Saturday, November 24, 2018

નવસારી - વિજલપોર નગરપાલિકા માં થતો ભ્રષ્ટાચાર સામે હોબાળો જવાબદાર કૌણ..? વિકાસ પારદર્શક સમૃદ્ધ સરકાર ના વિદ્વાનો ....? ન્યાય કૌણ આપશે...?

આજે વર્ષો થી વિજલપોર નગરપાલિકા માં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર છે. સત્તા પક્ષ માં જ એક બીજા સાથે નગરસેવકો ભ્રષ્ટાચાર મુદ્દે સામા સામે થયા. અને શાસન પ્રશાસનના  નેતાઓ અને અધિકારીઓની મિલીભગતનો પર્દાફાશ થયો. ભ્રષ્ટાચાર માટે ખુલાસો કરવા અધિકારીઓની નેતિક જવાબદેહી હોવા છતા નિરાકરણ કરવા બદલે મુખ્ય અધિકારી પોતાની સિક્યુરિટી માટે એક જ પક્ષ તરફ વળીને ભ્રષ્ટાચાર વિરોધી  હોય એને ન્યાય આપવા બદલે પોલીસ તંત્ર બોલાવી કેસો કરાવી હવે શુ સાવિત કરવા માગે છે. સમજવો અઘરુ. પોલીસ વિભાગ મળેલ માહિતી મુજબ એક જ પાર્ટીનો કેશની નોઘણી કરી સુરક્ષા વિભાગના સામે સવાલિયા નિશાન જાતે જ લગાવી ભેરવાયા. જાગૃત નાગરિકો દ્વારા મળેલ માહિતી મુજબ પોલીસ વિભાગના એક પાર્ટી સાથે અન્યાય બદલે ઉચ્ચસ્તરીય તપાસ માટે પોલીસ મહાનિદેશક પાસે ફરિયાદ થતા પોલીસ વિભાગને પણ એક પક્ષ સાથે મિલીભગત સામે જવાબ આપવા અઘરુ. વિદ્વાનોના મંતવ્ય મુજબ શાસન માં શૈક્ષણિક લાયકાત નથી જેથી ભ્રષ્ટાચાર નગરસેવકો કરેલ હોય કે ગૈરસમજ પણ બની શકે. અને વિજલપોર નગરપાલિકાના મોટા ભાગના નગરસેવકો આજે પણ ઈમાનદાર છે એમનો કોઈ પણ ક્રિમિનલ કે ભ્રષ્ટાચાર નો રેકોર્ડ નથી. પરંતુ પોતાના વિદ્વાન અનુભવી માનતા અધિકારીઓ જેને સરકાર લાખો રૂપિયા વેતન આપી રહી છે. એવા અધિકારીઓ  જેમની જવાબદારી છે એ આજે ક્યાં છે...?
વિજલપોર નગરપાલિકા માં હવે શાસન પ્રશાસન ની મિલીભગત થી નાગરિકો ત્રાહીમામ થવા પામ્યા છે. શિક્ષા સુરક્ષા સ્વાસ્થ્ય બેરોજગારી વિકાસના કામોને પ્રાથમિકતા આપવાની જરૂર છે. આ સમાચારની ગંભીરતા થી નોધ લઈ સરકાર ના સંબંધિત અધિકારીઓને વિજલપોર નગરપાલિકાના નાગરિકોના  હિત માટે  પોતાને મળેલ સત્તા મુજબ ન્યાય અપાવવા કાર્યવાહી કરે એ આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે.
વિજલપોર નગરપાલિકા દ્વારા વિકાસ મંચ દ્વારા નવસારી જિલ્લા કલેકટર શ્રી ને એક આવેદન પત્ર આપવામાં આવેલ છે. જેમાં ન્યાય માટે કાર્યવાહી ની માગ કરવામાં આવી છે. નવસારી જિલ્લાના સમાહર્તા શ્રી સદર આવેદન પત્ર માં કરેલ માગણીઓ ની તપાસ કરાવશે કે કેમ ..?
વિજલપોર નગરપાલિકા ના વિકાસ મંચ દ્વારા પોલીસ વડા પાસે અને સામે પણ અરજીઓ કરી ની માહિતી મળી રહી છે. હવે દારૂ ના કેસો સામે પોલીસ ના સર્વોચ્ચ અધિકારી શ્રી એક પોલીસ ઇન્સપેક્ટર સાથે એક સબ ઇન્સ્પેક્ટર ને સસ્પેન્ડ કરી છે. હવે ઉપરોક્ત ફરિયાદ માં શું કરશે ... એના ઉપર આજે નવસારી જિલ્લાના જાગૃત નાગરિકો કાયદા કાનૂન નો જાણકારો ની નજર અને ચર્ચા નો વિષય છે. અને પોલીસ દ્વારા એક પાર્ટીના એફઆઈઆર ની નોધણી ન કરી નો ફરિયાદ ગુજરાત ના સર્વોચ્ચ અધિકારી પાસે પણ કરવામાં આવી છે એવી ચર્ચા પણ ચાલી રહી છે.


No comments:

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI

नवसारी जिले में दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड का पर्दाफाश -RTI नवसारी जिले में DGVCL कंपनी के लगभग सभी सूचना अधिकारियों ने सूचना अधिकार का...