નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની આજે માનવજીવનના વિકાસમાં એક મહત્વ પૂર્ણ ભાગ ભજવી રહી છે. પાવર વગર વિકાસ સંભવ નથી. પરંતુ આજે જમીની હકીકત માં સૌથી મોંઘીની સાથે મોતનો દાવત પણ ઠેર ઠેર આપવામાં આવેલ છે. શાક ભાજી સૌથી મોંઘી છે. અને અહીં શાક ભાજીની નવી ખેતી કરવામાં આવ્યો હોય એવો નજરે પડી રહ્યો છે. ગુજરાત સરકાર સદર કંપની થી બદનામ થઈ રહ્યો છે. મોટા ભાગે નવસારી જિલ્લામાં શહેર હોય કે ગ્રામ્ય વિસ્તાર . છેલ્લા એક બે વર્ષ થી સદર કંપનીના અધિકારીઓ કોઈ પણ કાયદોની અમલવારી કરવા બદલે ભ્રષ્ટાચારનો અધિકાર સાથે દિલથી જોડાયેલ છે. અને અહીં જિલ્લા દીઠ હોય કે ગુજરાતની મુખ્ય કચેરી અમદાવાદ ગાધીનગર સુધી તપાસ કરનાર કે જવાબદાર કોઈ નથી. હાલત તદન શરમજનક છે.એક નાયબ ઈજનેર એ કાયદેસર આધાર પુરાવાના બદલે સ્ટેમ્પ પેપર ઉપર કનેક્શન આપેલ છે. કરોડો રૂપિયાના કોભાંડ સાથે ગેરકાયદેસર વીજ કનેક્શન આપેલ છે.જ્યાં સુધી મોટી દુર્ઘટના ન થાય. સુરતના તક્ષશિલા જેમ મોટા ભાગે નાગરિકો ની મોત ન થાય ત્યાં સુધી અહીં અધિકારીઓ અને શાસન ના નેતાઓ રાહ જોઈ રહ્યાં હોય એવી લોકચર્ચા ચાલી રહી છે. મોતના સૌદાગર જેવો અધિકારીઓ કામ કરી રહ્યા છે.
નવસારી જિલ્લામાં સદર કંપનીના વર્તુળ કચેરી વલસાડ અને સુરત સાથે જીઈઆરસી ગુજરાત માં પુરાવા સાથે તપાસ કરવા માટે અરજીઓ કરવામાં આવી હતી. મળેલ માહિતી મુજબ તપાસ કરવા બદલે ફરિયાદની મોટી રોકણી કરી લેવામાં આવી. ઠેર ઠેર ટૂટેલા વીજના થામલાઓ ભ્રષ્ટાચારની ગીત ગાઈ રહ્યા છે. અધિકારીઓ મોટા ભાગે ટેલીફોન પણ ઉપાડતા નથી. જન્યુવારીની ફરિયાદ ડિસેમ્બર સુધીમાં નિકાલ નથી થઇ શકતી.જે સદર કંપની ના પારદર્શકતા નો સૂચક છે.
આજે મોઘવારી મંદી બેરોજગારી જીએસટી નોટબંદી જેવા વિકાસ શીલ કાયદાઓથી બીજ વપરાશ ળની મોટી મોટી મીલો ફેક્ટરીઓ બંધ થઇ છે.અને બાકી અંતિમ શ્વાસ લેવાની કગારે છે. અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર ચરમસીમાએ રાજ કરી રહ્યો છે.જેથી આજે સદર કંપની માં પણ મોટા પ્રમાણે નુકસાન થઈ રહ્યો છે. અને પ્રાથમિક જરૂરિયાત હોવાથી સરકારને મોટો નુકસાન થઈ રહ્યો છે. જાગૃત નાગરિકો અને વિદ્વાનોના મંતવ્ય મુજબ તત્કાળ ઉચ્ચ તપાસ કરાવી ખાનગીકરણ નહીં કરશે ત્યારે દર માસે કરોડો રૂપિયાના ફાળો ચુકવવા પડશે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ હવે સરકાર તપાસ કરાવશે કે ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓને પરમોશન આપશે એ જોવાનુ બાકી રહ્યો...
No comments:
Post a Comment