Tuesday, April 21, 2020

નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ....... નવસારી જિલ્લામાં કોરોનાનો આજે પ્રથમ કેસ નોંધાયો

 

નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ

તા.૨૦ ઍપ્રિલ સુધી નિયમોનું ઉલ્લંઘન કરનાર ૫૦૦૦ સામે કાયદાકીય કાર્યવાહી

તેમજ ૫૫૦૨ વ્યકિતની અટકાયત કરવામા આવી

નવસારી- કોરોના વાયરસની મહામારી વચ્ચે સંક્રમણને અટકાવવા નવસારી જિલ્લા પોલિસ દ્વારા લોકડાઉનનો ચુસ્ત અમલ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર તા.૨૦ મી ઍપ્રિલના રોજ પોલીસ દ્વારા આ નિયમોનું ઉલ્લંઘન કરનારા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં કલમ ૧૮૮ ત્ભ્ઘ્ કલમ ૧૩૫ ગુજરાત પોલીસ ઍકટ ૧૯૫૧ હેઠળ ૨૩૮ સામે ઍફ.આઇ.આર. કરવામાં આવી છે તેમજ ૨૫૪ ની અટક કરવામાં આવી છે. તેમજ  ધ ઍપીડેમીક ડીસીઝ ઍકટ ૨૦૦૫ હેઠળ ૦૩ ઇસમો સામે ઍફઆઇઆર કરવામાં આવી છે. અને ૦૪ વ્યકિતની અટક કરવામાં આવી છે. જિલ્લામાં ૭૨ વાહનો ડીટેઇન કરાયા હતા. તા.૨૦ ઍપ્રિલ સુધીમાં કુલ ૫૦૦૦ ઍફઆઇઆર કરવામાં આવી છે. તેમજ કુલ ૫૫૦૨ વ્યકિતઓની અટકાયત કરવામાં આવી છે.શહેરીજનોને લોકડાઉનનું જવાબદારીપૂર્વક પાલન કરી કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સહયોગ આપવા અને ઘરમાં સુરક્ષિત રહેવાની અપીલ નવસારી જિલ્લા પોલિસ દ્વારા કરવામાં આવે છે.                                                       

 

યશફીન હોસ્પિટલ ખાતે કોરોનાની વિનામૂલ્યે તપાસ અને દવાઓ અપાશે

 નવસારી ખાતે આવેલી યશફિન હોસ્પિટલ ખાતે કોરોના ફલુ (શરદી, ખાસી, તાવના ચિન્હો ધરાવતા દરદીઅો) માટેની અોપીડી સવારે ૧૦-૦૦ થી ૧-૦૦ તથા બપોરે ૨-૦૦ થી ૪-૦૦ દરમિયાન ઉપલબ્ધ છે. આવા દરદીઅોની સંખ્યા વિનામૂલ્યે તપાસ અને દવાઅો સરકારશ્રી તરફથી આપવામાં આવે છે.નવસારીના ઍક જ વિસ્તારના બે કે તેથી વધુ દરદીઅો હોય તો યશફીન હોસ્પિટલ તરફથી વિનામૂલ્યે લાવવા લઇ જવાની સુવિધા આપવામા આવે છે. ઉપરોકત ચિન્હો ધરાવતા દરદીઅોઍ નવસારી યશફીન હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયું છે.

 

 નવસારી જિલ્લામાં આરોગ્યલક્ષી સઘન કામગીરી

જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ૭,૩૩,૪૫૭  ઘરોનો સર્વે કરાયો

નવસારી જિલ્લામાં પ્રથમ પોઝીટીવ કેસ નોîધાયો

 કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે આજ દિન સુધી નવસારી જિલ્લામાં ૫૪૩ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે જેમાંથી ૪૫૩ નમુના નેગેટીવ આવ્યા છે. ૮૯ રિપોર્ટ આવવાના બાકી છે. નવસારી જિલ્લામાં આજરોજ જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના ૪૨ વર્ષના દિનેશભાઇ નો કોરોનો પોઝીટીવ રિપોર્ટ આવ્યો છે.જિલ્લામાં હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ત્રીજા રાઉન્ડમાં ૭,૩૩,૪૫૭ ઘરોનો સર્વે થયો છે. જિલ્લામાં જાહેરમાં થુંકનાર વ્યકિત પાસે દંડ વસુલ કરવામાં આવે છે. આજદિન સુધીમાં ૧૬૪ કેસ કરીને રૂપિયા ૬૮,૯૦૦ વસુલ કરવામાં આવ્યા છે. જિલ્લામાં જુદા જુદા ૧૪ સ્થળોઍ કુલ-૨૧૫ કોરેન્ટાઇન બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આજરોજ ૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી-૧૧, જલાલપોર-૧૨, ગણદેવી-૦૮, ચીખલી-૦૫, ખેરગામ-૦૫, વાંસદા-૦૯  સેમ્પલ લેવામાં આવ્યાં છે.રાજ્યમાં કોરોના કેસો જોતાં લોકલ ટ્રાન્સમિશન જોવા મળી રહયું છે જેને ધ્યાને લઇને જિલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી થઇ રહેલ છે.જિલ્લાના લોકો પણ સરકારશ્રીની હેલ્પ લાઇન નંબર ૧૦૪ ઉપર સંપર્ક કરી માર્ગદર્શન અને માહિતી મેળવી રહયાં છે.રાજ્યમાં ૧૧૦૦ નંબરની હેલ્પલાઇન તથા ટેલીમેડીસીન સુવિધા શરૂ કરાઇ છે.આ હેલ્પલાઇન દ્વારા આઇસોલેશન અથવા હોમ ક્વોરેન્ટાઇન કરવામં આવેલ લોકોને ૨૪ ƒ ૦૭  કલાક માટે ઍમ.બી.બી.ઍસ.ઍમ.ડી.ફિઝિશીયન,ક્લીનીક સાઇકોલોજીસ્ટ અને સાઇક્રીયાટ્રીસ્ટ નિષ્ણાત તબીબો દ્વારા ટેલી મેડીસીન  અને ટેલી કાઉન્સલીંગ સહિત ટેલી ઍડવાઇઝ મળી રહે છે. કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટ દ્વારા પણ ટેલી મેડીસીન સુવિધા ઉભી કરાઇ છે. સવારે ૦૯ કલાકથી ૧૦ કલાકની વચ્ચે ૦૭૯-૨૨૬૮૮૦૨૮ ઉપર સંપર્ક સાધી શકાશે                                                                            

નવસારી જિલ્લામાં  કોરોનાનો આજે પ્રથમ  કેસ નોંધાયો

નવસારીઃ મંગળવારઃ- સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે. કોરોના સામે લડવા લોકોની જાગૃતિ ઍટલી જ જરૂરી છે. જાગૃતિ અને સાવધાની ઍ જ બચાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે. ત્યારે નવસારી જિલ્લા કલેકટર શ્રી આર્દ્રા અગ્રવાલ અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રશસ્તિ પારીકના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહયાં છે.કોરોના (કોવિડ- ૧૯) અંતર્ગત જિલ્લામાં આજે જલાલપોર તાલુકાના હાંસપોર ગામના ૪૨ વર્ષીય દિનેશભાઇ કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેમજ જિલ્લામાં અત્યારસુધીમાં સીઝનલફલુ/કોરોનાના ૫૪૩ દર્દીઓના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. ૮૯ રિપોર્ટ બાકી હોવાનું જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ.ભાવસારની યાદીમાં જણાવાયું છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...