નવસારી જિલ્લામાં નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી દ્વારા તારીખ વગરનુ જાહેરનામુ..! તારીખ ૨૦ એપ્રિલ થી ભવ્ય શરૂઆત....
નવસારી જિલ્લા કોરોના જેવી મહામારી ના સંકટ સમયે પણ આજ સુધી એક પણ નાગરિક સંક્રમિત નથી.જેના અનુસંધાન માં ભારત સરકારની ગાઇડલાઈન મુજબ ગુજરાત સરકારના હુકમ મુજબ નવસારી જિલ્લા ગ્રીન ઝોન માં છે. જેથી નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી તારીખ વગર એક અખબાર યાદી જાહેર કર્યુ છે..નવસારી જિલ્લામાં તારીખ ૨૦/૦૪/૨૦૨૦ થી મોટા ભાગના મજુરો અને આવશ્યક સેવાઓ આપેલ શરતો મુજબ ચાલુ કરવામાં આવશે. જેમાં નવસારી જિલ્લા અધિક કલેકટર શ્રી અને નવસારી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર થી ફકત ઈ મેલ થી પરવાનગી આપવામાં આવશે.નવસારી કલેકટર કચેરી માં રૂબરૂ પરવાનગી લેવા જવા માટે કોઈને છૂટ આપવામાં આવેલ નથી.હવે ઉપરોક્ત સમાચાર થી નવસારી જિલ્લામાં તમામ નાગરિકો માં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે. ગરીબ મધ્યમ વર્ગ સાથે નવસારી જિલ્લાના નાના મોટા ઉદ્યોગ પતિઓ માં એક નવી આશાની કિરણ નજરે જોવા મળી રહ્યો છે.
No comments:
Post a Comment