Wednesday, April 28, 2021

નવસારી જિલ્લામાં વાયરસ સંક્રમિત દર્દીઓ માટે ખુશખબર...!



નવસારી જિલ્લામાં વાયરસ સંક્રમિત દર્દીઓ માટે ખુશખબર...!
      
        નવસારી જિલ્લામાં કોરોના મહામારી ચરમસીમાએ રાજ કરી રહ્યુ છે.સરકારી અને ખાનગી હોસ્પીટલો માં બેડ વેન્ટિલેટર ઓક્સિજન ઇન્જેક્શન કે તબીબો પુરતુ પ્રમાણમાં ન હોવાથી આજે માનવજીવન ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.અને રોજેરોજ સંક્રમિત દર્દીઓની સંખ્યા માં ભરખમ વધારો જોવા મળી રહ્યો છે.શાસન પ્રશાસન રાત દિવસ મહેનત કરી રહ્યો છે. જનતા કર્ફ્યૂ સ્વૈચ્છિક લોકડાઉન કે રાત્રે કરફ્યુ માં નાગરિકોના સાથ સહકાર હોવા છતાં આજે એક ભયનો માહોલ સર્જાયો છે.સતત રોજી રોજગાર બંધ રહેવા થી ભુખમરી, બેરોજગારી , ભ્રષ્ટાચાર,  કાળાબજારી વધી રહ્યુ છે.અને વાયરસ સંરક્ષણ માટે સરકાર દ્વારા નવી ગાઈડ લાઈન સાથે તમામ પ્રયાસો કરી રહી છે. છતા હજુ સુધી વિશ્વ આરોગ્ય સંસ્થાના અહેવાલ મુજબ કોઈ મક્કમ દવા મળી નથી ફક્ત મેડિકલ ટ્રાયલ બેઝ ઉપર સારવાર આપવામાં આવે છે.આધુનિક ચિકિત્સા પદ્ધતિ એલોપેથી માં દરેક સંક્રમિત નાગરિકોની સારવાર માટે વ્યવસ્થા પુરતુ સાથે દરેક નાગરિકો માટે શક્ય નથી.લાખો રુપિયાનો બિલ ખાનગી હોસ્પિટલોમાં ભરવો એ સામાન્ય અને મધ્યમ વર્ગના નાગરિકો માટે કોઈ પણ સંજોગોમાં સંભવ નથી.આજે માનવીય ચિકિત્સા માટે એક સર્વે મુજબ ત્રણ સૌ પદ્ધતિઓ છે.જેમા એલોપેથી ચિકિત્સા પદ્ધતિ સૌથી નવી પદ્ધતિ છે.અને અન્ય તમામ પદ્ધતિઓ માં હાલના તબક્કે સ્વદેશી ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સૌથી વધુ કારગર પદ્ધતિ સાબિત થઇ રહી છે. અને આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ માં કોઈ પણ સંજોગોમાં મોટા ભાગે આડ અસર નથી.અને આજે પણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ થી સૌથી વધુ પ્રમાણમાં નાગરિકો સારવાર લઈ સાજા થઈ રહ્યા છે.

         સ્વદેશી આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ સૌથી વધુ કારગર પદ્ધતિ છે.અને સામાન્ય થી સામાન્ય નાગરિકો એ પદ્ધતિ થી સારવાર લઈ શકે છે. જેથી સામાન્ય મધ્યમવર્ગના નાગરિકો માટે ગભરાઈ જવાની જરૂર નથી.સબ્ર અને વિશ્વાસ સાથે સ્વદેશી આયુર્વેદિક નૈસર્ગિક ઉપચાર રૂષિ મુનિઓ દ્વારા શોધ કરેલ દવાઓના પ્રયોગ થી લાખો દર્દીઓ સારવાર લઈ સાજા થઈ રહ્યા છે.આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર પદ્ધતિ થી સારવાર આપવા માટે તબીબોના સંપર્ક એક સારો વિકલ્પ છે.
લોકરક્ષક હેલ્થ કેયર નવસારી દ્વારા આયુર્વેદ નૈસર્ગિક ઉપચાર કેન્દ્ર માં સંપર્ક કરી દવાઓ અને માર્ગદર્શન મેળવી શકાય છે. 


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...