Sunday, May 16, 2021

નવસારી જિલ્લા માં ગેરકાયદેસર એરકંડીશન અને લાખો રૂપિયા વેતન સાથે રાજાશાહી સુવિધાઓ ધરાવનાર અધિકારીઓના પર્દાફાસ ..!



નવસારી જિલ્લા માં ગેરકાયદેસર એરકંડીશન અને લાખો રૂપિયા વેતન

 સાથે રાજાશાહી સુવિધાઓ ધરાવનાર અધિકારીઓના પર્દાફાસ ..!

આઉટશોર્સ, એજેન્સીઓ ,કચેરી મારફતે ભરતી કરેલ કર્મચારીઓ અને મજુરો, સિક્યુરિટી, ગાર્ડો, સુરક્ષા કર્મીઓ માટે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮, કર્મચારી રાજ્ય બીમા નિગમ (ઈએસઆઈસી) જેવી મહત્વ પૂર્ણ સુવિધાઓ અપાવવા માટે અધિકારીઓ.......?

નવસારી શ્રમ આયુક્ત અને નવસારી જિલ્લા પંચાયત કચેરી માં સદર કાયદાઓ શોભાના ગાઠીયા સમાન...!

                   આજે ભારતવર્ષના સૌથી પ્રખ્યાત વિકસિત સમૃદ્ધશાળી ધનાધ્ય ગૌરવ પ્રાપ્ત પારદર્શી સરકાર વગેરે મહાન શબ્દોથી વિભુષિત રાજ્ય ગુજરાત પ્રદેશની સંસ્કારી અને ઐતિહાસિક નગરી નવસારી જિલ્લા માં સરકાર કોરોના જેવી મહામારીની રોકથામ માટે રાત દિવસ મહેનત કરી રહી છે. આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓની સરકાર માં આજે સરકારશ્રીના ફકત કાયદાઓના પાલન કરાવવા માટે અધિકારીઓને રહેવાથી માડી જવા આવવા માટે એસી વાહનો ડ્રાઇવરો સાથે લાખો રૂપિયા વેતન આપી રહી છે. પરંતુ મોટા ભાગના અધિકારીઓ બાપુ દર્શન સેટિંગ ડોટ કોમ કે આરક્ષણ થી ભરતી થયેલ હોય જેથી ફકત પોતાના એકાઉંટ માં રકમ ઉમેરવા સિવાય કશુ નજર નથી આવતો. કાયદા કાનૂન આજે પણ ફકત  આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ ઉપર શોષણ માટે છે. સરકાર આજે રાત દિવસ મહેનત સાથે કરોડો રૂપિયા આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ માટે ખર્ચ કરી રહી છે. સરકારની નીતિ અને નિયત ગરીબો, આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ માટે ચોક્કસ સરાહનીય છે. પરંતુ જમીની હકીકત માં ગરીબો,આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ માટે આજે પ્રાથમિક સુવિધાઓ કે લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮, કર્મચારી રાજ્યબીમા નિગમ (ઈએસઆઈસી) જેવી મહત્વ પૂર્ણ સુવિધાઓ અપાવવા માટે અધિકારીઓ આજે ફકત ફરિયાદની રાહ જોઈ રહ્યા હોય એવો નજરે પડી રહ્યા છે. અને કર્મચારીઓ ,મજુરો આજે ભયંકર મોઘવારી ભ્રષ્ટાચારના સમયે આર્થિક તંગીના માહોલ માં મજબૂર છે.જેથી એક પણ મજુર ,સિક્યુરિટી ગાર્ડ,સુરક્ષા કર્મી હોય કે કર્મચારી પોતાના કાયદેસર હક માટે પણ ફરિયાદ કરી શકે નહિ. અને એ આજે આઉટ શોર્સ થી એજેન્સીઓ,કે કચેરી દ્વારા સીધી ભરતી થી ભરતી કરેલ કચેરીના અધિકારીઓ જાણે છે. અને કાયદેસર શોષણ અને ભ્રષ્ટાચાર કહેવાય છે. નવસારી જિલ્લાના કચેરીઓ માં કાર્યરત કર્મચારીઓ મજુરોમાં જેનુ ઈએસઆઈ ના નાણા કાપવામાં આવે છે એમને અજુ સુધી સદર બાબતે કોઈ જાણ કરવામાં આવેલ નથી જેથી અજુ સુધી આરોગ્ય માટે કપાતો નાણા ની કોઈ સુવિધા અને કઈ કઈ સુવિધાઓ મળે છે એ પણ ખબર નથી. પરંતુ આરક્ષણ અને સેટિંગ ડોટ કોમ થી આવેલ સર્વોચ્ચ અધિકારીઓ ને ખબર જ નથી. આજે કોરોના જેવી મહામારી માં સરકારની સદર યોજના એક સફળ યોજના હોવા છતા નવસારી જિલ્લાના સરકારી કચેરીઓના કર્મચારીઓ મજુરો સિક્યુરિટી કે સુરક્ષા વિભાગમાં કામ કરતા ભાઈ બહેનોને એ લાભથી વંચિત છે.



