Monday, September 10, 2018

નવસારી શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ગેરકાયદેસર બાધકામ ઉપર TDO નવસારી ને નોટિસ...

આજે વર્ષો થી નવસારી શહેર ને અડી આવેલ ગામો માં ઠેર ઠેર ગેરકાયદેસર બાધકામો થયેલ છે. તલાટી કમ મંત્રી ઓ તાલુકાના વિકાસ અધિકારી ઓ એક બીજા ને માથે ટોપલો મુકી છટકબારી કરતા જોવા મળતા હતા. આજે પહેલી વાર સદર બાધકામો નૂડા ના અન્તરગત આવતા શહરી વિકાસ સત્તા મંડળ ના મુખ્ય કારોબારી શ્રી એ નવસારી તાલુકા વિકાસ અધિકારી નવસારી ને દિન 10 માં તમામ પુરાવો રજા ચિટ્ઠી નક્શો પરવાનગી વગેરે ની નકલો  રજુ કરવા જણાવેલ છે. જેથી નવસારી જિલ્લા ના જાગૃત નાગરિકો માં ખુશી ની લહેર અને સંબંધિત અધિકારીઓ માં જાયે તો જાયે કહાં જેવી હાલત જોવા મળી રહી છે. સેટિંગ ડોટ કોમ ના અધિકારીઓ હવે માગેલ માહિતી લઈ હાજર થસે કે કાયમી ધોરણે આપેલ છટકબારી માં નામ લખાવી ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ મુજબ પોતાની તપાસ કરાવશે. રૂબરૂ મુલાકાત માં
નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રી સદર બાબતે કાર્યવાહી કરવા માટે હવે નૂડા ની હદ વિસ્તાર માં આવતો હોય જેથી એમની પાસે થી રાહત મળી શકે નહિ. નવસારી તાલુકા વિકાસ અધિકારી અને સંબંધિત અધિકારીઓ જે સદર ગેરકાયદેસર બાધકામો માટે હવે તત્કાલ માહિતી ઓ આપે એ જરૂરી બન્યો છે.અન્યથા કાયદા મુજબ સહભાગી દાર ગણી ને આગળની કાર્યવાહી કેમ નહિ કરવામાં આવે એ પણ જણાવી શકશે નહિ. હવે સદર બાબતે ની કાર્યવાહી ઉપર આમ નાગરિકો ની નજર રહેશે...

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...