Tuesday, July 30, 2019

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ ગુજરાત માં પ્રથમ ક્રમાંકે...? નોટિસ માં તારીખ ...તારીખ પર તારીખ.. છેલ્લે પણ તારીખ ...?

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ શોભાના ગાઠીયા સાબિત થશે કે ભ્રષ્ટાચાર સામે કચેરી દ્વારા નોટિસ અને ફકત તારીખ પર તારીખ ...?
     આજે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળમા આગળી ઉપર ગણી શકાય એટલા જ ગામો છે.૯૦ ગામો માં ૨૫ ટકા જેટલા જ ગામો છે. જેમાં આજે સરપંચ અને તલાટીઓ દ્વારા ગેરકાયદેસર ઠરાવ અને આકારણી કરવામાં આવી રહી છે.સાબિત થયા છતા કોઈ કાર્યવાહી કરી નથી શકાતો એનો કારણ આજે જગ જાહેર છે. કેટલાક તલાટીઓ પાસે નૂડાની કોઈ કીમત નથી કરતા. પરમીશન પણ આપી રહ્યો છે.અને નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ અરજદારો પાસે ફરિયાદની શા માટે આશા રાખે છે. આગણ અરજદારો ફરિયાદ કરી એમાં શું કાર્યવાહી કરી..? એનો કોઈ જવાબ નથી. નવસારી નગરપાલિકાની ગેરકાયદેસર તપાસ એસીબી શરૂ કરી છે. એ પહેલાં ગુજરાત વિઝિલેન્સ કમિશનર શ્રી એચ.કે.દાસ જાતે આવી તપાસ કરાવી ચુક્યા છે. અને કાયદાકીય કાર્યવાહી જે થઈ છે. એ બધાને નજરે છે. ગેરકાયદેસર બાધકામો માટે બિલ્ડરો એકલા કેવી રીતે જવાબદાર છે..? એ વધુ કોઈ ફાઈલ માં બાધકામો નથી થયેલા. એ જમીન ઉપર એક એક બિલ્ડિંગ દસ માળ વર્ષો સુધી માં પુરી થાય છે. અધિકારીઓની દેખ રેખ માં નગરપાલિકાના ઈજનેરોની પહેલા જવાબદારી છે. એ અગાઉ પણ એવા દરેકને ઈમ્પેક્ટ ફી લઈ કાયદેસર કરવામાં આવેલ હતી. આજે નવસારી શહેર જ નહીં આખા જિલ્લામાં મોટા ભાગની બિલ્ડિગો ગેરકાયદેસર છે. અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી એ પોતાના વક્તવ્ય માં જણાવ્યું હતુ કે તોડવા જશું ત્યારે એક પણ બાકી નહીં બચશે. દસ માળની બિલ્ડિંગ કોઈ દલિત આદિવાસી મજુર ખેડૂત વંચિત શોષિત બેરોજગારોની છે કે ..? એમાં શાસન પ્રશાસન કાયદેસર જવાબદાર છે. નવસારી જિલ્લામાં પહેલીવાર નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ સામે વિજલપોરના નગરસેવકો કલેકટર શ્રીને લેખિત માં આવેદન આપી પરિણામ માં છેલ્લે ઢાંક કે તીન પાત. નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ માં માહિતી અધિકાર અધિનિયમ માં ગેરકાયદેસર બાધકામો ઉપર કરવામાં આવતી ગાઈડલાઇન માગવામાં આવી જેનો જવાબ માં પહેલા તો એ કચેરી આરટીઆઈ ના કાયદો માં માનતી જ નથી. એક બોર્ડ કે નાગરિક અધિકાર પત્ર છેલ્લા ચાર વર્ષ માં લગાડવો ગુનો સમજે છે.પ્રથમ અપીલની સુનવણી માં સદર કચેરીના કારોબારી અધ્યક્ષ અને જિલ્લા અધિક કલેકટર શ્રી સાથે સુપર વિજન ઓથોરિટી ,અપીલ સત્તા અધિકારી શ્રી એ જણાવ્યું છે કે એવો કોઈ ગાઈડલાઇન નથી. જેથી કાયદાકીય કાર્યવાહી કરવા કે આશા રાખવો ગુનો છે. હાલ માં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળની તાબા હેઠણના હદ વિસ્તારમાં છાપરા ,વેરાવળ, કાલિયાવાડી ,કબીલપોર, ચોબીસી અને સિસોદ્રા માં આરટીઆઈ હેઠણ તપાસ કરતા માહિતી જોવા મળી છે કે નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ તરફથી પરવાનગી ન આપવા કે કાયદાકીય જોગવાઈ મુજબ લેખિત માં કોઈ જાણ કરવામાં આવી નહીં. અને કોણે પરવાનગી આપે છે એની કોઈ જાણ કે અભિપ્રાય પણ લેવામાં આવતો નથી.જેથી તલાટીઓ કમ મંત્રી શ્રીઓ પોતાની અટક જ મંત્રી હોય જેથી બિન અધિકૃત ગેરકાયદેસર બાધકામો માં અગાઉ ની જેમ બાપુના રાજ બાપૂનો દેશ સમજી બાપુ નો દર્શન કરી આકારણી કરે છે. અને સાબિત કરવા છતાં નવસારી શહેરી વિકાસ સત્તા મંડળના મોનવ્રત કાયમી ધોરણે હોય જેથી બિન્દાસ આકારણી કરી રહ્યા છે. કાલિયાવાડી ગ્રામ પંચાયત માં મહિલા સરપંચ ફકત નામ પૂર્તુ છે. એમની કુર્સી ઉપર એના સિવાય કોઈ પણ ભલે એમના ખાસ કેમ ન હોય એ બેસી હુકમ કે આવનાર અરજદારો સાથે અસભ્ય ગેરવર્તન કે કોઈ પણ કામ કરી શકે નહીં. જેની વારંવાર ફરિયાદ થતા તપાસ કરતા ખરેખર સરપંચ શ્રી ફકત નામપુર્તુ છે. ટૂંક સમય માં કાયદાકીય પગલાં લેવા માટે તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે. મહિલા સશક્તીકરણ એવી રીતે કરી શકાય નહીં. એ સમાચાર ની નોધ લઈ તત્કાળ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યારે સંબધિત ઉપરી અધિકારીઓને સહભાગી ગણી ફરિયાદ કરવામા આવશે. સૂત્રો દ્વારા મળેલ માહિતી મુજબ જિલ્લા વિકાસ અધિકારી શ્રીની કચેરી થી તલાટીઓને ગેરકાયદેસર સત્તાવગર આકારણી ન કરવા સૂચના આપવામાં આવી છે. એ પણ ભવિષ્ય માં છટકબારી જ ગણી શકાય એવા પણ જાણકારોનો મંતવ્યો છે. નવસારી જિલ્લા શહેરી વિકાસ સત્તા મંડળ સાથે ગુજરાત સરકાર માં પણ સંબધિત અધિકારીઓ દ્વારા અંગત તપાસ કરી કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે. હવે ટુક સમય માં કાર્યવાહી થશે કે છેલ્લા કેટલાક વર્ષોથી વિજિલન્સ અને એસીબી તપાસ થશે..એ સમય ઉપર જ કહી શકાશે..

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...