Sunday, November 11, 2018

નવસારી જિલ્લામાં રોજગાર તાલીમ કેન્દ્ર

નવસારી જિલ્લામાં બેરોજગારી આજે ચરમ સીમા ઉપર છે. જેથી આજે આમ નાગરિકો ત્રાહિમામ થવા પામ્યા છે. અને અસમાજિક કામો તરફ જવા મજબૂર છે. કોઈ પણ નાગરિક જ્યાં સુધી કાયદેસર ઈમાનદારી અને ઈજ્જત થી મહેનત મસક્કત થી જીવન ની સમસ્યાઓ ના સમાધાન મળતો હોય ત્યાં સુધી ખોટી રીતે અસમાજિક કે ગેરકાયદેસર કામો કરી શકે નહિ. પરંતુ આજે આપણી સંપૂર્ણ વ્યવસ્થા રોજગારી આપવામા નિષ્ફળ છે. શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનો પણ આજે  રોજગાર માટે દર દર ની ઠોકર ખાવા મજબૂર છે. સરકાર પ્રાથમિક સુવિધાઓ પણ આપી શકે નહીં. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય રોજગારી ની તકો ઉભી કરવા બદલે આજે સરકાર ના અધિકારીઓ પદાધિકારીઓ ફકત અને ફકત પોતાના સ્વાર્થ જ સાધવામાં સરકાર નો કરોડો રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.છતાં બેરોજગારી  ચરમસીમાએ રાજ કરી રહી છે. એવા સમયે પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા નવસારી થી વિના મૂલ્યે રોજગાર તાલીમ ની ભવ્ય શરૂઆત કરી છે. જેમાં સરકારી સંસ્થા ઓ સાથે તમામ નાગરિકો ને  ભાગ લેવા વિશેષ આમંત્રણ છે.

No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...