Thursday, April 2, 2020

કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઈ કારખાનેદારો/માલિકો તેમના કામદારોના પગાર સત્વરે કરે તે જરૂરીઃ

 

પગાર બાબતે કોઈ ફરિયાદ હોઈ તો ટેલિફોન કરવા અનુરોધઃ

 કોરોના વાયરસ પરિસ્થિતિને ધ્યાને લઈ સુરત જિલ્લાના જાહેર/ખાનગી સંસ્થાના માલિકો/કારખાનેદારોએ તેઓની સંસ્થામાં કામ કરતા તમામ શ્રમયોગી/કામદારોને માર્ચ મહિનાનો પગાર તા.૨/૪/૨૦૨૦ સુધી થાય તે માટે ફોસ્ટા ડાયમંડ એસોસીયેશન, સચીન નોટી ફાઈડ એરીયાના એસોસીયેશન તેમજ જુદા જુદા એસોશીયેશનના પ્રતિનિધિઓને જિલ્લા કલેકટરશ્રીએ માનવીય અભિગમ રાખીને પગાર કરવાની સુચના આપવામાં આવી છે. બેંક અને સંસ્થામાં અવર જવર માટે પાસની જરૂરીયાત જણાય તો કલેકટર કચેરી ખાતેથી મેળવી લેવાના રેહેશ. વધુમાં પગાર નહી મળ્યા બાબતની કોઈ ફરિયાદ હોઈ તો ટેલિફોન નંબર ૦૨૬૧-૨૪૬૪૫૬૪ ઉપર ફરિયાદ કરવા સુરત નાયબ શ્રમ આયુકતશ્રી જી.એલ.પટેલની અખબારીયાદીમાં જણાવાયું છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...