોર નગરપાલિકાની બાજુ માં થતા બાંધકામો કરતા બિલ્ડરના થયેલ કામો માં લાખો રૂપિયાના ચુનો લાગી ગયા છે. એવી રીતેના કામો થી આજે સરકાર ઉપર સવાલિયા નિશાન લાગી રહ્યુ છે.
વિજલપોર શહેરમાં હાલમાં કરાર આધારિત એક હંગામી અધિકારી શ્રી દ્વારા બીયુસી વગર એન ઓ સી આપવા માં આવતો નવા બાધકામ કરનારાઓ માં ખુશીની લહેર જોવા મળી રહી છે. ચિફ ઓફિસર સરૈયા દ્વારા ટેલીફોનિક મુલાકાત માં જાણવા મળેલ છે કે એન ઓ સી અમો પ્રમુખ શ્રીની સહિ પછી અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ આપવામાં આવેલ છે. એમને ગાઈડલાઈનની કોપીની નકલ માટે પૂછતાં જણાવ્યું છે કે હાલમાં અમારી પાસે નથી. સદર અધિકારી શ્રી ને ખબર નથી કે સવાલ જવાબ પણ એક સુપ્રીમ દ્વારા પૂછવામાં આવી રહ્યું છે.હવે બીયુસી વગર એન ઓ સી આપવા અને ડીજીવીસીએલ ના અધિકારીઓ દ્વારા વીજ કનેક્શન આપવા આજે વિજલપોર નગરપાલિકામાં એક દર્જનથી વધુ એનઓસી આપવામાં આવેલ છે.અને એની તપાસ માટે મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લા કલેક્ટર શ્રી સાથે ગુજરાતની સંબધિત કચેરીઓ માં પણ ફરિયાદ કરવામાં આવી છે. મળેલ માહિતી મુજબ એનઓસી કાયદા મુજબ હોય ત્યારે કાયદાઓ દરેક માટે સરખો કેમ નથી? હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સરકાર જે વગર કામે અધિકારીઓના કામો થી બદનામ થઈ રહી છે . કાયદેસર તપાસ કરાવશે ખરા ..એ જોવાનુ બાકી રહ્યુ..
No comments:
Post a Comment