ગુજરાત સરકારના અધિકારીઓ વગર ભ્રષ્ટાચાર શક્ય ખરો...?
......ભાઈ ભાઈ ..!
આજે ગુજરાત સરકાર દેશમાં ગુજરાત મોડેલ તરીકે પ્રચાર પ્રસાર કરવા માં કરોડો રૂપિયા ખર્ચ કરે છે. અને સરકારના અધિકારીઓ એ પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે. જેમાં આજે સરકારની એન્ટીકરપ્સન વિભાગના આંકડાઓ જોતાં ખબર પડી શકે છે. ગુજરાત રાજ્ય માં ભ્રષ્ટાચાર આજે ચરમસીમાએ પહોંચી ગયા છે. ઠેર ઠેર દારૂ શરાબ અને આંકડાનો અડ્ડોની જેમ સરકારના અધિકારીઓ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ થી નિમણૂંક થયેલ હોય જેથી એ રકમની ભરપાઈ કરવા અને ટુંક સમયમાં તમામ આધુનિક સુવિધાઓ મેળવવા માટે એનકેનપ્રકારેણ મહેનત મસકકત કરી રહ્યા છે. અને આજે જાણકારોના મંતવ્ય મુજબ ફરિયાદ કરવો કોણે કરવો. એ આજે યક્ષ પ્રશ્ન છે. અને મુખ્યમંત્રી કચેરી માં ફરિયાદ કરો એ જે-તે વિભાગની ગાંધીનગર કચેરી માં અને એ વિભાગ જિલ્લા ખાતે અને જિલ્લા કચેરી ભ્રષ્ટાચાર કરનાર પાસે તપાસ કરાવે છે. જેથી છેલ્લે અરજદારને ખોટી રીતે ભેરવી કેસો કરવામાં આવે છે. આજે પત્રકારોને વર્ષો સુધી જેલ અને છેલ્લે નિર્દોષ નામદાર કોર્ટ દ્વારા એક જીવંત દાખલો દરેક સ્થળે જોઈ શકાય છે.
સુરત જિલ્લામાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં થતો ભ્રષ્ટાચાર વિરુદ્ધ સરકાર દ્વારા ખરેખર અધિકારીઓ ઉપર કાર્યવાહી થવો જોઈતું હતું.પરંતુ છેલ્લે "ઢાંક કે તીન પાત" જ નજરે પડશે.સુરત માં નાના બાળકોની કરૂણ મોત આજ સુધી ન્યાય માટે ભટકી રહી છે. આજે પણ કોરોના જેવી મહામારી માં ઓક્સિજનના ટેકનિકલ સામાન્ય ભૂલો થી મોત થઈ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કહેવામાં આવેલ છે કે રેમેડીસિવીર ઇન્જેક્શનની કોઈ ખાસ જરૂર નથી.છતા કરોડોનો કોભાંડ આજે પણ ખાનગી હોસ્પિટલોમાં થઈ રહ્યો છે.એવા અનેકો દાખલો દર રોજ નજરે પડે છે.છતા સરકાર દ્વારા કાયદેસર કાર્યવાહી કરવા બાબત કોઈ આસાર નથી. એરકન્ડીશન કચેરીઓ માં ગેરકાયદેસર રીતે ચાલે છે.આર્થિક તંગી માં ભલે સરકાર દેવામાં ચાલે છે.પરંતુ ગુજરાત સરકારના વર્ગ એકના અધિકારીઓ જ્યારે સમજવા કે કાયદેસર કાર્યવાહી કરવા માં મજબૂર હોય ત્યારે એક સામાન્ય વર્ગના બે થી ચાર ઉપર કેવી રીતે કાર્યવાહી કરશે એ સમજી શકાય છે. ગુજરાત રાજ્યના મોટા ભાગના જિલ્લામાં એજ રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. પરંતુ "બિલ્લી કે ગલે મેં ઘંટી" કોણ બાંધશે.એ આજે સમજવો અઘરું છે.
No comments:
Post a Comment