                 મા.અ.અ.૨૦૦૫ મુજબ એક માહિતી નવસારી જિલ્લા વિકાસ અધિકારી અને નાયબ શ્રમ આયુક્તની કચેરી માં માગવામાં આવેલ હતી. નવસારી જિલ્લા પંચાયત જેની પાસે ૮૦ થી ૯૦ ટકા નાગરિકોની જવાબદેહી છે. અને લઘુત્તમ માસિક વેતન અને કર્મચારી રાજ્યબીમા નિગમ (ઈએસઆઈસી) જેવી સુવિધાઓ માટે શ્રમ આયુક્તની કચેરી નવસારી જેમાં સરકાર કાયદેસર આજે વર્ષોથી કાયદાના અમલીકરણ કરવા માટે અનુભવી અધિકારીઓ સાથે એક ફોજ સરકાર શ્રી નિમણુંક કરી છે.ઉપરોક્ત બન્ને કચેરીના સર્વોચ્ચ અધિકારીઓને ખબર ન હોય એવો ન બને પણ  ગરીબો, આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો,મહિલાઓ માટે કામ કરવો એવી કોઈ સંવેદનશીલ રહી કામ કરવો એ કદાચિ ગુનો સમજી રહ્યા છે.જેથી ગરીબો, આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ માટે સરકારશ્રીના પરિપત્ર કે હુકમ મુજબ કામો કરી શકતા નથી. નવસારી જિલ્લા પંચાયત માં મોટા ભાગે અધિકારીઓ પોતાના સર્વોચ્ચ અધિકારી ગુજરાત વિકાસ કમિશ્નરના હુકમનો ઉલંઘન કરી કાયદા કાનૂન ની ઐસી કી તૈસી કરી એક સામાન્ય એરકંડીશન કાઢવા માં આનાકાની કરતા હોય અને દરેક અરજીઓ ઉપર ફકત  સુપ્રિમ કોર્ટના કાયદાઓ અરજદારો ને બતાવી છટકબારી કરતા હોય ત્યારે અન્ય કાયદાઓના પાલન કરશે કે કરાવશે એ સમજવો અઘરૂ છે.

                 

     નવસારી જિલ્લા માં શ્રમ આયુક્ત કચેરીના અધિકારીઓ સેવા અંગેના અધિકાર અધિનિયમ ૨૦૧૩અને તેના નિયમો ૨૦૧૪ જેના અનુસંધાન માં તારીખ ૩૧ માર્ચે ૨૦૧૬ના દિવસે સર્વોચ્ચ કચેરીના વડા એ  ગાંધીનગરથી એક પરિપત્ર વહાર પાડી અમલીકરણ માટે સુચનાઓ ને તત્કાલ અમલ કરવા જણાવેલ છે.જે  આજે ૫ વર્ષ પૂર્ણ થતા નવસારી સુધી આવી શકેલ નથી. ભારત સરકાર અને ગુજરાત સરકારની ડિઝિટલ ઇંડિયા આજે ફકત નેતાઓના લેક્ચરો માં જોવા મળે છે. જેથી મદનીશ શ્રમ આયુક્તની કચેરી ગરીબો, આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ માટે કાયદેસર ગુનો સમજી રહી છે.અને મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ માગેલ માહિતી માં કોઈ પણ માહિતી કચેરી ખાતે ઉપલ્બ્ધ નથી. જાણકારોના મંતવ્ય મુજબ આજે સરકાર ને વિરોધપક્ષની જરૂર નથી. એમના અધિકારીઓ સરકારને બદનામ કરવા કમર કશી છે.શાસન માં આજે ભણતરની કે ઈમાનદાર અનુભવી નેતાઓની કોઈ જરૂર નથી એનો ફાયદો આજે પ્રશાસનિક અધિકારી કાયદેસર લઈ રહ્યા છે. અને ગરીબો, આર્થિક પછાત ,આદિવાસીઓ, મજુરો,દલિતો,વંચિતો, મહિલાઓ માટે સરકારી અધિકારીઓ પ્રાથમિક સુવિધાઓ લઘુત્તમ માસિક વેતન વગેરે અપાવવામાં કોઈ કાર્યવાહી કરી શકતા નથી એનો મુખ્ય કારણ આજે ગરીબી ભ્રષ્ટાચાર મોઘવારી બેરોજગારી અને શોષણ છે. સદર બાબતે હવે ગુજરાતના મુખ્ય મંત્રી જે આજે કાયદા કાનૂન ના તજજ્ઞ છે એની પાસે ન્યાય અપાવવા મોકલાવવામાં આવેલ છે હવે સમાચારની ગંભીરતાથી નોધ લઈ સંબધિત અધિકારી  કાયદેસર કોરોના જેવી મહામારી માં સંવેદનશીલ રહી ન્યાય અપાવવા કાર્યવાહી કરશે કે અરજદારને ખોટી રીતે હેરાનગતિ .. એ જોવાનુ બાકી રહ્યુ....

 

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...