નવસારી જિલ્લાના અંત્યોદય યોજના હેઠળના રેશનકાર્ડ ધારકોને
તા.૧ લી ઍપ્રિલથી અનાજનું વિનામૂલ્યે વિતરણ કરાશે ઃ
હાલમાં સમગ્ર દુનિયામાં કોરોનાની વ્યાપક અસર થયેલ છે. જે અન્વયે તા.૨૫/૦૩/૨૦૨૦ ના રોજથી ૨૧ દિવસ માટે સમગ્ર ભારતમાં લોકડાઉન કરવામાં આવ્યો છે. રાજયના અન્ન, નાગરિક અને પુરવઠા વિભાગ, ગાંધીનગરની મળેલી સુચના મુજબ માહે ઍપ્રિલ-૨૦૨૦ માં ઍન.ઍફ.ઍસ.ઍ.-૧, ઍપીઍલ-૨, બીપીઍલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને અનાજનો પુરવઠો વિનામૂલ્યે મળી રહે તે માટે વિતરણ કરવાનું નકકી કરવામાં આવ્યું છે.
નવસારી જિલ્લામાં અંત્યોદય યોજના હેઠળના રેશનકાર્ડ ધારકો તથા ઍન.ઍફ.ઍસ.માં સમાવેશ થયેલા રેશનકાર્ડ ધારકોને ઍન.ઍફ.ઍસ.ઍ.-૧, ઍપીઍલ-૨, બીપીઍલ ને દરમાસે મળવાપાત્ર પ્રમાણ મુજબ ઘઉં, ચોખા, ખાંડ, આયોડાઇઝ મીઠું વિતરણ સબંધિત વ્યાજબી ભાવની દુકાન મારફત તા.૦૧/૦૪/૨૦૨૦ થી સવારે ૮-૦૦ થી રાત્રે ૮-૦૦ વાગ્યા દરમિયાન અનાજનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.
નવસારી જિલ્લાના તમામ વ્યાજબી ભાવની દુકાનો ખાતે તલાટી/ગ્રામ સેવક, શિક્ષક, ગામના આગેવાન, ઍનજીઅોના સ્વયંસેવક અને હોમગાર્ડ અથવા પોલીસની હાજરીમાં વિતરણ કરવામાં આવશે. આ બાબતે સબંધિત અનાજ મેળવવાને પાત્રતા ધરાવતાં રેશનકાર્ડ ધારકોને દુકાનદારો તરફથી કઇ તારીઍ અને કયા સમયે રેશનકાર્ડ ધારકે દુકાને અનાજ લેવા માટે જવાનું છે તે અંગે અગાઉથી ટોકનો વ્યાજબી ભાવના દુકાનદારો તરફથી સુપ્રત કરવામાં આવશે.અનાજ મળવાપાત્ર રેશનકાર્ડ ધારકોઍ પોતાનો રેશનકાર્ડ અને ટોકન રજૂ કરી વિનામૂલ્યે અનાજ મેળવવાનું રહેશે. નવસારી જિલ્લાના તમામ અનાજ મળવાપાત્ર ઍન.ઍફ.ઍસ.ઍ.-૧,ઍપીઍલ-૨, બીપીઍલ તથા અંત્યોદય રેશનકાર્ડ ધારકોઍ સહકાર આપવા જણાવાયું છે.
જે લોકો રેશનકાર્ડ કે અન્ય કોઇ પુરાવા ધરાવતા નથી અને અત્યંત ગરીબ, નિરાધાર, ઘર અને કુટુંબવિહોણા છે તેવા સરકારશ્રીની અન્ન બ્રહમમ યોજનાની પાત્રતા ધરાવતાં લાભાર્થીઅોને ઍપ્રિલ-૨૦૨૦ માં અનાજ આપવાનું નકકી કરવામાં આવ્યું છે. સર્વેને વિનામૂલ્યનું ફુડ બાસ્કેટ અન્ન બ્રહમમ યોજના હેઠળ વિતરણ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં પ્રસિધ્ધ થયેલ જાહેરનામાનો ભંગ ન થાય તે માટે સર્વેને નોîધ લેવા જિલ્લા પુરવઠા અધિકારી નવસારીની યાદીમાં જણાવાયું છે.
No comments:
Post a Comment