Thursday, April 1, 2021

નવસારી વિજલપોર નગરપાલિકાની કામગીરી કાબીલે તારીફ કે...? ગેરકાયદેસર એસી અને ચોખ્ખું પાણી માં ફાંફાં..!




નવસારી વિજલપોર નગરપાલિકાની કામગીરી કાબીલે તારીફ કે...? 
ગેરકાયદેસર એસી અને ચોખ્ખું પાણી માં ફાંફાં..!
ગટર બે માસથી ભરાઈ...!
 સાફ કરવા માટે સમય કે શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારી કે જવાબદાર અધિકારી નથી ..!


          નવસારી જિલ્લામાં પહેલીવાર સૌથી મહત્વપૂર્ણ સર્વસંમતિ ની સરકાર આમ નાગરિકો દ્વારા  આપવામાં આવેલી છે. આમ નાગરિકો ની દરેક આશા પુરી થશે એવી શુભ આશય થી નવસારી વિજલપોર નગરપાલિકામાં બધી જ સીટો એક જ પક્ષને આપવામાં આવેલ છે. ફક્ત એક જ મહિલા ઉમેદવાર અન્ય ને ભૂલથી કે સંજોગવશાત મણી છે. જેને પહેલી સામાન્ય સભામાં ચેયર ની સુવિધા ઉપલબ્ધ મુશ્કેલ થી આપવામાં આવી હતી. આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં માં આમનાગરિકો ને પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી. અને નવી ચુંટાયેલા પ્રતિનિધિઓ ની કામગીરી આને લાયકાત ખરેખર કાબિલે તારીફ છે. નવસારી વિજલપોર નગરપાલિકામાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય જોવા મળે છે.પીવા લાયક ચોખ્ખું પાણી નથી.જે દારૂ શરાબના અડ્ડોની જેમ ગેરકાયદેસર બોરીગ કરી દરે દરે પીવાના પાણીનો વેચાણ થી સ્પષ્ટ જણાય આવે છે કે નવસારી વિજલપોર નગરપાલિકામાં આપવામાં આવતો પાણી પીવા લાયક નથી એમાં કોઈ શક નથી. ઠેર ઠેર ગટરો ભરાઈ રહી છે. આને વાયુ પ્રદુષણ માં નવસારી પહેલા ક્રમે છે. રસ્તાઓ મોટા ભાગે એક ફુટ ઉંચા બનાવવામાં આવેલ છે.અને વરસાદી પાણી નો નિકાલ ફક્ત રોડ જ છે એ હવે ઉંચો છે. જેથી મોટા ભાગના વિસ્તારોમાં મકાનો અને દુકાનો માં પાણી ભરાશે જે ખરેખર જોખમી સાબિત થઈ શકે છે. 
    નવસારી જિલ્લામાં આજે ફરીથી કોરોના ના સંક્રમણ વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. એનો કારણ પ્રાથમિક સુવિધાઓ માં બેદરકારી છે. 
       નવસારી વિજલપોર નગરપાલિકામાં એક તરફ આમ નાગરિકો માટે પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નથી.પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓ ને કશું ફરક પડતો નથી. ગુજરાત સરકાર કરકસર માટે કેટલાક હુકમો પરિપત્રો બહાર પાડી રહી છે. જમીનની હકીકત માં એના જ નેતાઓ અને અધિકારીઓ સરકાર ને બદનામ કરવા કમર કસી છે.સરકારના કાયદો મુજબ સંયુક્ત સચિવ અથવા એના સમકક્ષ સિવાય એરકન્ડીશન ની સુવિધા માટે એક પણ અધિકારી પાત્ર નથી. અને નેતાઓ સેવક છે.સેવાભાવી હોય અને સુવિધાઓ ભોગવવા માટે ચુંટાયેલા નથી. પરંતુ આજે નવસારી વિજલપોર નગરપાલિકામાં ગેરકાયદેસર એરકન્ડીશન વાહનો સારા માં સારુ સુવિધાઓ સામે નાગરિકો માટે કશું નથી. 
        અતિ આધુનિક વૈજ્ઞાનિકો ના મંતવ્ય મુજબ   એરકન્ડીશન મહામારી માં આગ માં પેટ્રોલ જેવો કામ કરે છે. એરકન્ડીશન માં કોરોના ના સંક્રમણ આસાની થી ફેલાય છે. પરંતુ નવસારી વિજલપોર નગરપાલિકામાં કાયદા કાનૂનની અમલવારી ગુનો સમજવા માં આવે છે.સરકાર ગમે એ મેહનત કરે નવી નવી યોજનાઓ કાયદો ઘડે કે કરોડો રૂપિયાના ફંડ આપે નવસારી વિજલપોર નગરપાલિકામાં ભ્રષ્ટાચાર કોઈ પણ સંજોગોમાં બંધ થઈ શકે નહીં. હવે આ સમાચાર વાંચીને પોતાને બાહુબલી માનતા નેતાઓ અને સિંઘમ તરીકે ઓળખાતા અધિકારીઓ  કાયદા કાનૂનની કિતાબો ઉપર નજર રાખી કામો કરશે કે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી પહેલા જ જણાવ્યું છે કે કોન્ટ્રાક્ટરી ન કરી અને કાયદેસર કામ કરો અન્યથા સસ્પેન્ડ કરતાં વાર નહીં લાગશે. મોદી સરકારની મહત્વપૂર્ણ મિશન  ભ્રષ્ટાચાર વિરુદ્ધ ભારત માં નામ નોંધાવી સરકારી સેવાલયનો લાભો આપવા સરકારને મજબૂર કરશે. એ જોવાનું  બાકી રહ્યું....

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...