Wednesday, September 26, 2018

વિજલપોર નગરપાલિકા માં નાગરિકો સાથે થતો અન્યાય માં જવાબદાર કૌણ...?

આજે વર્ષો થી વિજલપોર નગરપાલિકાના નાગરિકો શાસન અને પ્રશાસનના મિલીભગત થી ત્રાહિમામ થઈ રહ્યો છે. અને શાસન પ્રશાસન ની સંયુક્ત જવાબદારી છે. વિકાસ અને સમૃદ્ધિ ની વાતો કરનાર વોટબેંકની રમત રમી શકે છે. એમની પાસે કોઈ શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. પરંતુ પ્રશાસનિક અધિકારીઓ પણ આજે મૌનવ્રત કરે એ વ્યાજબી નહીં કહેવાય. આજે વર્ષો થી વિજલપોર નગરપાલિકા માં કાયદેસર શૈક્ષણિક લાયકાત ધરાવતા અધિકારીઓની નાગરિકો રાહ જોઈ રહ્યા છે. કરોડોના ભ્રષ્ટાચાર રોકવા માટે અહીં નવસારી જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ પોતાના મળેલ સત્તાના ઉપયોગ કરવામાં લાયાર જોવા મળી રહ્યા છે. આજે પણ કોઇ ફરિયાદ હોય કે ભ્રષ્ટાચાર થતો હોય જવાબ આપવા કે કાર્યવાહી કરવામાં નથી આવતો.
વિજલપોર નગરપાલિકા માં આજે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ મળતી નથી. અને બિન જરૂરી કરોડો રૂપિયાના કામો ની પ્રાથમિકતા આપવામાં આવે છે. વિજલપોર નગરપાલિકાના દરેક વિભાગ માં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. સાવિત થયા પછી પણ કોઇ કાર્ય વાહી કરવામાં નથી આવે એ આજે સમજવું અઘરું છે.
નવસારી જિલ્લાના સમાહર્તા સાથે પ્રાદેશિક કમિશનર શ્રી તત્કાલ હવે પોતાને મળેલ સત્તા ની રૂ અને કુદરતી ન્યાય ના સિદ્ધાંત મુજબ નાગરિકો ના હિત માટે  કાયદેસર કાર્યવાહી કરશે એની આજે વિજલપોરના નાગરિકો રાહ જોઈ રહ્યા છે..

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...