Saturday, July 13, 2019

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કામગીરી શંકાસ્પદ ..?

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની કામગીરી શંકાસ્પદ..?
સરપંચશ્રીઓ સરકારનીતિ  સામે ઠરાવ કરવાની સત્તા છે ખરી..? 
જવાબદાર  અધિકારીઓ સામે કાર્યવાહી ક્યારે થસે..?  
ભ્રષ્ટાચાર માં સરકારની આવક કે પોતાની ...? 
                                  નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના વર્ષ ૨૦૧૫ માં કરવામાં આવી.નવસારી શહેરી વિકાસ સત્તા મંડળમાં નવસારી જિલ્લા કલેકટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી, નવસારી જીલ્લા અધિક કલેકટર અને જિલ્લા અધિક મજિસ્ટ્રેટ શ્રી, નાયબ કલેકટર શ્રી. જિલ્લા નગર નિયોજક વગેરે તમામ સુપર ક્લાસ વન અધિકારીઓના સમાવેશ કરવામાં આવેલ છે. ગુજરાત સરકાર દ્વારા શહેરોના વિકાસ કાયદેસર થાય એના માટે દરેક જિલ્લામાં શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી.સરકારનો હેતુ માં કોઈ પણ જાતની ખોટ નથી. જેમાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના ખરેખર કાબીલે તારીફ કામગીરી કહેવાય. ઠેર ઠેર બિન અધિકૃત બાધકામો થી નવસારી શહેર સાથે આજુ બાજુના વિસ્તારોમાં કાયમી ધોરણે આજે વર્ષો થી ધારો ૧૪૪ની જેમ પાર્કિગ માટે પ્રતિબંધ છે.પાર્કિગ માટે વાહનો ઉભા કરવા માટે એક પણ જગ્યા નથી. શહેરનો વિકાસ નિયમ બદ્ધ કાયદેસર થશેના બદલે નેતાઓ અને અધિકારીઓની કમાણી માટે એક નવી કચેરી ઉભી કરવામાં આવી હોય એવો આજે નજરે દેેેખાાઈ રહ્યો છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળનો હદ વિસ્તાર  ફકત પાચ કિલોમીટરની છે. અને એ હદ વિસ્તારની કચેરીના અધિકારીઓને પાંચ પાંચ માળની બિલ્ડિગો ઉભી થઈ જાય છે. અને જાણ બહાર હોય એ કેવી રીતે શક્ય છે.? બાધકામો શરુ થાય ત્યારે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના અધિકારીઓ ઇન્સપેકટરો ને તપાસ કરવાનો હોય છે.સાથે સાથે દરેક માળનો પ્રોસેસ રિપોર્ટ કાયદેસર હોય પછી જ બીજો માળની શરૂઆત કરવાની હોય અન્યથા તરતજ અટકાવવા માટે નોટિસ અને બંધ નહીં કરે ત્યારે સીલ કરવાનો કાયદો અધિકારીઓને ખબર નથી. મળેલ માહિતી મુજબ બારડોલી માં એવી રીતે બે માળની પરવાનગી ઉપર બીજો ચાર માળ બનાવતા માં હાઈકોર્ટે એ દૂર કરવા હુકમ કરેલ છે. નવસારી જિલ્લામાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના સુપર કલાસ વન અધિકારીઓ પોતાના હોદ્દોના ઉપયોગ સરકારનો વિકાસ આમ નાગરિકોના વિકાસ કાયદેસર કામો કરવામાં પાછળ કેમ છે. ગુજરાત સરકાર ફકત બિલ્ડરો સામે હુકમ ની સામે પણ સવાલિયા નિશાન કેમ ન લગાડવો.. સુરક્ષા વિભાગ માં પોલીસ જે ખરેખર પોતે કોઈ સીધે સીધો સંડવાયેલ નથી હોતી છતાં કોઈ પણ મોટો અણબનાવ બને ત્યારે તરતજ સસ્પેન્ડ ફકત જવાબદારી ગણી ને કરવામાં આવે છે. અને અહીં કાયદેસર સ્પષ્ટ નજરે હોય છતા જવાબદાર અધિકારીઓને કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કેમ કરવામાં નથી આવતી.
જાણકારો અને વિદ્વાનોના મંતવ્યો અહીં લખી શકાય નહીં. પરંતુ એ સામાન્ય નાગરિકો પણ સમજી શકે છે. નવસારી જિલ્લામાં પહેલીવાર સત્તા પક્ષના નગરસેવકો ગેરકાયદેસર બાધકામોની એક મોટી લિસ્ટ નવસારી જિલ્લા કલેકટરશ્રીને આપી છે.છતા આજ સુધી એક નોટિસ સિવાય કોઈ કામગીરી કરવામાં નથી આવી. નવસારી જિલ્લામાં ઓર્કેટેક ઇજીનિયર કંપલીશન સર્ટિફિકેટ માન્ય રાખવામાં આવે છે.જે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ અને શરમજનક છે. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ પોતાના હદ વિસ્તારમાં માં બાધકામો માટે પરવાનગી આપે છે. ઓર્કેટેક ઇજીનિયર જે કોઈ ગવર્મેન્ટ ઓથોરિટી નથી એ કંપલીશન સર્ટિફિકેટ આપે છે. તલાટી કમ મંત્રી જેની પાસે કોઇ સત્તા નથી હોતી એ આકારણી કરી આપે છે.અને એ બધા જ અનલીગલ કંન્સટ્રકસન ઉપર અનલીગલ ડોકોમેન્ટસ ઉપર ડીજીવીસીએલ વીજ કનેક્શન આપે છે.અને રજીસ્ટાર દસ્તાવેજો કરી આપે છે. જ્યારે એવી બિલ્ડિગોમા અકસ્માત થાય કરૂણ મોત થાય ત્યારે શાસન પ્રશાસનના નેતાઓ અને અધિકારીઓ સેલ્ફી લેવા ફોટોગ્રાફ પડાવવા ફર્સ્ટ પેજ ઉપર ચમકવા માટે રાજનીતિ કરવામાં આવે છે.આજે જાહેર બાંધકામો થી આમ નાગરિકો જ નહિ ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. નેતાઓ અને અધિકારીઓ મસ્ત  નાગરિકો ત્રસ્ત જોવા મળી રહ્યો છે. નવસારી જિલ્લા કલેક્ટર અને જિલ્લા મજિસ્ટ્રેટ શ્રી જે સદર કચેરીના મુખ્ય કારોબારી અધિકારી પણ છે. ગેરકાયદેસર બાંધાકામો માં કાયદાકીય કાર્યવાહી કરી દૂર કરવા હુકમ કરશે  ખરા..જેેથી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ વિકાસની ગતિ માં કાયદેસર કામ કરી શકે્. એ જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...