નવસારી જિલ્લા માં સરદાર પટેલ હોસ્પીટલ દ્વારા ૧૬૦ થી વધુ પોલિસ કર્મીઓની બીજી વખત મેડિકલ તપાસની કામગીરી કાબીલેતારીફ
Tuesday, April 21, 2020
નવસારી જિલ્લા માં સરદાર પટેલ હોસ્પીટલ દ્વારા ૧૬૦ થી વધુ પોલિસ કર્મીઓની બીજી વખત મેડિકલ તપાસ ની કામગીરી કાબીલેતારીફ
નવસારી જિલ્લા માં કોરોના જેવી મહામારીના સંક્રમણ ને રોકવા માટે નવસારી જિલ્લાના તમામ પ્રશાસનિક અધિકારીઓ આજે રાત - દિવસ મહેનત કરી રહ્યા છે. જેમા પોલિસ વિભાગ ઠેર-ઠેર નાકે -નાકે ૨૪ ક્લાક પોતાની ફરજ મુજબ કામ કરી રહી છે. અને આજ સુધી નવસારી જિલ્લા માં ફકત એક કેસ પોજીટિવ નોધાયેલ છે. આજ રોજ તારીખ ૨૧/૦૪/૨૦૨૦ના રોજ નવસારી જિલ્લાના પ્રખ્યાત સરદાર પટેલ હોસ્પીટલના તબીબો જેમા ડો.અમરીશ ભાઈ કથીરિયા ડો.જય નાયક અને ડો.દિવ્યેશ પટેલ એમ.ડી ,ભરત ભાઈ તલાવિયા સાથે સરદાર પટેલના સ્ટાફ બહેનો-ભાઈઓ દ્વારા ૧૬૦થી વધુ પોલિસ કર્મીઓની કોરોનાના કોવિડ-૧૯ હેઠળ રૂટિંગ તપાસ કરવામાં આવી છે. ભરત તલાવિયા સાહેબના જણાવ્યા મુજબ સદર તપાસ માં એક પણ કેસ સંક્રમિત નથી. અને સરદાર પટેલ હોસ્પીટલ નવસારી દ્વારા તપાસ માં એક પણ પોલિસ કર્મીને ગંભીર પ્રકારના રોગો જોવા મળેલ નથી. અને સામાન્ય જરૂરિયાત દવાના સીઓ એસોસિયેટ ના સૌજન્યથી આપવામા આવેલ છે. સરદાર પટેલ હોસ્પીટલ જલાલપોર નવસારીની કામગીરી ખરેખર કાબીલેતારીફ છે. કોરોના જેવી મહામારી માં સરદાર પટેલ હોસ્પીટલ દ્વારા સદર તમામ તપાસ વિના મુલ્યે કરવામાં આવી છે. જાગ્રિત નાગરિકો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ સરદાર હોસ્પીટલ નવસારી દેશ ઉપર દરેક સંકટ માં સાથે જોવા મળે છે. સદર તપાસ માં પર્યાવરણ અને માનવ અધિકાર સંસ્થાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.આર.આર.મિશ્રા અને અતુલ્ય હિંદુસ્તાન દૈનિક ન્યુજ પેપરના ચિફ બ્યુરો શ્રી રબીન્દ્ર અગ્રવાલ ઉપસ્થિત રહેલ હતા.
Subscribe to:
Post Comments (Atom)
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI
नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
(1) હિન્દુધર્મ પ્રમાણે માનવજીવનના સોળ સંસ્કારો :* 1. ગર્ભાધાન સંસ્કાર 2. પુંસવન સંસ્કાર 3.સીમંતોન્ન્યન સંસ્કાર 4. જાતકર્મ સંસ્કાર 5. નામકરણ ...
-
નવસારી વિજલપોર નગરપાલિકાના વેબસાઈટ ઉપર 420 દિવસ પાછળની માહિતી ....! આજે ૪૨૦ દિવસ પછી પણ જાહેર માહિતી અધિકારી શ્રી ડી એન ગોહિલ અને ઇજનેર શ્રી...
No comments:
Post a Comment