નવસારી ફુડ એન્ડ ડ્રગ કંપની રામ ભરોસે...?
સુપ્રીમ કોર્ટ દ્વારા જાન લેવા બેન દવાઓ સાથે ખોરાક માં ભેળસેળની તપાસ અધિકારી ....?
નવસારી જિલ્લામાં
ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરીની કામગીરી થી નાગરિકો ત્રાહિમામ થવા પામ્યો છે.
મોઘવારી,મંદી,બેરોજગારી અને કમોસમી ચોમાસુંના મારથી પરેશાન
છે.એના ઉપર માનવજીવન આજે પ્રદુષિત વાતાવરણ અને નકલી બેન દવાઓ ભેળસેળ યુક્ત ખોરાક
થી કેવી રીતે જીવન ગુજરાન કરવો સમજવો અઘરું છે. નવસારી માં સદર કચેરી તપાસ કરવા
બદલે શું કરી રહ્યા છે.એ આજે આમ નાગરિકો પણ સમજી શકે છે. કાયમી થતી ફરિયાદની
સત્યતા જાણવા માટે એક માહિતી માગવા માં આવેલ હતી જેમા આજ સુધી એક તપાસ પણ કાયદેસર
કરવામાં આવેલ નથી. જેની તપાસ ગાંધીનગર ની કચેરીમાં કરવામાં આવેલ હતી.જેમાં આજ સુધી
કોઈ તપાસ કે હુકમ પણ કરવામાં આવેલ નથી.જાણકારોના મંતવ્ય મુજબ કોઈ પણ ફરિયાદ
ગાંધીનગર કરવામાં આવે ત્યારે એની પણ અલગથી બાપુ દર્શન કરવામાં આવે છે. અને
આજે વર્ષોથી નવસારી જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયંત્રણ કચેરી જાણી બુઝીને ખાલી રાખવામાં
આવેલ છે. અને ચાર્જ માં કાયદેસર પાડોસી જિલ્લાઓના જ અધિકારને ચાર્જ આપવા બદલે
હિંમ્મતનગર જિલ્લા થી એક અધિકારીને ચાર્જ આપવામાં આવેલ છે. જેથી દરેક નાગરિકો સમજી
શકે છે કે અહિં નવસારી જિલ્લામાં કાયદેસર કામ કરવા માટે અધિકારીઓની નિમણુંક નથી
કરવામાં આવેલ છે. અને સદર અધિકારી ઉપસ્થિત રહી શકે નહિ.
નવસારી
જિલ્લામાં ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરીની તપાસ ગુજરાત સેવા વર્તણુંક નિયમો ૧૯૭૧ કે
ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ મુજબ કરાવી જોઈ
શકાય છે. પરંતુ આજે તપાસ કૌણ કરશે. જ્યારે ગુજરાતના સદર વિભાગ સુપ્રીમ કોર્ટ
દ્વારા પ્રતિબંધિત બેન દવાઓ ની તપાસ કે બંધ ન કારાવી શકતી હોય ત્યારે પાડોસી
જિલ્લાઓથી અધિકારીઓની નિમણુંક કેવી રીતે કરી શકશે. સુત્રો દ્વારા મળેલ માહિતી મુજબ
અહિં નવસારી જિલ્લાના મુખ્ય અધિકારી શ્રી અરજદારને પણ કોઈ પણ સંજોગે એમને ધંધો કરી
ગુજરાન ચલાવી દેશે નહિ. એવી ધમકીઓ રૂબરૂ આપી છે. સદર અધિકારી શ્રીને ખબર નથી છતા
આજે જાણવો જરૂરી છે કે એ પોતે નોકરી કરી રહ્યા છે. એમને મળતો વેતન ગુજરાત સરકાર
પાસે નોટ છાપવાની મશીન નથી. અને લોક ચર્ચા મુજબની હાલત સારી નથી. જેથી કાયદેસર
હાજર પણ રહી શકતો નથી. સમયસર હાજર રહેવા માટે નવસારી જિલ્લાની સદર કચેરીમાં આજે
૨૧વીં સદીમાં હાજરી પૂરવા માટે આજે પણ ડિઝિટલ મશીન નથી.
નવસારી જિલ્લામાં
ખોરાક અને ઓષધ નિયંત્રણ કચેરીના અધિકારીઓ પાસે સુપ્રિમ કોર્ટ દ્વારા બેન દવાઓના
નામ રૂબરૂ પૂછતા પાંચ દવાઓના નામો ખબર નથી. ત્યારે એની તમામ કામગીરી અને તપાસ કેવી
રીતે થઈ હશે એ જાંણવો એક સામાન્ય બાબત છે. મા.અ.અ.૨૦૦૫ દ્વારા મળેલ માહિતી માં
તપાસ અધિકારીઓ તપાસના બદલે કેવી કાર્યવાહી કરી છે? મળેલ માહિતી લખવા માટે અહિં કોઈ લખવા માટે
શબ્દ નથી. સદર કચેરી દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી જિલ્લા માં આશરે ૯૦૦ મેડિકલ સ્ટોર છે. જેમા ફકત ૯ સ્ટોર માં જઈ ખાના પૂર્તિ પણ કરેલ નથી. જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે.
નવસારી જિલ્લાની સદર કચેરીમાં મા.અ.અ.૨૦૦૫ કે
જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ ભ્રષ્ટાચાર અધિનિયમ ૧૯૮૬ વગેરે જન
હિત કે ભ્રષ્ટાચાર માટેના કાયદાઓની અજુ સુધી અમલવારી થયેલ નથી.અને સદર અધિકારીઓ
અમલવારી કોઈ પણ સંજોગો માં કરવા રાજી નથી. આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ સંબધિત
અધિકારીઓ તપાસ કરાવશે કે સરકારને બદનામ કરવા ભાગીદાર થશે એ જોવાનુ બાકી રહ્યુ. આ સમાચાર
ની નીચે પોતાના મંતવ્ય લખ્વા નમ્ર વિનંતી. આ સમાચાર સદર કંપનીના સંબધિત તમામ
અધિકારીઓના મોબાઈલ માં પણ મોકલવામાં આવેલ છે.
No comments:
Post a Comment