Saturday, April 18, 2020

નવસારી જિલ્લામાં પુરવઠા સંબંધિત અધિકારીઓની કામગીરી કાબીલેતારીફ કે...?

નવસારી જિલ્લામાં એટીવીટી બંધ હોવાથી બંધ રાશન કાર્ડ ધારકો અટવાયા...! 
નવસારી જિલ્લામાં જવાબદાર અધિકારી શોધવો મુશ્કેલ..? 
નવસારી જિલ્લામાં તમામ રાશન કાર્ડ ધારકો સાથે અન્ન બ્રમ્હ યોજના શોભાના ગાઠીયા સમાન..!
નવસારી જિલ્લામાં સરકારી રાશન માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર..
જવાબદાર  કૌણ..? 
આજે નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગમાં વર્ષોથી તપાસ કરનાર અધિકારીઓની મિલીભગત થી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને સરકારની દરેક યોજનાઓ મોટા ભાગે ફકત ફાઈલો માં જ વિકાસ અને ગરીબોને મફત રાશન આપી રહ્યો છે.જમીની હકીકત માં તપાસ કરતા ખરેખર નાગરિકો ને રાશન મળ્યો છે કે કેમ એનો કોઈ પુરાવો નથી. નાગરિકોને કેટલો રાશન આપેલ છે એનો કોઈ દસ્તાવેજી પુરાવો નથી. મામલતદાર શ્રીઓ,પ્રાન્ત અધિકારીઓ દરેક સરકારી રાશનની દુકાનો માં શા માટે આટો મારી રહ્યા છે? એ આજે સમજવો ખરેખર અઘરૂ છે. મોટા ભાગનો પરવાનેદારો કોઈ પણ જાતનો કાચુ બિલ પણ નાગરિકોને આપેલ નથી. જાગૃત નાગરિકોનો મંતવ્ય અહીં લખી શકાય નહીં. એપી એલ કાર્ડ વર્ષો થી કોઈ પણ રાશન ન લીધેલ હોવા થી બંધ કરવામાં આવેલ છે. હવે ચાલુ કરવા માટે એટીવીટી બંધ હોય જેથી ફરીથી ચાલુ કરી શકાય નહીં. અન્ન બ્રમ્હ યોજના માટે કોઈ સ્થળ નિયત કરેલ નથી. અન્ન બ્રમ્હ યોજના વર્ષો થી કાર્તરત છે. પરંતુ આરક્ષણ અને બાપુ દર્શન થી કે ખાનદાની ઓણખ થી નિમણૂંક થયેલ સંબંધિત અધિકારીઓ ને ખબર જ નથી. આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ આજ સુધી એ યોજના જમીન ઉપર નથી. જેથી હવે અધિકારીઓ ખાસકર શહેરી વિસ્તારોમાં અન્ન બ્રમ્હ યોજનાની લિસ્ટ માટે ફાફા મારતા જોવા મળેલ હતા. મામલતદારો અને પ્રાન્ત અધિકારીઓ ગેરકાયદેસર એરકંડીશન માં બેસી ફકત કાયદો જણાવી રહ્યા છે. મોટા ભાગના પ્રાન્ત અને મામલતદારોને પુરવઠા વિભાગ માં કશું ખબર હશે એ જાણવો અઘરુ છે . નવસારી જિલ્લા આજે મોટા ભાગે અધિકારીઓ માટે તાલીમ કેન્દ્ર છે. અહીં અધિકારીઓ ફકત તાલીમ લેવા માટે સરકાર નિમણૂંક કરેલ છે. સરકારી રાશનની દુકાનો માં તપાસ કરતા નાગરિકો ને મળતો રાશન અન્ય સામગ્રી કેટલો મળવો જોઈએ અને કેટલો આપવામાં આવેલ છે. એનો કોઈ પુરાવો નથી.  ગુજરાત રાજ્ય અન્ન નાગરિક પુરવઠા વિભાગ સાથે સંબંધિત અધિકારીઓ સમાચાર ની ગંભીરતા થી નોધ લઈ તપાસ કરાવશે કે ભાઈ ભાઈની ભૂમિકા નિભાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...