વિભાગના અધિકારીઓ મોટા ભાગે રાત દિવસ મહેનત કરી સરકારને વિકાસના માર્ગે લઈ જઈ રહ્યા છે.જેનો હકીકત ૩૦ ટકા વધારો થયો.ખરેખર આરોગ્ય વિભાગ ને સદર વધારો બાબતે ઈનામ સરકાર ને આપવો જોઈએ. વર્ષો થી એક જ જગ્યાએ તબીબો ચિકિત્સા કરી રહ્યા હોવાથી તબીબી ક્ષેત્રે ભલે સફળતા ન મળી હોય પરંતુ રાજનીતિ ની સમજ માં ભરખમ બધારો જરૂર થયો છે.કુપોષણ માં
સરકાર કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ માં મોટા ભાગે કાયદા કાનૂન અધિકારીઓ માનતા નથી. એક સામાન્ય માહિતી પણ આપવા માટે અધિકારીઓ પાસે સમય નથી. અહીં અધિકારીઓ મોટા ભાગે એમની લાયકાત કે અનુભવના આધારે નિમણૂંક થયેલ હોય એ કોઈ પણ સંજોગોમાં માની શકાય નહીં.મળેલ માહિતી મુજબ અહીં મોટા ભાગ ના તબીબો પોતાના રાજકીય કે બાપુ દર્શન થી જ આવે છે. જેથી અહીં ગરીબો દલિતો આદિવાસી મજલૂમો મજુરો શોષિત જેવા શબ્દો ફકત આવકનો સાધન માત્ર છે. સરકાર એવા વિભાગમાં દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. પરંતુ જમીની હકીકત માં છેલ્લે ઢાક કે તીન પાત .
કુપોષણ માં વધારો માં માત્ર આરોગ્ય વિભાગને દોષી માનવો બરાબર નથી. કૂપોષણ માટે દરેક વિભાગ જવાબદાર છે.અને કુપોષણ માં ૩૦ ટકાનો વધારો ખરેખર દુર્ભાગ્ય પૂર્ણ અને શરમજનક છે. સરકાર થી લઈ એક સામાન્ય અધિકારી શાસન પ્રશાસન દરેક ને વિચાર કરવો જોઈએ. વારંવાર થતી ફરિયાદ અને સમાચાર મા મીડિયા જગતના જાબાજ મિત્રો દ્વારા અહેવાલ આપવામાં આવે છે. નવસારી જિલ્લામાં અન્ય જિલ્લાઓ ની જેમ સમાચાર માં થતો પર્દાફાશ કે અહેવાલ ની તપાસ માટે કોઈ વિભાગ કે અધિકારી જ નથી.ખરેખર હાલાતની સત્યતા જાણવા માટે પર્યાવરણ માનવ અધિકાર અને લોકરક્ષક સમાચાર દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ના કલમ ૨૪ મુજબ એક માહિતી માગવામાં આવી. જેમાં થયેલ ખુલાસો થી નવસારી જિલ્લામાં ભ્રષ્ટાચાર નો મોટો પર્દાફાશ થયેલ છે.સરકાર દ્વારા ગરીબો મજલૂમો આદિવાસી ખેડૂતો દલિતો મહિલાઓ બેરોજગારો કુપોષિત બાળકો વંચિતો આર્થિક રીતે પછાત નાગરિકો ના વિકાસ સમૃદ્ધિ બેરોજગારી ખેડૂતો તમામ માટે દર વર્ષે બીસ થી પચ્ચીસ કરોડ રૂપિયા ગુજરાત સરકાર દિલ ખોલીને આપે છે.પરંતુ અહીં ચોરી ભ્રષ્ટાચાર જેવા શબ્દો પોતે શર્મશાર છે. અહિ સીધુ ડકૈતી નાખવામાં આવી રહ્યો છે.અને એ કરોડો રૂપિયા ડકૈતી કરનારાઓની પૂરી ટીમ છે.દર વર્ષે એજ ટીમ એક બીજા ના મોહબ્બત થી અંજામ આપે છે. સરકાર ની કર ચોરી માં પણ કરોડો રુપિયા ના ચુનો લગાડે છે.એનો નામ છે પ્રાયોજના વહીવટદાર કચેરી વાસદા. સદર બાબતે એક માહિતી માગવામાં આવેલ જેનો જવાબ આજે ૯ માસ પૂર્ણ થતાં આપી શકયા નહીં. નવસારી જિલ્લાના આરોગ્ય વિભાગ ના મોટા ભાગના તબીબો સમયસર હાજર પણ રહેતા નથી.
નવસારી જિલ્લામાં કુપોષણ વધી રહ્યો છે.જેનો મુખ્ય કારણ સરકાર ને કોઇ પણ સંજોગોમાં ગણી શકાય નહીં. સરકાર ની યોજનાઓ ખરેખર જમીન સુધી કાયદેસર પહોચતી જ નથી. પ્રાયોજના વહીવટદાર ની કચેરી માં કરોડો રૂપિયા ફકત એવા નાગરિકો માટે જ સરકાર આપે છે. પરંતુ જમીન સુધી એનો આખો રૂપ બદલાઈ જતા છે.કાયદેસર સરકાર ગરીબો ના વિકાસ માટે એક સુન્દર મજબૂત કાયદાઓની રચના કરી છે. સરકાર ગરીબો મજલૂમો ખેડૂતો મહિલાઓ બેરોજગારો દલિતો ના વિકાસ માટે જ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.અને એ દર વર્ષે ખર્ચ કરે છે. છતાં પરિણામ દુર્ભાગ્ય પૂર્ણ અને શરમજનક છે. આજે કુપોષણ શબ્દ ગાયબ હોવા બદલે એમનો બહુમત થી રાજ ચાલે છે.નેતાઓ જ્યારે ભગવાન રામ મંદિર જેવા પવિત્ર શબ્દો વર્ષો થી સત્તા ના ઉપયોગ માં લઇ રાજ કરી રહ્યા હોય. ત્યારે ગરીબ દલિત શોષિત મજલૂમ આદિવાસી બેરોજગારી ખેડુત વંચિત કુપોષણ જેવા મહાન શબ્દો જે સત્તા ની ચાબી છે. રહષ્ય છે. સત્તા મેળવવા માટે એક મોટો રાજ છે. અને પરમ પિતા પરમાત્માના લાખો દેવી દેવતાઓનો આશીર્વાદ નેતાઓ ઉપર છે કે ગુજરાતની ઐતિહાસિક સંસ્કારી નવસારી નગરી માં એક સાથે એક સ્થળે ઉપરોક્ત તમામ શબ્દો જ નહી આખી એવા શબ્દો ની જીવતી જાગતી ડિક્શનરી છે. એને દૂર કરવા માટે કોઈ પણ પાર્ટી કોઇ પણ સંજોગે સહમત નહીં મળી શકે. એ બધા શબ્દો નવસારી જીલ્લા થી દૂર કરવા માં શાસન જ નહીં પ્રશાસનના અધિકારીઓને બિલકુલ રસ નથી. નેતાઓ સત્તા મેળવે છે અને અધિકારીઓ એવા શબ્દો થી દર વર્ષે ઈમાનદારીની સવૂત સાથે બાપુ દર્શન .
No comments:
Post a Comment