Wednesday, July 24, 2019

નવસારી જિલ્લામાં DGVCL વર્તુળ કચેરી વલસાડના પ્રથમ અપીલ માં ઐતિહાસિક ચુકાદાથી ભ્રષ્ટ અધિકારીઓ માં હળકંપ ..! જાયે તો જાયે કહા...?

 નવસારી જિલ્લામાં DGVCL વર્તુળ કચેરી વલસાડના પ્રથમ અપીલ    માં ઐતિહાસિક ચુકાદાથી ભ્રષ્ટ અધિકારીઓ માં હળકંપ ..! 
જાયે તો જાયે કહાં...? 
છેલ્લા ૩ વર્ષમાં કરેલ કામગીરીની માહિતી આપવા જોખમ ભર્યુ.
                                      


                નવસારી જિલ્લામાં આજે વર્ષો થી દ.ગુ.વી.કંપનીના મોટા ભાગના અધિકારીઓ કાયદાની ઐસી કી તૈસી કરી રહ્યા છે.પ્રથમ અપીલની સુનવણી માં કાર્યપાલક ઇજનેરો પણ પોતે કબુલાત કરી છે કે આરટીઆઈના કાયદાઓની એક સામાન્ય પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર કેમ બનાવિએ..? એવા સામાન્ય  કાયદોની જાણકારી નથી. કાર્યપાલક ઈજનેરને જ ખબર નથી. ત્યારે એ વિભાગીય પેટા વિભાગીય ઇજનેરો પાસે કેવી રીતે શિખામણ આપી શકે. નવસારી જિલ્લાના નવસારી શહેરી અને ગ્રામ્ય કચેરી એ નવસારીના બદલે સૂરતની કચેરી ની માહિતી અરજદારને મોકલી આપી હતી. અને ગુજરાત માહિતી આયોગ કમિશનર શ્રી આર. આર. વરસાણી સાહેબ એ દરેક કચેરીઓ માં પ્રો એક્ટિવ ડિસ્કલોઝર કાયયદેસર ઓડિટ કરાવી દરેક જાહેર માહિતી અધિકારીઓ રાખે એની જવાબદારી માટે નવસારી જિલ્લા કલેકટરને પક્ષકાર બનાવી હુકમ કરેલ છે. અને નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી દ.ગુ.વી.કં.લીને હુકમ કરેલ છે. જેના આજે આસરે 150 દિવસ પૂર્ણ થયા. ગુજરાત માહિતી આયોગ કમિશનરના હુકમની ઐસી કી તૈસી નવસારી જિલ્લાના દ.ગુ. વી. કં. લી.ના અધિકારીઓ કરી દેતા હોય ત્યારે એક સામાન્ય ગરીબ મજલૂમ આદિવાસી દલિત મજદૂર બેરોજગાર ખેડૂત કે અન્ય સાથે કેવો સભ્યતાનું પરિચય આપતો હશે .એ સમજવો અઘરું નથી.અહીં નવસારી જિલ્લામાં સદર કચેરીના એક અધિકારી એક અરજદારને એક સામાન્ય બાબતમાં એક અરજી જેમાં પોતાના પરિવારની સુરક્ષા માટે વિનંતી કરી છે.બદલે અધિકારી શ્રી એ અરજદારને  જેલમાં નાખવા અને હાલત એટલા સુધી ખરાબ થઈ ગઈ કે એ અધિકારી પોતાની સત્તા માં એ ભૂલી ગયો કે એ નૌકરી કરે છે. એક અરજદાર સાથે અરજી લખનાર વકીલને પણ જેલ માં નખાવી દેશુ. એવી ધમકીઓ આપી રહ્યાનો સમાચાર જાણવા મળેલ છે. અને એ અધિકારી પોતે કાયદા કાનૂનનો પોતે તજજ્ઞ માને છે. અને એને એ પણ ખબર નથી કે ગેરકાયદેસર બાધકામો માટે વીજ.કનેક્શન માટે જે પુરાવો એમને આપવામાં આવેલ છે એ  પણ મોટા ભાગે  ગેરકાયદેસર છે. પાવરની જરૂરિયાત આજે દરેક નાગરિકના જીવન માટે હદ પાર કરી છે. વીજ પાવર વગર આજે માનવજીવન ટકી શકે નહીં. આજે રોજ મર્રાની સામાન્ય થી સામાન્ય કામો પાવર વગર થઈ શકે નહીં. માનવજીવન માં પાવર એક અતિ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. જેનો લાભ અધિકારીઓ હળી મળીને લઈ રહ્યા છે. કાયદા કાનૂનનો જાણકાર આજે એક સામાન્ય મધ્યમ વર્ગને પાવરનો બીલ લેટ થતા કનેક્શન કાપવા આખી ટીમ મોકલે છે.અને લાખો રૂપિયા બિલ બાકી હોય એની સામે નોટિસ પણ આપવા હિંમત ધરાવી શકતો નથી. ઠેર ઠેર જૂનો થામલાઓ કાપી ભંગાર કરી ઉચકવા માટે એમની પાસે ટાઈમ નથી. એની જવાબદારી કોની છે.દગુવીકંલી ના થામલાઓ થી પાવર જમીન સુધી ઉતરતા મોતની ફરિયાદો વારંવાર મળી રહી છે.