Monday, September 17, 2018

વિજલપોર નગરપાલિકા માં વિકાસ વિકાસ કે .....?

વિજલપોર નગરપાલિકા ગુજરાત માં વિકાસ કરતી પહેલી નગરપાલિકા છે. દરેક વિભાગ માં જોરદાર મજબૂત વિકાસ જોવા મળી રહ્યો છે. અહીં સુરક્ષા વિભાગ કાબીલે તારીફ કામગીરી કરી રહ્યા છે. ઠેર ઠેર રોજગારી માટે અહીં દારૂ શરાબના અડ્ડો થી હજારો નાગરિકો જાન જોખમે નાખી રોજગાર મેળવી રહ્યા છે. નગરપાલિકા ના નગરસેવકો વિકાસ માં સહભાગી છે. કોઈ આજ સુધી વિરોધ કરેલ નથી. સ્વાસ્થ્ય વિભાગ માટે મોટા ભાગના તબીબો પાસે જે સર્ટિફિકેટ છે એ પણ વાચી શકે નહીં એવા ધુરંધર ચિકિત્સકો છે. સરકાર શ્રી દ્વારા પણ એવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. નવસારી જિલ્લા આરોગ્ય વિભાગ પાસે પણ મોટા ભાગ ના અધિકારીઓ પોતે લાઈફ ડિસીઝ થી ત્રાહિમામ છે.  એ વિભાગ માં વિકાસ ને જનમ આપી શકે એવા અધિકારીઓ નથી. લાખો રૂપિયા દર માસે કોઈ પણ કામ વગર મળી રહ્યા હોય પછી કાયદો જોવાની જરૂર નથી. શિક્ષણ વિભાગ સાથે વિજલપોર નગરપાલિકા ના કોઇ લેવા દેવા નથી. શિક્ષણ માટે વિજલપોર નગરપાલિકા વર્ષો થી પોતાને દૂર રાખવામાં અહમ ભૂમિકા ભજવી રહ્યા છે.
વિજલપોર નગરપાલિકા માં અધિકારીઓ શિક્ષણ વગર જ હોય એજ કામ કરી શકે. શિક્ષણ સાથે આવે ત્યારે અહીં નગરપાલિકા માં પ્રવેશ કરી શકે નહીં. વિજલપોર નગરપાલિકા માં સૂત્રો અને વિદ્વાનો સાથે નાગરિકો ના મંતવ્ય મુજબ કાર્યરત પ્રમુખ પણ ભ્રષ્ટાચાર કરવામાં મદદ કરી શકે નહીં જેથી એમની પણ જરૂર નથી.  કારોબારી પાસે વર્ષો થી શિક્ષણ વિભાગ સાથે કોઈ લેવા દેવા નથી જેથી સમાચાર પત્રો માં છપાતો અહેવાલ મુજબ ભારતીય સંબિધાન ની કોઈ જરૂર ન હોય અને સત્તા નો દુરુપયોગ કરી પોતાની સિક્યુરિટી મુકવાના આરોપ સાવિત થઈ ગયું છે. હવે સિક્યુરિટી પોતાની હોય ત્યારે સિક્યુરિટી દ્વારા થયેલ સારા કામો ની તપાસ પણ કરાવવા એધાણ ચાલી રહ્યો છે. સત્તા પાર્ટી ની સિક્યુરિટી માટે તમામ જરૂરી ડોક્યુમેન્ટ લાઈસન્સ સરકાર ના નિયમો નુ પાલન કરવાનું હોય છે. વિદ્વાનો ના મંતવ્ય મુજબ  સદર સિક્યુરિટી પાસે કોઈ પણ કાયદા નો પાલન કરવામાં આવેલ ન હોય એ પણ બની શકે છે. જેવા કે સિક્યુરિટી માટે ઈ એસ આઈ નજીક ના પોલિસ કચેરી માં નિયત નમૂના માં આઇ ડી પ્રુફ સાથે જાણ કરવો લઘુતમ માસિક વેતન ધારો 1948 1986 1999 2013 મુજબ કચેરી ઓ પાસે વેતન આપી રહ્યો છે એની જાણ કરવી. એવા સરકાર ની વિભિન્ન કચેરી ઓ દ્વારા તપાસ પણ કરવામાં આવશે.
વિજલપોર નગરપાલિકા માં પ્રાથમિક સુવિધાઓ ની ભારી અછત છે.
વિજલપોર નગરપાલિકા પોતે કોઈ કાયદા નો પાલન કરતી નથી. વિજલપોર નગરપાલિકા ગાધીનગર ની કચેરી માં નગરપાલિકા તરીકે નોધાયેલ છે કે કેમ..? અગાઉ ના મળેલ માહિતી મુજબ અહી બીજી નગરપાલિકા ની જેમ  નામ અજુ સુધી લખવા માં આવતો નથી. સમાચાર ની ગંભીરતા થી નોધ લેવાની જરૂર નથી વિજલપોર નગરપાલિકા માં વિકાસ ના કામો જ થાય છે.  અને વિકાસ થતો જ રહેશે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...