નવસારી જિલ્લા માં નવસારી નગરપાલિકા આજે ૬ વર્ષે પણ આરસીપીએસ ૨૦૧૩ના એક બોર્ડ માટે સમય કે નાણા નથી ..?
નવસારી નગરપાલિકાના એક ઝલક !
નવસારી શહેર દ્વારા ગટરનો પાણી થી માં પૂર્ણાનદી ભયજનક...!
નવસારી નગરપાલિકા ગુજરાત ખાતે સૌથી મહત્વપૂર્ણ નગરપાલિકા છે. સ્વચ્છતા અભિયાન માં સરકાર પ્રમાણપત્ર આપેલ છે.જેમાં નવસારી અને વિજલપોર નગરપાલિકા ના ગટરનો પાણી ટ્રીટમેન્ટ વગર સીધો માં પૂર્ણાનદી માં વર્ષો થી ઠલવાઇ રહ્યો છે.જેથી ગટરનો પાણી થી નદી ના તમામ જીવજંતુઓ અને પર્યાવરણ માં નુકસાન થઈ રહ્યો છે.ગુજરાત પ્રદૂષણ કન્ટ્રોલ બોર્ડ મળેલ માહિતી મુજબ શું કામગીરી કરી રહી છે. એ અહીં લખવુ શક્ય નથી. પણ સમજવો અઘરું નથી.
અને એમ પણ નવસારી જિલ્લા ખાતે વર્ગ-૧ માં આવે છે. જેથી કરોડો રૂપિયા ચણા-મમરાની જેમ ખર્ચ કરવો સામાન્ય બાબત છે. આજે વર્ષોથી નવસારી જિલ્લા માં નવસારી નગરપાલિકા સૌથી વધુ ભ્રષ્ટાચાર કરી પોતાના નામો ટોપ-ટેન માં મુકેલ છે. નવસારી નગરપાલિકાઓ માં સમયસર ઉપસ્થિત રહેવા અધિકારીઓ ગુનો સમજે છે. રામ-ભરોસે ચાલતી નવસારી નગરપાલિકા માં જ્યારે મુખ્ય અધિકારી જ સમયસર નહિ આવતો હોય ત્યારે એમના તાબા હેઠળના અધિકારીઓ આવશે ખરા ? સૌથી વધુ વેતન અને રાજા-શાહી જેવી સુવિધા મેળવનાર અધિકારી પાસે અરજદારો માટે સમય જ નથી . આજે ઠેર -ઠેર કચરાનો ઢગ જોવા મળે છે. અને અહિં સંબધિત અધિકારીઓ ટેલિફોનિક મુલાકાત લેવા રાજી નથી. મા.અ.અ.૨૦૦૫ દ્વારા એક માહિતી માં કાયદેસર એક વિભાગીય માહિતી અધિકારી જે એક સીનીયર ઇજનેર તરીકે વર્ષો થી ફરજ બજાવી રહ્યા છે. મા.અ.અ.2005 ની કામગીરી માં
પોતે પી.એમ. હોય એવી રજુવાત કરેલ હતી.
નવસારી નગરપાલિકા માં મા.અ.અ.૨૦૦૫ હોય કે જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩, ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ હોય કે લઘુત્તમ માસિક વેતન ૧૯૪૮ જન હિત સંબધિત કાયદાઓ આજે અમલવારી કરવા માટે અધિકારી જ નથી. એક કાયદેસર બોર્ડ માટે સમય કે નાણા નથી સમજવો અઘરૂ છે. કરોડો રૂપિયા ચણા-મમરા ની જેમ ખર્ચ કરતી નગરપાલિકા આજે પ્રાથમિક સુવિધાઓ અપાવવામાં નિષ્ફણ છે. કરોડો રૂપિયા પાણીના બિલ નાગરિકો પાસે વસૂલ કરી અંબિકા ડિવીઝન માં આશરે ૪૦ કરોડ રૂપિયાના બિલ ચુકવી નથી. અને વિજલપોર નગરપાલિકા પાસે આશરે ૯ લાખ રૂપિયાના પાણી માટે બિલ કયા આધારે વસૂલ કરેલ છે.?

