Wednesday, April 14, 2021

વલસાડ જિલ્લા માં વલસાડ નગરપાલિકા દ્વારા કોરોના જેવી મહામારીને નાબુદ કરવા યુદ્ધના ધોરણે વલસાડ શહેરને સેનેટાઈઝર કરવાનીની કામગીરી .......!






વલસાડ જિલ્લા માં વલસાડ નગરપાલિકા દ્વારા કોરોના જેવી મહામારીને નાબુદ કરવા યુદ્ધના ધોરણે વલસાડ શહેરને સેનેટાઈઝર 
કરવાનીની કામગીરી .......! 
                             આજે ગુજરાત માં મોટા ભાગે દરેક જિલ્લાઓ કોરોના જેવી મહામારી થી ત્રાહિમામ થવા પામ્યા છે. ૧૩ માસ પછી પણ વિશ્વ આરોગ્ય સંસ્થા કે આધુનિક વૈજ્ઞાનિકો પાસે કોઈ સચોટ ઉપચાર નથી. જેથી મેડિકલ ટ્રાયલ બેસ ઉપર ઉપચાર કરવામાં આવી રહ્યો છે. અને મોટા ભાગે દરેક પ્રકારથી સરકાર રાત દિવસ સંપર્ક સાથે પ્રયત્નો કરી રહી છે. અને આજે પણ કોરોના જેવી મહામારીથી રાહત માટે સરકારશ્રીના ગાઈડ લાઈન મુજબ માસ્ક,હાથ ધોવાના સાથે  શોસિયલ ડિસ્ટેંસ કે કામ વગર બહાર ન જવા જેવા જરૂરી સિવાય કોઈ વિકલ્પ નથી. એક વર્ષ અગાઉ એક દર્દી પોજિટિવ આવતા મોટા ભાગના દરેક વિભાગ સંકલન કરી કોરોના જેવી મહામારીને મટાડવા પ્રયત્નો કરતા જોવા મળતો હતો. પરંતુ આજે મોટા ભાગના શાસન અને પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ નિરાશ થઈ પોતાના જીવ સંકટ માં ન આવી જાય એવો નજરે પડી રહ્યા છે. એવા સંકટ સમયે વલસાડ નગરપાલિકાના અધિકારીઓ કર્મચારીઓના સંકલન થી આખો શહેર સેનેટાઇજર કરવો એ ખરેખર કાબીલેતારીફ કામગીરી છે. વલસાડ નગરપાલિકાના તમામ અધિકારીઓ કર્મચારીઓ સાથે આરોગ્ય વિભાગ આજે ઘરે ઘરે જઈ હોમ કોરોંટાઈન થયેલ દરેક દર્દીઓ અને પરિવાર માં થતી આરોગ્ય સંબધિત તકલીફો માટે યથોચિત મદદ પણ પુરૂ પાડે છે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ વલસાડ જિલ્લાના કલેક્ટર શ્રી સાથે તમામ સંબધિત અધિકારીઓ આજે ૨૪ ક્લાક યુદ્ધના ધોરણે કામો કરતા જોવા મળે છે. કોઈ પણ મહામારી કે આપાતકાલ માં સરકાર શ્રી સાથે જિલ્લાના અધિકારીઓના સંકલન વગર રાહત મળી શકે નહિ. જે આજે વલસાડ જિલ્લા ગુજરાત માં એક દાખલો આપી રહ્યો છે. જાગૃત નાગરિકોના મંતવ્ય મુજબ વલસાડ નગરપાલિકા, વલસાડ જિલ્લા આરોગ્ય વિભાગ સાથે વલસાડ જિલ્લા કલેક્ટર શ્રી એવી રીતે કોરોના જેવી મહામારીમાં અન્ય મદદ પણ કરશે એની રાહ જોઈ રહ્યા છે.



No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...