પરંતુ દગુવીકંલીના અધિકારીઓના પેટના પાણી જરાક પણ હલતો નથી.  હાલમા છેલ્લા ચાર વર્ષ થી નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની રચના કરવામાં આવી છે. એના હદ વિસ્તારમાં મોટા ભાગના ગેરકાયદેસર બાધકામો કરવામાં આવેલ છે. અને તત્કાલીન કલેકટર શ્રીમતી રેમ્યા મોહનજી એ  ગેરકાયદેસર બાધકામોની કોઈ પણ સંજોગે આકારણી ન કરવો હુકમ કરેલ હતી. જેના અનુસંધાન માં સદર કચેરી દ્વારા ગેરકાયદેસર બાધકામો ની આકારણી કરવા માટે બીયુસી સીસી આપવામાં આવતી નથી. અને એક આરટીઆઈ દ્વારા મળેલ માહિતી મુજબ નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના હદ વિસ્તારમાં મોટા ભાગે ગેરકાયદેસર બાધકામો થયેલ છે. અને બિન અધિકૃત અધિકારીઓ દ્વારા કરેલ આકારણી જાણીબૂઝીને કાયદાના નિષ્ણાતો દ્વારા વીજ કનેક્શન આપવામાં આવેલ છે. જેમા સંપૂર્ણ જવાબદારી તપાસ કરતા ખોટી રીતે આકારણી કરનાર અધિકારી અને એ આકારણી ઉપર વીજ કનેક્શન આપનાર દગુવીકંલી ના અધિકારીઓની છે. જાણકારો દ્વારા મળેલ માહિતી મુજબ જાણીબુઝીને ગેરકાયદેસર બીજ કનેક્શન આપી રહ્યા છે. દગુવીકંલીના  અધિકારીઓ ને ખબર નથી કે દેશ બદલ ચુકા હૈ . ફકત ટ્રાન્સફર જ કરવામાં આવશે. એ માન્યતા ખોટી છે. સુરતમાં બનેલ ઘટના નાના બાળકોની કરૂણ મૌત માં સૌથી મોટી જવાબદારી ડકૈતી કરનાર સદર કંપનીની સાબિત થયેલ છે. અને સરકાર કોઈ પણ સંજોગોમાં ચલાવી શકે નહીં. અને નવસારી જિલ્લામાં થતી ધટનાઓના મુખ્ય જવાબદાર અધિકારીઓ સામે તપાસ ગુજરાત તકેદારી આયોગ દ્વારા  ટુક સમયમાં કરાવવા માં આવશે એવી ચર્ચા ચાલી રહેલ છે. અને વિદ્વાનોના મંતવ્યો મુજબ એવા તમામ ડીજીવીસીએલના અધિકારીઓને કાયદેસર તપાસ માં સળિયા પાછળ જવાનો વારો આવશે. એમાં કોઈ શક નથી. છેલ્લા ત્રણ વર્ષની માહિતી મા એવા તમામ કામોના સમાવેશ થતો હોવાથી નવસારી જિલ્લાના સદર કચેરીના તમામ જાહેર માહિતી અધિકારીઓ જેમાં કાર્યપાલક ઈજનેરના પણ સમાવેશ થતો છે. દરેકને ખબર છે જેથી માહિતી આપવા માં છટકબારી કરી રહ્યા છે. હવે એના જ મુખ્ય અધિકારી શ્રી 15 દિવસ માં માગેલ તમામ માહિતી વિના મૂલ્યે આપવા હુકમ કરેલ છે. છતા એક પણ અધિકારી સમયના આધીન કાયદો સાથે સાથે વર્તુળ કચેરીના અધી.ઈજનેર શ્રી જી.ડી.ભૈયા ના હુકમની ઐસી કી તૈસી કરી રહ્યા છે. હવે મા.અ.અ.2005ના કાયદા મુજબ જે માહિતી એમના હુકમના સમયગાળા માં અરજદારને આપવામાં નહીં આવે . એ તમામ માહિતી પોતાની કચેરી માં જાતે મગાવી પુરી પાડશે. અને જાહેર માહિતી અધિકારીઓ ઉપર શિક્ષાત્મક દંડાત્મક કાર્યવાહી કરવા લેખિતમાં સક્ષમ અધિકારીને જાણ કરશે. હવે સદર કાયદાના પરિપત્ર નવસારી જિલ્લાના વર્તુળ કચેરીના અધી.ઈજનેર જે ખરેખર ફકત અપીલ અધિકારી જ નથી . તમામ તાબા હેઠણના અધિકારીઓના સૂપરવિઝન ઓથોરિટી પણ છે. પોતાના જ તાબા હેઠણના અધિકારીઓને  કરેલ હુકમના પાલન ન કરવા બદલ પોતે માહિતી મગાવી અરજદારને પુરી પાડી સરકારના વિકાસ પારદર્શક સમૃદ્ધિ માં સહભાગી થશે. કે ભારતના પ્રધાનમંત્રી  યોગી પુરુષ નરેન્દ્રભાઈ ભાઈ મોદીની ભ્રષ્ટાચાર વિરૂદ્ધ ભારતમાં પોતાના નામ નોધાવી સરકાર
ને બદનામ કરવા માં સફળ ભૂમિકા નિભાવશે એ જોવાનુ બાકી રહ્યુ.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...