Sunday, September 9, 2018

નવસારી જિલ્લાના સેવા સેતુ કાર્યક્રમ

નવસારી જિલ્લા ના સેવા સેતુ કાર્યક્રમ થી ગરીબ દર્દીઓ ત્રાહિમામ
નવસારી જિલ્લામાં સેવાસેતુ કાર્યક્રમ માં મોટા ભાગ ના અધિકારીઓ કર્મચારીઓ ને હાજર રહેવાનું ફરજિયાત હોય છે. જેમાં સ્વાસ્થ્ય સંબધિત તબીબો ની સંખ્યા આજે નવસારી જિલ્લામાં તદ્દન ઓછી છે. અને જે તે તબીબો ની કચેરી ના તબીબો ની રોજમર્રા એમની કચેરી માં આવતો ગરીબ નાગરિકો ને મોટી મુશ્કેલી ઓ ના સામનો કરવો પડે છે.  સુપ્રીમ કોર્ટે ના હુકમ મુજબ કોઈ પણ સંજોગોમાં રૂટીન વર્ક બંદ કરી શકાય નહીં. આજે સરકાર દ્વારા સંચાલિત વિના મૂલ્યે તબીબી સેવા આપનાર તબીબો  અને ગરીબ દર્દીઓ સાથે સેવા સેતુ અને બિન જરૂરિયાત રાજકીય મીટિંગ કે અન્ય કામો માં બોલાવી મોટી મુશ્કેલી થી દર્દીઓ ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. અને અમારા પુજ્યનીય નેતાઓ સદર બાબતે જોવા રાજી નથી. તબીબી સેવા આજે વર્ષો થી નવસારી જિલ્લામાં લકવાગ્રસ્ત છે. મોટા ભાગ ના મોટી જાનલેવા બીમારીઓ માટે નવસારી જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં સ્પેશિયલ તબીબ નથી. અને જે છે એમની પાસે રાજકીય કામો લેવામાં આવે છે. હવે ગરીબી દૂર કરવા બદલે સરકાર ગરીબો ને દૂર કરવા ઇચ્છતી હોય એ જોવા ઇ રહયુ છે.  હવે વિદ્વાન જાણકાર નેતાઓ અને સંબંધિત અધિકારીઓ
સદર બાબતે એક નજર કરશે ખરૂ..........?

No comments:

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ.

નવસારી નગર નિયોજક કચેરી ના પર્દાફાસ -આર .ટી .આઈ. નવસારી જિલ્લા માં નગર નિયોજક અને મુલ્યાંકન વિભાગ માં સરકાર શ્રી અને નાગરિકો ના કરોડો રૂપિયા...