નવસારી જિલ્લા માં સૌ પ્રથમ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો.નયના પટેલ અને એમની ટીમના ડોક્ટરો દ્વારા કોરોના સામે આયુર્વેદિક ઉકાળા બિના મુલ્યે વિતરણ
નવસારી જિલ્લામાં નિયામકશ્રી કચેરી ગાંધીનગર તથા જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નયના પટેલ ના માર્ગદર્શન હેઠળ એમની ટીમના ડોક્ટરો દ્વારા સબજેલ નવસારી ખાતે જેલ અધિક્ષકના સહકારથી કોરોના સામે રોગ પ્રતિકારક શક્તિ વધે, સંક્રમણ સામે રક્ષણાત્મક આયુર્વેદિક ઉકાળા તારીખ ૧૯,૨૦,૨૧/૦૩/૨૦૨૦ ના રોજ જેલ અધિક્ષકશ્રી અને તમામ જેલના તમામ સ્ટાફ સાથે કૈદી ભાઈ- બહેનો ને પીવડાવવામાં આવેલ હતો.અનેતા.૧૬થી૧૯/૦૩/૨૦૨૦નારોજ જિલ્લાપંચાયતના અધિકારીઓ, કર્મચારીઓ અને પદાધિકારીઓ તેમજ હાજર નાગરિકોને પણ સદર આયુર્વેદિક ઔષધીય ઉકાળા બિના મુલ્યે પીવડાવવામાં આવેલ હતો , તદઉપરાંત નવસારી જિલ્લામા નામદાર કોર્ટ માં હાજર વકીલ શ્રીઓ ,નાગરિકો ને પણ સદર કોરોના સામે સ્પેશિયલ રોગ પ્રતિકારક ઉકાળા પીવડાવવામાં આવેલ હતુ. વાંસદા ખાતે પોલિસ સર્કલ પાસે પણ નવસારી જિલ્લાના આયુર્વેદ અધિકારીના માર્ગદર્શન હેઠળ બિના મુલ્યે ઉકાળાના પીવડાવવામાં આવેલ હતુ. નવસારી જિલ્લા માં આયુર્વેદ અધિકારી શ્રી નયના પટેલ ડો. નટવર સિંહ રાજપૂત ડો.મનોજ ભટ્ટ ,ડો.પ્રકાશ ચૌહાણ વગેરેની ઉપરોક્ત કામગીરી ખરેખર એવા સંકટ સમયે કાબીલે તારીફ છે.
No comments:
Post a Comment