પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની નિયંત્રણ કચેરી શોભાના ગાંઠીયા સમાન..! જવાબ કૌણ આપશે...? ભ્રષ્ટાચાર માટે એક નવી કચેરી........!
કાબીલે તારીફ કામગીરીનો નવો ચેહરો ....?
ગુજરાત સરકાર દરેક જિલ્લામાં નગરપાલિકાઓ માં થતો ભ્રષ્ટાચાર અટકાવવા અને પારદર્શક વહીવટ સાથે વિકાસની ગતિ માં વધારો કરવા માટે દરેક જિલ્લા દીઠ જિલ્લા મ્યુનિસિપલ ઓફિસર કચેરીની રચના કરી હતી જેમાં એક પણ કાયદેસર જીલ્લા મ્યુનિસિપલ ઓફિસરની નિમણુક ન કરી ફક્ત ચાર્જમાં ચલાવી જેથી સરકાર ટુંક સમય માં એ હોદ્દો અને કચેરી બંધ કરી ઝોનની રચના કરી. હવે કાયદેસર નવા કે ટુંક સમય કલેકટર તરીકે કામ કરતા એક આઇએએસ અધિકારી સાથે અન્ય ખાસ અનુભવી અધિકારીઓ (ફક્ત કહેવા માટે )ની નિમણુક કરી છે. જેમાં નવસારી સુરત વલસાડ નર્મદા ભરૂચ તાપી જેવા જિલ્લાઓને સાઉથ ઝોન તરીકે સૂરત માં પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓની કચેરી આજે રંગેચંગે પ્રારંભ કરી છે. જેમાં પહેલા સૂરત સિવાય અન્ય જીલ્લામાંથી અરજદારોને મોંઘવારી માં ફરિયાદ કરવા મા ભારે તકલીફમાં થી પસાર થવું પડે છે. અને પારદર્શક વહીવટ કે ભ્રષ્ટાચાર બંધ કરવા વિકાસની ગતિ માં તેજીના બદલે અહીં સૂરતની સદર કચેરી માં જમીની હકીકત જુદી જોવા મળી રહી છે. સદર કચેરી માં જ કાયદેસર શૈક્ષણિક લાયકાત કદાચ હશે કે કેમ....? એ માહિતી અધિકાર અધિનિયમની એકજ માહિતી મા પર્દાફાશ થયા છે. સદર કચેરી ચાલુ થયું ત્યારે નાગરિકો દ્વારા થતી ચર્ચા માં એક ખુશી નો માહોલ નજરે પડતો હતો એ ગાયબ જ થઈ ગયા છે . સદર કચેરી માં વર્ગ એક ચીફ ઓફિસર જાહેર માહિતી અધિકારી શ્રી એક કલમ ૨૪ માં માંગેલ માહિતી અધિકાર અધિનિયમની માહિતી મા અરજદાર દ્વારા નિરીક્ષણ કરવા માટે સ્પષ્ટ સુવાચ્ય અક્ષરોમાં શુદ્ધ ગુજરાતી ભાષા માં દરેક ને વંચાય કલરિગ માં એક માહિતી મા ગેરકાયદેસર નાણા ભરવાનો ફરમાન જારી કરી નાણા ભરાવેલ છે. અરજદાર પર્યાવરણ માનવ અધિકાર સંસ્થા માં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે આજે પણ કાર્યરત છે. અને મોટા ભાગના દરેક પ્રકારની સંસ્થા ઓ માં સર્વોચ્ચ હોદ્દા ઉપર કામ કરેલ હોવાથી સારો અનુભવ ધરાવે છે. સદર કચેરીના અધિકારીશ્રી ના જવાબો અને ગેરકાયદેસર અરજદાર પાસેથી નાણાં ભરાવી અને માંગેલ માહિતી ઓનો કાયદેસર જવાબ ન આપી શું સાવિત કરવા માંગે છે . એમની પાસે કાયદેસર શૈક્ષણિક લાયકાત છે કે કેમ.. ?મા.અ.અ.