Saturday, July 27, 2019

નવસારી જિલ્લામાં દ.ગુ.વી.કં.લી.ના નવસારી શહેરી વિભાગ વેસ્ટના જાહેર માહિતી અધિકારી શ્રી શ્રી આર.જે.મિસ્ત્રી સાહેબ નો જવાબ કાબીલે તારીફ કે ...?

 DGVCLના નવસારી શહેરી વિભાગ વેસ્ટના જાહેર  માહિતી અધિકારીશ્રી આર.જે.મિસ્ત્રી સાહેબનો જવાબ કાબીલે તારીફ કે...? 

   
             નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ નવસારી શહેરી વિભાગના વેસ્ટ સબ ડિવીઝન ના જાહેર માહિતી અધિકારી તારીખ ૧૯/૦૧/૨૦૧૯ના મા.અ.અ.૨૦૦૫ની અરજીમાં કોઈ પણ જવાબ ન આપતા પ્રથમ અપીલ સત્તા અધિકારી શ્રી જી.ડી.ભૈયાના તારીખ ૧૨/૦૭/૨૦૧૯ ના રોજ સુનવણી કરી દિન-૧૫ માં વિના મુલ્યે માગેલ તમામ માહિતી અરજદાર ને પુરી પાડવા. જેના અનુસંધાન માં સદર કચેરીના જાહેર માહિતી અધિકારી શ્રી આર.જે.મિસ્ત્રી સાહેબ એ તા.૧૮/૦૭/૨૦૧૯ના રોજ પત્ર ક્રમાંક નં. વીએલસી/ઈઈ/આરટીઆઈ/૧૯/૩૬૦૯ દ્વારા લેખિત માં જવાબ આપેલ છે. કાયદા કાનૂનના નિષ્ણાંત અનુભવી જાંબાજ તજજ્ઞ જાહેર માહિતી અધિકારી શ્રી મિસ્ત્રી સાહેબ એ એમનાવર્તુળ કચેરીના સર્વોચ્ચ અધિકારી શ્રીના હુકમના જવાબ માં પહેલો જ મુદ્દો જેમા શૈક્ષણિક લાયકાત ભરતી પ્રકૃયા છેલ્લા ૩ વર્ષમાં જોબ ચાર્ટ મુજબ કરેલ કામગીરી અને મા.અ.અ.૨૦૦૫ના બોર્ડ સાથે ભરતી પ્રકૃયા નો છે. જેના જવાબ જાહેર માહિતી અધિકારી શ્રી આર.જે.મિસ્ત્રી સાહેબ એ જણાવ્યુ  છે કે  
આ અંગેની કોઈ માહિતી અત્રેની  કચેરી ઉપલબ્ધ નથી.
 નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ નવસારી શહેરી વિભાગના વેસ્ટ સબ ડિવીઝન ના જાહેર માહિતી અધિકારી શ્રી આર.જે.મિસ્ત્રી એ જોબ ચાર્ટ મુજબ છેલ્લા ૩ વર્ષ માં કોઈ કામગીરી કરેલ નથી.ત્યારે સદર અધિકારી શ્રીને સરકાર શા માટે નિમણુંક કરેલ છે. ..?
      આજે સદર કચેરીના કામગીરી થી નવસારી શહેર જ નહિ ગુજરાત સરકાર બદનામ થઈ રહી છે. અને અધિકારીઓ  સરકારના કાયદાઓની ઐસી કી તૈસી કરી રહ્યા છે. મા.અ.અ.૨૦૦૫ના કાયદાઓ DGVCLના નવસારી શહેરી વિભાગમાં ૧૪ વર્ષ પૂર્ણ થતા અજુ અમલમાં  આવેલ નથી. ત્યારે અન્ય કાયદાઓ ની અમલવારી કેવી રીતે અમલ થતો હશે. જે ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ અને શરમ જનક છે. 

