Thursday, November 28, 2019

નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરીની કામગીરી કાબીલેતારીફ ..| શિક્ષણમંત્રી દ્વારા પ્રશસ્તિપત્ર અપાયા

નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી રોહિત ચૌધરીની કામગીરી કાબીલેતારીફ . શિક્ષણમંત્રી દ્વારા પ્રશસ્તિપત્ર અપાયા

ગુજરાત રાજ્યની સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પહેલી વાર શિક્ષણ વિભાગમાં એક શિક્ષણઅધિકારી ને કામગીરીના આધારે પ્રશસ્તિપત્ર અપાયા. નવસારી જિલ્લા શિક્ષણાધિકારી શ્રી રોહિત ભાઈ ચૌધરી ની નિમણુંક થયા ત્યારથી શિક્ષણ વિભાગના વિકાસ માટે ૨૪ ક્લાક પ્રયત્નશીલ નજરે પડી રહ્યા છે. અને નવસારી જિલ્લાના તત્કાલીન કલેક્ટર ડો.મોડિયા શ્રી પણ ઘણી વખત એમના કામોની તારીફ કરેલ છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓ માં પણ ખરેખર ચૌધરી સાહેબ પોતાના દરેક ફરજો નિભાવવામાં કોઈ કસર બાકી રાખતા નથી. 
                 આજે ગુજરાત રાજ્યમાં જ્યાં સરકારી શિક્ષણ નો ખાનગીકરણ થઈ રહ્યો છે. મોટા ભાગે નાગરિકો એમના બાળકો ને ખાનગી સંસ્થાઓ માં જ ભણાવવા પ્રયાસ કરે છે. ત્યાં જ આજે નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ની મહેનત રંગ લાવી. અને જિલ્લાના ૧૦૩૬ થી વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા માં થી સરકારશ્રી દ્વારા સંચાલિત શાળાઓ માં પ્રવેશ લીધુ છે. એ પણ જિલ્લા પંચાયત દ્વારા સંચાલિત જ્યાં આજે વર્ષોથી કાયદા કાનૂનની ઐસી કી તૈસી કરવામાં આવે છે. નવસારી જિલ્લા પંચાયત જ્યાં આજે સૌથી વધુ ભ્રષ્ટાચાર થતુ હોય એવા અધિકારીઓ દ્વારા સંચાલિત શાળાઓ માં સકારાત્મક વલણ માં લાવવો એ આજે ખરેખર કાબીલે તારીફ કામગીરી કહેવાય. જાણકારો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ નવસારી જિલ્લા માં પહેલો અધિકારી શિક્ષણ ક્ષેત્ર માં કાર્યરત છે.એવા અધિકારીશ્રીને ફકત પ્રશસ્તિ પત્રની સાથે શિક્ષણના વિકાસ માટે વિશેષ અધિકાર આપવાની જરૂર છે. આજે ગુજરાત જ્યાં ફકત ફાઈલો માં જ વિકાસ કરી રહ્યો છે. ખરેખર જમીની હકીકત માં વિકાસ શિક્ષણ વગર થઈ શકે નહિ. અને સદર સન્માનમાં નવસારી જિલ્લાના તમામ શિક્ષકો અને અધિકારીઓ વહીવટી અધિકારીઓ સાથે વાલીઓ પણ ભાગીદાર છે. જેથી વધાના સાથ સહકાર થી શિક્ષણનો વિકાસ એટલે દેશનો વિકાસ ની શરૂવાત થયેલ છે. સમાચારની ગંભીરતાથી નોધ લઈ ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ચુડાસમા અને સંબધિત તમામ શાસન ,પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ નવસારી જિલ્લાના વિકાસ માટે ઉપરોક્ત  શિક્ષણ અધિકારીશ્રી અને સંબધિત શિક્ષકોને અલગથી પ્રોત્સાહન સ્વરૂપે વિશેષ અધિકાર અને સુવિધાઓ આપશે. જેની આજે અત્યંત જરૂર અને સમયની માંગ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...