૨૦૦૫ની કલમ ૬(3) મુજબ જે માહિતી ઉપલ્બ્ધ ન હોય એ જે તે કચેરીમાં મહત્તમ દિન ૫માંતબ્દીલકરી અરજદારને જાણ કરવો જોઈએ.સદરઅધિકારી શ્રી આરસીપીએસ ૨૦૧૩ માટે ચોખ્ખુ લેખિતમાં ન પાડેલ છે. ૨૨ નગરપાલિકાઓના નિયંત્રણ અને અપીલ સત્તા અધિકારી હવે ૨૨ નગરપાલિકાઓ મા અપીલ સત્તા અધિકારી તરીકે પ્રથમ અપીલ માં એક મજિસ્ટ્રેટ તરીકે શું ન્યાય આપશે એ સમજવો મુશ્કેલ છે ? સદર માહિતી અધિકારીશ્રી સામેપહેલા અપીલ થયેલ છે.પહેલા પોતાની કચેરી સાથે પોતે મા.અ.અ.૨૦૦૫ અને જાહેર સેવાઓ અંગે નાગરિક અધિકાર અધિનિયમ ૨૦૧૩ અને લઘુત્તમ માસિક વેતન ધારો ૧૯૪૮અને ગુજરાત મ્યુનિસપલ એકટ ૧૯૬૩ અને સાથે સાથે ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ ૧૯૭૧ વગેરે જેવા સામાન્ય પણ નગરિકો માટે જરૂરી કાયદોની તાલીમ લઈ પ્રથમ અપીલ સત્તાધિકારી તરીકે ફરજ બજાવશે કે ગુજરાત સરકાર કે ભારત સરકારમાં પોતાનુ નામ ..નોધાવશે એ જોવાનુ બાકીરહ્યુ.
સદર કચેરીના જાહેર માહિતી અધિકારી શ્રી
ગેરકાયદેસર નિરીક્ષણ વગર ભરાવેલ નાણા માં પ્રાપ્ત માહિતી મા અરજદારો દ્વારા ભ્રષ્ટાચાર કે અન્ય ફરિયાદો સામે તપાસ પણ કરાવેલ નથી.અરજીનો નિકાલ કરવાની તપાસ કરવાની અરજદારોને એમની અરજીનો જવાબ આપવાની સદર કચેરીના અધિકારીઓ યોગ્ય નથી સમજતા. આજે એ કચેરી માં કાર્યરત અધિકારીઓને સમજવો અને જાણવુ જરૂરી છે કે લાખો રૂપિયા વેતન અને રાજાશાહી જેવી સુવિધાઓ માટે ગુજરાત સરકાર પાસે નોટ છાપવાનું મશીન નથી એ નાણા ગરીબ દલિત શોષિત મજલુમ ખેડૂત મજુર થી સર્વોચ્ચ સુધી નાગરિકોની ખૂન પસીના અને મહેનત મસક્કતની કમાણીના છે.ગુજરાત સરકાર આજે દેવાદાર છે . અને દેવા મુક્તિ માટે દરેકે દરેક ને સહભાગી બનવો ફરજિયાત છે. અને મોટા ભાગના નગરપાલિકાઓ માં આજે પ્રાથમિક સુવિધાઓની પણ અછત છે. આજે જરૂરિયાત કામો કરવા કરતા કમીશન કે એન કેન પ્રકારેણ પોતાના ફાયદો થતા કામોની વિશેષ પ્રાથમિકતા આપવામાં આવે છે.જેથી હવે જરૂર છે કે પોત પોતાના હોદ્દા અને રૂ મુજબ એક સાથે ફક્ત અને ફક્ત પહેલા પ્રાથમિક સુવિધાઓ અને જીવન જરૂરિયાત શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય અને રોજગારી માટે કામો કરવા. અને સમાચાર ની ગંભીરતા થી નોંધ લઈ પ્રાદેશિક કમિશ્નર શ્રી સાથે દરેક જીલ્લાના કલેકટર શ્રી ઓ સંબંધિત તમામ અધિકારીઓ અને મુખ્યમંત્રી શ્રી તત્કાલ એક થઈ વિચાર કરી ફક્ત નાગરિકોના હિત માટે કાર્યવાહી કરશે જેની આજે અત્યંત જરૂર અને સમય ની માંગ છે...
No comments:
Post a Comment