વલસાડ જિલ્લા આયુર્વેદ અધિકારીઓ સાથે આયુર્વેદ ના તબીબોની કામગીરી
કાબીલે તારીફ
આજે તારીખ ૧૪/૫/૨૦૨૧ ના રોજ વલસાડ જિ.પ.આયુર્વેદ દવાખાનુ, ભુતસર ના આયુર્વેદ ના ડોક્ટરો દ્વારા બોદલાઈ,ભુતસર ગ્રાં.પ તથા વાંકલના પી.એ.સી ખાતે વિતરણ કરવા માટે સંશમની વટી તથા ઉકાલા આપવામાં આવ્યાં.
કોરોના જેવી મહામારી માં આજે આયુર્વેદ એક અમૃતતુલ્ય સમાન છે. ૧૩ માસ પછી પણ કોરોના મહામારી માં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ એક કારગર ઉપાય છે. પાંચ તત્વો થી માનવ શરીરની રચના થયેલ છે.જેમા કોઈ પણ ખામી કે તકલીફ આવે ત્યારે એજ ફરીથી પાંચ તત્વો થી નિર્મિત એટલે નૈસર્ગિક આયુર્વેદ ના દવાઓથી દૂર કરી શકાય છે. જેમાં આજે વલસાડ જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારીઓ આયુર્વેદ ના દવાઓ સાથે નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ થી બનાવેલ ઉકાળો ના વિતરણ કરવામાં આવ્યુ છે. જાણકારો ના મંતવ્ય મુજબ આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ કોઈ પણ સંજોગોમાં ઈમ્યુનિટી પાવર માટે એક સચોટ ઉપાય છે.રોગ પ્રતિરોધક ક્ષમતા માટે આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર સૌથી સરળ અને સરસ ઉપાય છે. સૌથી પ્રાચીન અને પૌરાણિક પદ્ધતિ ઉપર સરકાર એક નજર કરી એનો ખરેખર મહત્વ આપે એ આજની જરૂરિયાત છે.
No comments:
Post a Comment