Sunday, December 1, 2019

નવસારી: રોજગારી માં કરોડો રુપિયાનો ભ્રષ્ટાચાર...?ગુજરાત વિકાસ કમિશનર દ્વારા ભ્રષ્ટાચારની તપાસ ..?

નવસારી જિલ્લા પંચાયતના તમામ તાલુકાઓમાં રોજગારીના નામે કરોડો રૂપિયા ખર્ચ કે ભ્રષ્ટાચાર..? 
 બેરોજગારી ચરમસીમાએ :RTI
      નવસારી જિલ્લા પંચાયતના તમામ તાલુકાઓ માં દર વર્ષે રોજગારી માટે કરોડો રૂપિયાની તાલીમ આપવામાં આવે છે. માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ દ્વારા એક માહિતી સદર બાબતે માગવામાં આવેલ હતી. જેમાં મળેલ માહિતી મા દર વર્ષે તાલુકા દીઠ કરોડો રૂપિયા સરકાર ખર્ચે છે. અને વિધાનસભા માં સદર બાબતે વિરોધ પક્ષ દ્વારા એક રોજગારીનો સવાલ માં રોજગારીનો આકણો ન આપી સરકારની મોટી બદનામી થઈ હતી.જેની હકીકત જાણવા માટે એક અરજદારે એક માહિતી માગેલ હતી . જેમાં નિરીક્ષણ કરતા ખરેખર ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દીઠ કરેલ ખર્ચ કાબીલેતારીફ છે. પરંતુ જમીની હકીકતમાં અહીં સરકારી અધિકારીઓ રોજગારી ની બદલે સરકારની તિજોરી ખાલી કરેલ છે.રોજગારી માટે ફકત એક નાટક કરવામાં આવ્યો છે.ફકત ટીઆરપી અને ફોટોગ્રાફ પડાવેલ છે.અને જે સંસ્થાઓ એમાં સામેલ છે.અરજદારે આરપીએડી દ્વારા લેખિતમા તપાસ કરી. અને મોટા ભાગના સરનામું ખોટુ હોય જેથી રજી.પત્ર રિટર્ન આવી ગયો.એક સંસ્થા જવાબ ના બદલે અરજી કરનાર ને જવાબ આપેલ છે કે સરકાર માં જ ભ્રષ્ટાચાર હોય જેથી જવાબ આપી ન શકાય. કદાચ ખબર નથી કે આ સરકાર ભ્રષ્ટાચાર પ્રત્યે હવે જાગૃત છે.અને સરકાર ના મોટી રકમમાં ભ્રષ્ટાચાર કરેલને જવા દેવામાં આવશે નહીં.અને એ કામનો અંજામ માં  ભાગે સરકારના અધિકારીઓ જ સામેલ છે. સરકારી અધિકારીઓ ની મિલીભગત વગર એક રૂપિયો પણ કોઈ લઈ શકે નહીં. છેલ્લે સરકારી અધિકારીઓ નાણાં ઉપાડવા માં સહિઓ કરે છે.
         સદર માહિતીની નિરીક્ષણ માં કાયદેસર સમયસર ન બોલાવ્યા હોવાથી અપીલ કરતા અપીલ અધિકારી તરીકે ફરજ બજાવતા નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાયદા મુજબ વિના મૂલ્યે માહિતી આપવા માટે હુકમ કરેલ છે. ૧૫ દિવસના બદલે આજે ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે. વાસદા તાલુકા અધિકારી સિવાય એક પણ તાલુકા વિકાસ અધિકારી માહિતીઓ આપેલ નથી. નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી પાસે ફકત તારીખ જ અપાઈ રહી છે. અને નવસારી તાલુકા વિકાસ અધિકારી શ્રી એ લેખિત માં જણાવ્યું છે કે અરજદાર એ સંસ્થા છે.જેથી માહિતી આપવાનો ફકત તારીખ જ આપી શકાય. એમના જ કર્મચારીઓ એમને ગાઠતા નથી. ગણદેવી તાલુકા વિકાસ અધિકારી શ્રી અરજદાર પરપ્રાન્તનો હોય અને પત્રકાર સાથે માનવ અધિકાર માં કામ કરે છે .અને સદર અધિકારીની સરકાર માં મોટી ઓળખ છે. જલાલપોર અને ચિખલી તાલુકા વિકાસ અધિકારી શ્રી પોતે કાયદા કાનૂનનો વિશેષ જાણકાર છે. એટલે નવસારી જીલ્લા વિકાસ અધિકારી શ્રીનો હુકમ વિના મૂલ્યે આપવાનો નકારી દીધો છે. જેથી આશરે ચાલીસ હજાર રૂપિયાની માગણી લેખિત માં કરી છે. સૌથી વધુ ભ્રષ્ટાચાર થતો તાલુકાના તાલુકા  વિકાસ અધિકારી શ્રીને આરસીપીએસ ૨૦૧૩ માટે એક કાયદેસર બોર્ડ કે અમલવારી કરી શકતા નથી. કાયદેસર ફરજિયાત એક ડિસ્કલોઝર માટે કોઇ નોલેજ નથી. સરકારી તિજોરી ખાલી જ નહીં એવા અધિકારીઓ સરકારને બદનામ કરી રહ્યા છે.આજે ગુજરાત સરકાર બેરોજગારી દૂર કરવા માટે રાત દિવસ મહેનત કરી કરોડો રૂપિયા ખર્ચે છે. પરંતુ એમના જ અધિકારીઓ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભવિષ્ય માં સરકાર છેલ્લે મહારાષ્ટ્રની જેમ બદલાઈ  જશે. પરંતુ અધિકારીઓ જે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે . એવાને કઈ ફરક પડતો નથી. હવે રાજનીતિ માં પણ શિક્ષણની જરૂર છે. અને ફકત શિક્ષણ જ નહીં તજજ્ઞોની જરૂર છે. અહીં નવસારી જિલ્લા માં રોજગારી માટે કરોડો રૂપિયા ની કાયદેસર ડકૈતી થયેલ છે. પરંતુ એ કામનો અંજામ માટે અધિકારીઓ સરકારને ચક્રવ્યુહની રચના કરી ડકૈતી કરી છે.જેથી એની તપાસ સામાન્ય કે આરક્ષણ પરમોટેડ અધિકારી કરી શકે નહીં. અને એની તપાસ ગુજરાત વિકાસ કમિશનર શ્રી પાસે તપાસ અને કાયદેસર કાર્યવાહી કરવા માટે અરજીઓ કરવામાં આવી છે. હવે ગુજરાત સરકારના મુખ્ય કચેરી અને વિકાસ કમિશનર શ્રી તપાસ કરાવશે કે ભ્રષ્ટાચાર કરેલ અધિકારીઓ સાથે મીટીંગ કરી બાપુનો માર્ગદર્શન હેઠણ સમાધાનનો અધિકાર બતાવી અરજીને સ્વચ્છતા અભિયાનની ટોકરી માં મુકશે એ જોવાનુ બાકી રહ્યુ...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...