૨. સદર કચેરીમાં મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ અદ્યતન કરેલ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નો છે. 
        જેના જવાબ માં નવસારી શહેરી વિભાગના સદર કચેરીના કાયદા કાનૂનના નિષ્ણાંત અનુભવી જાંબાજ તજજ્ઞ જાહેર માહિતી અધિકારી શ્રી મિસ્ત્રી સાહેબ એ અરજદાર નેwww.dgvcl.comના વેબ સાઈડ પર થી મેળવી લેવા હુકમ કરેલ છે. હવે સદર અધિકારીના અનુભવ અને શૈક્ષણિક લાયકાત ખરેખર હશે કે કેમ..? અને શૈક્ષણિક લાયકાત કદાચ હોય ત્યારે આજના વૈજ્ઞાનિક યુગ અને ૨૧વી શતાબ્દી માં ચાલી શકે ખરૂ ..? મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ માં સ્પષ્ટ જણાવેલ છે કે દરેક જાહેર માહિતી અધિકારીઓ પોતાની કચેરીના મા.અ.અ.૨૦૦૫ના કલમ ૪ ખ મુજબ અદ્યતન કરાવી  પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર જાહેર જનતા માટે બુકલેટ સ્વરૂપ માં રાખવો ફરજીયાત છે. અને દર વર્ષની ૧૫ મે સુધી અદ્યતન કરાવવુ પણ ફરજીયાત છે. અને સદર કચેરીના કાયદા કાનૂનના નિષ્ણાંત અનુભવી જાંબાજ તજજ્ઞ જાહેર માહિતી અધિકારી શ્રી મિસ્ત્રી સાહેબના હુકમ મુજબ તપાસ કરતા સદર વેબ સાઈડ ઉપર એમનો કે એમની કચેરીના નામો નિશાન જોવા મળેલ નથી. 
૩.ગુજરાત સરકારના એક પરિપત્ર મુજબ કચેરીના નજીક રહેવો સાથે મહેકમ મુજબ ખાલી જગ્યા સાથે મજુરો કર્મચારીઓ વેતન વગેરેના છે... 
નવસારી જિલ્લામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લીમિટેડ નવસારી શહેરી વિભાગના વેસ્ટ સબ ડિવીઝન ના જાહેર માહિતી અધિકારી  શ્રી એ જણાવ્યુ છે કે એવી કામગીરી અહિં કરવામાં નથી આવતી.. 
            આજે બેરોજગારી ચરમ સીમા એ રાજ કરી રહ્યુ છે. અને મળેલ માહિતી મુજબ મોટા ભાગના કર્મચારીઓ મજુરો ને વધુ કામ લેવામાં આવે છે. અને સદર અધિકારીશ્રીની કચેરીમાં મહેકમની જ ખબર નથી.લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮ મુજબ ઓછા માં ઓછુ વેતન આપવા ફરજીયાત છે. પરંતુ સદર કચેરીના કાયદા કાનૂનના નિષ્ણાંત અનુભવી જાંબાજ તજજ્ઞ જાહેર માહિતી અધિકારી શ્રી મિસ્ત્રી સાહેબના જવાબ સરકાર વિરોધી છે . અહિં ગરીબો દલિતો મજુરો વંચિતો મહિલાઓ આદિવાસિયો મોટા ભાગે મજુરી કામ કરે છે. અને સદર કચેરીમાં ખરેખર પગાર પેટે કાયદેસર આપે છે કે કેમ..? 
      નવસારી જિલ્લા માં દક્ષિણ ગુજરાત વીજ કંપની લી.ના કામગીરી ખરેખર એવા જાંબાજ તજજ્ઞ અનુભવી અધિકારિયોના કામગીરીથી એતિહાસિક અને સંસ્કારી નગરી બદનામ થઈ રહી છે. આ સમાચારની ગંભીરતાથી નોધ લઈ પ્રથમ અપીલ સત્તા અધિકારી શ્રી જી.ડી.ભૈયા સાહેબ મા.અ.અ.૨૦૦૫ના કાયદા મુજબ માહિતી હુકમ મુજબ અપાવશે ખરા ..? એ જોવાનુ બાકી રહ્યુ...




No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...