નવસારી નગરપાલિકાના હદ વિસ્તાર માં વાહનો પાર્ક કરવા માટે જગ્યા નથી. પાર્કિંગ માં કાયદેસર દુકાનો ચણી દેવામાં આવેલ છે. જેથી જીવન જરૂરિયાત સામાન ચીજ વસ્તુઓ લેવા માટે આવનાર નાગરિકો પાસે ટ્રાફિક પોલિસ રોડ ઉપર પાર્કિંગ કરેલ હોવાથી તત્કાલ દંડની રકમ ભરાવે છે. અને કાયદેસર પાર્કિંગની જગ્યા ખાલી કરવા માટે શાસન પ્રશાસન આજે કુંભનિન્દ્રા માં નજરે પડી રહ્યો છે.
નવસારી જિલ્લામાં દરેક કચેરીમાં પટાવાણા થી અધિકારીઓ સુધી જિલ્લાની અન્ય કચેરીઓ માં વર્ષોથી બદલી કરવામાં આવે છે. ત્યારે નગરપાલિકાઓ માં એ પ્રથા અજુ સુધી કેમ નથી..?
નવસારી જિલ્લામાં દરેક કચેરીમાં પટાવાણા થી અધિકારીઓ સુધી જિલ્લાની અન્ય કચેરીઓ માં વર્ષોથી બદલી કરવામાં આવે છે. ત્યારે નગરપાલિકાઓ માં એ પ્રથા અજુ સુધી કેમ નથી..?
નવસારી નગરપાલિકા માં બિલ્ડિંગ ઈંસપેક્ટર કે બાંધકામ ચાલતો હોય ત્યારે ઈજનેરો શું કાર્યવાહી કરે છે.? એનો તપાસ રિપોર્ટ પ્રોસેસ રિપોર્ટ માટે કયા અધિકારી છે. ? કાયદેસર પરવાનગી લીધા બાદ દસ દસ માળ સુધી ઈજનેરો કયા દુુનિયા માં રહે છે.
નવસારી નગરપાલિકા માં રોડ તદ્દન ઉતરતી કક્ષાનો અને ઘટિયા ક્વોલિટી ના બનાવવા માં આવે છે. દર વર્ષે અકસ્માત થાય છે. સરકાર બદનામ પણ થાય છે. એક અધિકારીની કામગીરી થી સરકાર બેકફુટ પર આવી જાય છે. છતા એ અધિકારી શા માટે કાર્યવાહી નથી કરી શકતો.એ આજે જગ જાહેર છે.
નવસારી નગરપાલિકાના કચરો એક જ સ્થળે ઠાલવવામાં આવે છે. અને વાયુ પ્રદુષણ થી ભયંકર રોગો થી નાગરિકો ત્રાહિમામ જોવા મળે છે. અને એમા પ્રોસેસ કરી અન્ય કામો માટે આજે કરોડો રૂપિયા ખર્ચ થયેલ અને એ પ્રક્રિયાની તપાસ કયા અધિકારી કરશે..?
નવસારી જિલ્લાની નવસારી નગરપાલિકાઓ માં ભ્રષ્ટાચારનો અધિકાર માં આજે મોટા ભાગના અધિકારીઓ પહેલા ક્રમે પહોંચવા માટે એડી ચોટીની મહેનત કરી રહ્યા છે. ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ મુજબ તપાસ કરવામાં આવે ત્યારે સરકારી સેવાલય સિવાય બહાર નજરે કેટલા આવશે એ તપાસ પછી જ ખબર પડશે. ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી જે આજે કાયદા કાનૂનના તજજ્ઞ છે. ઉપરોક્ત સમાચારની ગંભીરતાથી નોધ લઈ તપાસ કરાવશે ખરા..?
No comments:
Post a Comment