Wednesday, January 16, 2019

વ્યાજખોરોથી નવસારી જિલ્લામાં પણ નાગરિકો ત્રાહિમામ...

          વ્યાજખોરોથી નવસારી જિલ્લામાં પણ નાગરિકો ત્રાહિમામ...
                                    આજે ગુજરાત રાજ્યની એતિહાસિક સંસ્કારી નગરી નવસારી જિલ્લામાં પણ સુરતની જેમ વ્યાજખોરોથી ગરીબો ત્રાહિમામ જોવા મળી રહ્યા છે. નવસારી જિલ્લામાં મોટા ભાગે મિડલ કલાસ અને ગરીબોના મજબૂરી ના ફાયદો વ્યાજ ખોરો દ્વારા લેવામાં આવે છે. અને મળેલ માહિતી મુજબ વ્યાજ આપનારનો સંરક્ષણ ખાકી અને ખાદી વર્દીનો ભરપૂર સંરક્ષણ મળે છે. જેથી ધટનાઓ વહાર આવે એ પહેલાં જ દારૂ શરાબનો અડ્ડો ની જેમ સામાન્ય ગુનો વારંવાર નોધી  દબાવી દેવામાં આવે છે. તથાકથિત નેતાઓ અને સંવધિત અધિકારીઓ પણ સંરક્ષણ કરવામાં પાછળ નથી. અને મોટા ભાગે વ્યાજખોરો કોઈ ન કોઈ ભારતીય  રજી. સંસ્થાઓ સાથે સ્વાયત્ત સંસ્થાઓ સાથે જોડાયેલ હોવાથી સરકારના સંબધિત ઈમાનદાર અધિકારીઓ એમના ઉપર કાયદેસર કાર્યવાહી કરી શકતા નથી. નવસારી જિલ્લામાં નવસારી જીલ્લા કલેકટર શ્રી જાહેર નામુ વહાર પાડે છે. પરંતુ એ જાહેરનામું મુજબ તપાસ કરનાર અધિકારીઓ નથી. અને નવસારી જિલ્લામાં દરેક વિભાગના અધિકારીઓને ખબર હોય છતાં પોતાના બચાવ કરતા જોવા મળે છે.અને ફરિયાદની રાહ જોઈ રહ્યા હોય. જેથી વ્યાજખોરો નવસારી જિલ્લામાં ઠેર ઠેર નાગરિકો માં  લુટ ચલાવી રહ્યા છે. સમાચારની ગંભીરતા થી નોધ લઈ નવસારી જિલ્લા સમાહર્તા અને નવસારી પોલીસ વડા જન હિત માટે ખાસ આયોજન કરી કાર્યવાહી કરે એ આજે સમયની માંગ સાથે અત્યંત જરૂર છે.
વ્યાજખોરોના નામ આપનારને સરકાર ગુપ્ત અને ઈનામની યોજના માટે  સરકાર જાહેર કરે એવી યોજનાઓ સરકાર ચલાવે ત્યારે એનો ખરેખર પર્દાફાસ થસે એવુ જાણકાર વિદ્વાનોના મંતવ્યો મળેલ છે.

No comments:

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ

નવસારી મહાનગર પાલિકા કા પર્દાફાસ - આરટીઆઈ  નવસારી શહેર આજે મહાનગરપાલિકા ની રચના થવા થી થયેલ ખુશી આજે ગમ માં ફેરવાઈ ગયેલ છે. ગુજરાત રાજ્ય સરક...